આપણું ગુજરાતટોપ ન્યૂઝ

Gujaratમાં 11 નગરપાલિકાના ચીફ ઓફિસરોની બદલી

અમદાવાદઃ ગુજરાત(Gujarat) સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ દ્વારા રાજ્યના 11 નગરપાલિકાઓના ચીફ ઓફિસરોની બદલી કરવામાં આવી છે. આ બદલીઓ 19મી જુલાઈ, 2024ના રોજ તાત્કાલિક અસરથી લાગુ થઈ છે. રાજ્યમાં થોડા દિવસ પહેલા જ 30 જેટલા મામલતદારોની પણ બદલી કરવામાં આવી હતી.

જાણો કોની ક્યાં બદલી થઈ

  • નવનીત પટેલ હાલ પાલનપુરની GULM, ગાંધીનગર બદલી કરવામાં આવી
  • હરેશ બ્રહ્મભટ્ટ હાલ RCM, ગાંધીનગરની RCM, અમદાવાદ બદલી કરવામાં આવી
  • યોગેશ ગણાત્રા હાલ ડાકોરની ખંભાત બદલી કરવામાં આવી
  • મનન ચતુર્વેદી હાલ જંબુસરની પોરબંદર-છાયા બદલી કરવામાં આવી
  • પરાક્રમસિંહ મકવાણા હાલ સુત્રાપાડાની શિહોર બદલી કરવામાં આવી
  • દિગ્વિજય પ્રજાપતિ હાલ ખેરાલુની ગઢડા બદલી કરવામાં આવી
  • પ્રેરક પટેલ હાલ ગઢડાની ખેરાલુ બદલી કરવામાં આવી
  • ભાવના ગોસ્વામી હાલ ચલાલાની જાફરાબાદ બદલી કરવામાં આવી
  • બ્રીજરાજસિંહ વાળા હાલ ધંધુકાની બારેજા બદલી કરવામાં આવી
  • વિશાલ પટેલ હાલ બારેજાની ધંધુકા બદલી કરવામાં આવી
  • મયુર જોષી હાલ બાયડ પોસ્ટીંગની રાહમાં છે.

રાજ્યમાં મામલતદારોની પણ બદલી

અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા ગુજરાતભરના 30 જેટલા મામલતદારની બદલીઓ કરવામાં આવી હતી. વી.બી ખરાડીની ખેડાના ચૂંટણી વિભાગમાંથી ગાંધીનગર રીલીફ વિભાગમાં બદલી કરવામાં આવી છે. બી.વી ચાવડાની દ્વારકાથી ગાંધીનગર રીલીફ વિભાગમાં બદલી કરવામાં આવી છે. કે .કે. વાળા દાહોદના ચૂંટણી વિભાગમાંથી ડિઝાસ્ટર વિભાગમાં બદલી અમદાવાદમાં બદલી કરવામાં આવી છે. પ્રતિક જાખરની સુરતના ચૂંટણી વિભાગમાંથી અમરેલીના ડિઝાસ્ટર વિભાગમાં બદલી કરવામાં આવી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button