આજનું રાશિફળ (20-07-24): મેષ, વૃષભ અને વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ હશે Goody Goody…
![Today's Horoscope](https://bombaysamachar.com/wp-content/uploads/2024/04/Rashi-780470-1.webp)
![](https://bombaysamachar.com/wp-content/uploads/2023/11/mesh-1.webp)
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રગતિ અને સમૃદ્ધિ લઈને આવી રહ્યો છે. આજે તમારે તમારા મનમાં ઈર્ષ્યાની ભાવના ન રાખવી જોઈએ, નહીં તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. આ સમયગાળા દરમિયાન તમે તમારા કામને લઈને તણાવમાં રહેશો. જો પરિવારમાં કોઈ સભ્યનું સ્વાસ્થ્ય નબળું હોય તો તેમાં પણ સુધારો થવાની સંભાવના છે. તમારા ઘરે કોઈ મહેમાન આવી શકે છે. તમારે ટ્રાન્ઝેક્શન સંબંધિત બાબતોનું લેખિતમાં સમાધાન કરવું પડશે. તમે તમારા બાળક માટે ભેટ લાવી શકો છો.
![](https://bombaysamachar.com/wp-content/uploads/2023/11/vrushabh.webp)
વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ ખુશીઓ લઈને આવી રહ્યો છે. આજે તમારે બિઝનેસમાં કોઈ પણ મોટું જોખમ લેવાથી બચવાનો રહેશે. ઘર અને બહારના લોકો પાસેથી સારા સમાચાર સાંભળી શકો છો. તમે માતા સાથે સમસ્યાઓ વિશે વાત કરી શકો છો. તમારા પ્રેમ જીવનમાં થોડો તણાવ રહેશે, પરંતુ તમે હજી પણ તમારા સંબંધોને સુધારવાનો પ્રયાસ કરશે. આજે તમારે સાસરિયાવાળા લોકો સાથે વાત કરતાં પહેલાં ખૂબ જ સંભાળવું પડશે.
![](https://bombaysamachar.com/wp-content/uploads/2023/11/mithun-1.webp)
મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ અન્ય દિવસની સરખામણીએ ખૂબ જ સારો રહેવાનો છે. નોકરી કરી રહેલાં લોકો માટે આજનો દિવસ સારો રહેશે, કારણ કે તેમને નવી નોકરી મળી શકે છે. કોઈપણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ તમારે ધીરજ જાળવી રાખવાની જરૂર છે. જો તમારી કોઈ કિંમતી વસ્તુ ખોવાઈ ગઈ હોય, તો તમે તેને પાછી પણ મેળવી શકો છો. તમે તમારી આવક વધારવા માટે કેટલાક નવા રસ્તાઓ શોધી શકશો, જે તમારા માટે સારા રહેશે. મનમાં નકારાત્મક વિચારો ન રાખો.
![](https://bombaysamachar.com/wp-content/uploads/2023/11/kark-1.webp)
કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્રિત પરિણામ આપનારો સાબિત થવાનો છે. તમારે ઉતાવળમાં અને ભાવનાત્મક રીતે કોઈ નિર્ણય લેવાનું ટાળવું પડશે. તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી રહેશે. તમે કેટલાક નિર્ણયો પણ લેશો. તમારા જીવનસાથીને પૂછ્યા વિના તમારા સાસરિયામાંથી કોઈની સાથે કોઈ વ્યવહાર ન કરો, નહીં તો તમારા પરસ્પર સંબંધો બગડવાની સંભાવના છે.
![](https://bombaysamachar.com/wp-content/uploads/2023/11/sih-1.webp)
સિંગ રાશિના જાતકોએ આજે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ ધ્યાન આપવું પડશે. આજે તમે તમારી આસપાસ રહેતા લોકોનો વિશ્વાસ સરળતાથી જીતી શકશો. જો ખાવા-પીવાની આદતોને લગતી કોઈ સમસ્યા તમને લાંબા સમયથી પરેશાન કરી રહી છે, તો તેના પર ધ્યાન આપો. તમે તમારા ઘરમાં કોઈ નવી વસ્તુ લાવી શકો છો. તમે તમારા કામને લઈને થોડા ચિંતિત રહેશો. જીવનસાથી સાથે મળીને આજે તમે તમારા સંતાનના કરિયરને લઈને કોઈ મહત્ત્વનો નિર્ણય લઈ શકો છો.
