Bad news ના good views: વિકીની સૌથી મોટી બૉક્સ ઓફિસ ઑપનર, આટલાનો કર્યો બિઝનેસ
વિકી કૌશલ, તૃપ્તિ ડિમરી અને એમી વિર્ક અભિનીત ફિલ્મ બેડ ન્યૂઝ’ શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને આનંદ તિવારી નિર્દેશિત ફિલ્મે 8.5 કરોડની કમાણી કરી છે. જો આ ફિલ્મ સારી હશે તો આ ફિલ્મ વર્લ્ડ ઓફ માઉથમાંથી સારી કમાણી કરશે. આજ શનિ અને આવતીકાલે રવિવારે જ ફિલ્મ સારી કમાણી કરશે તો છેલ્લા ઘણા સમયથી સારી ફિલ્મને તરસી રહેલા બોલીવૂડને હાશકારો થશે.
વિકીની વાત કરીએ તો 2019માં ઉરી ફિલ્મે સારો બિઝનેસ કર્યો હતો, ત્યારબાદ તેણે સારી કમાણી કરતી ફિલ્મો આપી નથી. ભારતમાં ઉરીની કમાણી રૂ. 245 કરોડ થઈ હતી. બેડ ન્યૂઝ માટે શરૂઆતના દિવસે કુલ ઓક્યુપન્સી માત્ર 22.83 ટકા હતી, જેમાં મોટાભાગના લોકો ફિલ્મના નાઇટ શો જોતા હતા. મુંબઈમાં, જ્યાં 835 શો છે, ત્યાં ઓક્યુપન્સી 20.75 ટકા જોવા મળી હતી. દિલ્હી અને એનસીઆરમાં 1054 શો સાથે 26 ટકા ઓક્યુપન્સી જોવા મળી હતી.
બેડ ન્યૂઝને આપવામાં આવેલી સ્ક્રીન કાઉન્ટ અક્ષય કુમારની સરફિરા કરતાં વધુ છે. સરફિરાએ તેના પ્રથમ દિવસે મુંબઈમાં 472 શો અને દિલ્હી અને એનસીઆરમાં 570 શો કર્યા, બેડ ન્યૂઝે સરફિરાના શો કરતા લગભગ ડબલ શૉ કર્યા. સિનેમા ટ્રેકર્સનું માનીએ તો વિકીની ફિલ્મ તેના પહેલા વીકેન્ડમાં 30 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરશે.
ક્રૂ અને તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા જેવી ફિલ્મોની કેટેગરીમાં બેડ ન્યૂઝ ફિલ્મને મૂકવામાં આવી રહ્યા છે, જે બંને શહેરી પ્રેક્ષકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. ક્રૂએ બોક્સ ઓફિસ પર રૂ. 10.28 કરોડની કમાણી કરી અને રૂ. 89.92 કરોડની કમાણી કરી અને તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયાએ રૂ. 7.02 કરોડ સાથે બોક્સ ઓફિસ પર શરૂઆત કરી અને રૂ. 80.88 કરોડની કમાણી કરી. બેડ ન્યૂઝમાં તૃપ્તિ ડિમરી અને એમી વિર્ક પણ છે. આનંદ તિવારી દ્વારા નિર્દેશિત આ ફિલ્મને વિવેચકો અને દર્શકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે.