આપણું ગુજરાત

અતિભારે વરસાદને પગલે રાહત કમિશ્નરે કહ્યું “વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર સજ્જ”

ગાંધીનગર: રાજ્યમાં હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ સૌરાષ્ટ્ર પંથકમાં અનરાધાર વરસાદ પડી રહ્યો છે. અનરાધાર વરસાદને પગલે જુનાગઢ , પોરબંદર , દેવભૂમિ દ્વારકા સહિતના જીલ્લાઓ જળમગ્ન થયા છે . રાજ્યમાં સૌરાષ્ટ્ર અને પશ્ચિમ ગુજરાતના વિસ્તારોમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે પડી રહેલા વરસાદને પગલે રાહત કમિશ્નર આલોક પાંડેએ સરકારની રાહત કામગીરીની માહિતી આપી હતી.

રાહલ કમિશનર આલોક પાંડેએ જણાવ્યું હતું કે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર સજ્જ છે. વધુ વિગતો આપતા જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, મુખ્ય સચિવ રાજકુમાર અને વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા વરસાદની પરિસ્થિતિનું SEOC ખાતેથી સતત મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. રાજ્ય તેમજ જિલ્લા કક્ષાએ 24*7 ઇમરજન્સી ઓપરેશન સેન્ટર કાર્યરત છે.

આ પણ વાંચો : Gujarat માં સૌરાષ્ટ્રમાં વરસાદની તોફાની બેટિંગ ,Porbandar બેટમાં ફેરવાયું, 13 થી વધુ લોકોનું રેસ્ક્યૂ

રાજ્ય કક્ષાએથી જિલ્લા કલેક્ટરઓને વરસાદની પરિસ્થિતિને ધ્યાને રાખીને આવશ્યક પગલાંઓ લેવા સૂચનાઓ આપવામાં આવી છે. રાજ્યમાં જિલ્લાઓની આવશ્યકતા મુજબ NDRFની કુલ 10 ટીમો, SDRFની કુલ 20 ટીમોને રવાના કરવામાં આવી છે. આ ઉપરાંત 5 NDRFની ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, રાજ્યમાં ભારે વરસાદને લીધે કુલ 45 વ્યક્તિઓનો રેસ્ક્યુ તથા 398 વ્યક્તિઓનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે.

છેલ્લા 24 કલાકમાં થયેલ ભારે વરસાદના પરિણામે રાજ્યના 57 ગામો અસરગ્રસ્ત છે. રાજ્યના 9 સ્ટેટ હાઇવે, પંચાયતના 174 રસ્તાઓ તથા અન્ય 26 રસ્તાઓ મળી કુલ 209 રસ્તાઓ પ્રભાવિત થયા છે. ભારે વરસાદને પરિણામે 359 ગામોમાં વીજ પુરવઠાને અસર પહોંચી હતી, જે પૈકી 314 ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કરવામાં આવ્યો છે તથા 45 ગામોમાં કામગીરી પ્રગતિમાં છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button