Gujaratના સૌરાષ્ટ્રમાં મેઘતાંડવ, છેલ્લા 24 કલાકમાં Dwarka માં સૌથી વધુ 15 ઇંચ વરસાદ
અમદાવાદ : ગુજરાતના (Gujarat)છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં મેધતાંડવ જોવા મળ્યું હતું. જેમાં 24 કલાકમાં 122 તાલુકામાં વરસાદ નોંધાયો છે. દ્વારકામાં(Dwarka)સૌથી વધુ 15 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત પોરબંદરમાં સતત વરસાદ વરસી રહ્યો છે. જેમાં છેલ્લા 48 કલાકમાં કુલ 25 ઇંચ વરસાદ નોંધાયો છે. જેના લીધે જનજીવન અસ્ત વ્યસ્ત થયું છે. આ ઉપરાંત જૂનાગઢના કેશોદમાં 8. 5 અને વંથલીમાં સવા સાત ઇંચ વરસાદ નોંધાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. દ્વારકાના કલ્યાણપુરમાં 6.5 ઇંચ વરસાદ , દ્વારકાના ખંભાળિયામાં પાંચ ઇંચ અને પોરબંદરના રાણાવાવ માં 4.5 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના વલસાડના ઉમરગામમાં પણ 6. 5 ઇંચ વરસાદ વરસ્યો છે.
મળતી માહિતી મુજબ પોરબંદર જિલ્લામાં સૌથી વધુ અસરગ્રસ્ત સ્થિતિ પોરબંદર શહેર અને આસપાસના તાલુકા વિસ્તારમાંપડવાના છે અને આ વિસ્તારમાં વીજળી એસટી માર્ગ પરિવહન સહિતના બંધ થયેલા રસ્તા અને સેવાઓ પુનઃ શરૂ કરવા માટે કામગીરી ચાલુ છે.
11 રૂટ પર 56 એસટી બસની ટ્રીપ હાલ બંધ
પોરબંદર જિલ્લાના 11 રૂટ પર 56 એસટી બસની ટ્રીપ હાલ મુસાફરોની સલામતીના ધ્યાનમાં રાખીને બંધ કરવામાં આવી છે. માર્ગ મકાન વિભાગ હસ્તકના ૫ રસ્તા હાલ બંધ છે.પોરબંદરના બોખીરા વિસ્તારમાં સોસાયટીમાં પાણી ફરી વળે એ પહેલા જ તાત્કાલિક રસ્તા પર કેનાલ કરીને પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો. હજુ વરસાદની સ્થિતિ અને આગાહીના પગલે એસડીઆરએફની એક ટીમને પોરબંદર કલેક્ટરના હવાલે કરવામાં આવી છે અને આ ટીમ પોરબંદર પહોંચ્યા છે.
પાંચ ડેમ પણ છલકાયા
વધુમાં ઉપરવાસથી પણ પાણીની આવક ચાલુ હોય ચાર અંકુશ વિભાગ હસ્તકના છ ભરતી નિયંત્રક સરોવરો છલકાઈ ગયા છે, પાંચ ડેમ પણ છલકાયા છે. ઘેડ વિસ્તારમાં પણ જરૂરી તકેદારી લેવામાં આવી છે.