પારસી મરણ
હોમી જહાંગીરજી અછાડવાલા તે મરહુમ પેરીન હોમી અછાડવાલાના ખાવીંદ. તે ફીરૂઝી આફતાબ મેહેરહોમજી તથા ઝરીન અછાડવાલાના બાવાજી. તે મરહુમો દીનામાય તથા જહાંગીરજી અછાડવાલાના દીકરા. તે આફતાબ સોહરાબ મેહેરહોમજી તથા જીમ ફરનાનડીસના સસરાજી. તે ફરઝાન, ઈથેન તથા એરીકના મમાવાજી. તે મરહુમો ધનમાય તથા મીનોચેર કરજીયાના જમાઈ. (ઉં.વ. 83) ઠે: બી-203, અહુના દીવેચા કોમ્પલેક્સ, થાને, 400601. ઉઠમણાંની ક્રિયા: તા. 26-9-23એ બપોરના 3.45 વાગે પટેલ અગિયારીમાં છેજી. (થાને)
ગોશી રૂસ્તમ ઝરોલીયા તે મરહુમ રૂસ્તમ એસ. ઝરોલીયાના વિધવા. તે તેહેમટન ઝરોલીયા તથા મરહુમ કમલ ઝરોલીયાના માતાજી. તે મરહુમો ગુલા તથા રૂસી દારૂવાલાના દીકરી. તે મેહેરનાઝ ત. ઝરોલીયાના સાસુજી. તે અરઝાન તથા કૈનાઝ ઝરોલીયાના બપઇજી. તે મરહુમો શીરીન તથા શેરીયારજી ઝરોલીયાના વહુ. (ઉં. વ. 80) રે. ઠે. ફલેટ 102, ઝરીના સી. એચ. એસ., એસ. વી. રોડ, બાંદ્રા (પ), મુંબઇ-400050. ઉઠમણાંની ક્રિયા: તા. 26-9-23ના રોજે, બપોરે 3-40 કલાકે, તાતા અગિયારી, બાંદ્રામાં થશેજી.