આપણું ગુજરાત

રેલ્વે મુસાફરો ચેતજો: કનીજ સ્ટેશન પર ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગના કામને લિધે આ ટ્રેનો થશે પ્રભાવિત

વડોદરા: પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ પર વડોદરા-ગૈરતપુર સેક્શનના કનીજ સ્ટેશન પર 21 જુલાઈ 2024ના રોજ નવા ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ કામ માટે પ્રસ્તાવિત બ્લોકને કારણે અમદાવાદ મંડળથી સંચાલિત થતી કે પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે. આ ટ્રેનોમાં નીચેના રૂટની ટ્રેનોનો સમાવેશ થાય છે.

21 જુલાઈ 2024ની રોજ સંપૂર્ણ રદ્દ ટ્રેનો

  1. ટ્રેન નંબર 19036 અમદાવાદ-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ
  2. ટ્રેન નંબર 19035 વડોદરા-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ
  3. ટ્રેન નંબર 09495 વડોદરા-અમદાવાદ મેમુ સ્પેશિયલ
  4. ટ્રેન નંબર 09496 અમદાવાદ-વડોદરા મેમુ સ્પેશિયલ
  5. ટ્રેન નંબર 09400 અમદાવાદ-આણંદ મેમુ સ્પેશિયલ
  6. ટ્રેન નંબર 09399 આણંદ-અમદાવાદ મેમુ સ્પેશિયલ
  7. ટ્રેન નંબર 09328 અમદાવાદ-વડોદરા મેમુ સ્પેશિયલ
  8. ટ્રેન નંબર 09273 વડોદરા-અમદાવાદ મેમુ સ્પેશિયલ
  9. ટ્રેન નંબર 09312 અમદાવાદ-વડોદરા મેમુ સ્પેશિયલ
  10. ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઈન્ટરસિટી એક્સપ્રેસ
  11. ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ

21 જુલાઈ 2024 ની રોજ આંશિક રીતે રદ્દ ટ્રેનો

  1. ટ્રેન નંબર 22953 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ એક્સપ્રેસને વડોદરા સ્ટેશન પર સૉર્ટ ટર્મિનેટ થશે અને આ ટ્રેન વડોદરા-અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ્દ રહેશે.
  2. ટ્રેન નંબર 19034 અમદાવાદ-વલસાડ ગુજરાત ક્વીન એક્સપ્રેસ વડોદરા સ્ટેશનથી સૉર્ટ ઓરિજિનેટ થશે અને આ ટ્રેન અમદાવાદ-વડોદરા વચ્ચે આંશિક રીતે રદ્દ રહેશે.
  3. ટ્રેન નંબર 09311 વડોદરા-અમદાવાદ મેમુ સ્પેશિયલ આણંદ સ્ટેશન પર સૉર્ટ ટર્મિનેટ થશે અને આ ટ્રેન આણંદ-અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ્દ રહેશે.
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…