![](https://bombaysamachar.com/wp-content/uploads/2023/11/kanya-1.webp)
કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ ઉતાર-ચઢાવથી ભરેલો રહેશે. સર્જનાત્મક કાર્યમાં તમને સંપૂર્ણ રસ રહેશે. તમે તમારા ઘરની જરૂરિયાતો પર સંપૂર્ણ ધ્યાન આપશો. આ સમય દરમિયાન, તમને તમારા ઘરેલુ જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓથી પણ રાહત મળશે. તમારે વ્યવસાયમાં નફાની યોજનાઓ પર પણ સંપૂર્ણ ધ્યાન આપવાની જરૂર છે. આજે તમારી અંદર સહકારની ભાવના તમારા મનમાં રહેશે. વિદ્યાર્થીઓએ આજે પરિક્ષાની તૈયારી કરવામાં કોઈ પણ કચાશ બાકી રાખવી જોઈએ નહીં.
![](https://bombaysamachar.com/wp-content/uploads/2023/11/tula-2.webp)
તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈ પણ બિનજરુરી વિવાદોમાં ફસાવવાથી બચવાનો રહેશે. આજે તમે તચમારા કામમાં વ્યસ્ત રહેશો. તમે તમારા પોતાના કરતાં અન્ય લોકોના કામમાં વધુ વ્યસ્ત રહેશો. આસપાસ વધુ દોડધામ થશે. તમારી વાણીમાં નમ્રતા રહેશે, જેના કારણે તમારા મિત્રોની સંખ્યા પણ વધશે. લવ લાઈફ જીવતા લોકોનો જૂનો મિત્ર પાછો આવી શકે છે.
![](https://bombaysamachar.com/wp-content/uploads/2023/11/vrushik-1.webp)
આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેશે. તમે તમારા માતૃપક્ષના લોકો સાથે સમાધાન કરવા જઈ શકો છો. પ્રતિષ્ઠા અને સન્માનમાં વધારો થવાથી તમે ખુશ રહેશો. તમારે કાર્યસ્થળ પર કોઈપણ ભૂલનું પુનરાવર્તન ટાળવું પડશે, નહીં તો તમારા પ્રમોશનને અસર થઈ શકે છે. પરિવારના લોકો તમારી વાતનું સંપૂર્ણ સન્માન કરશે. વૈવાહિક જીવનમાં, તમારે તમારા જીવનસાથીની વાતને મહત્વ આપવું પડશે, નહીંતર સમસ્યાઓ ઊભી થઈ શકે છે.
![](https://bombaysamachar.com/wp-content/uploads/2023/11/dhan-1.webp)
ધન રાશિના જાતકો માટે આજનો દિવસ દરેક કાને ખૂબ જ ધ્યાનથી કરવાનો રહેશે. આજે તમે કોઈ પાસેથી પણ પૈસા ઉધાર કે લોન લીધી હશે તો તે ચૂકવવામાં સફળતા મળી રહી છે. આજે તમે કોઈ ધાર્મિક યાત્રા પર જઈ શકો છો અને એમાં તમારે તમારા માતા-પિતાની પરવાનગી લેવી જોઈએ. પરિવારમાં દરેક વ્યક્તિ તમારું સન્માન કરશે. આજે તમારે પૈસા સંબંધિત કોણ પણ બાબતમાં સાવધાની રાખવી પડશે.
![](https://bombaysamachar.com/wp-content/uploads/2023/11/makar-1.webp)
મકર રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક બાબતોને લઈને ખૂબ જ લાભદાયી રહેવાનો છે. આજે તમને એક કરતાં અનેક સ્રોતમાંથી આવક થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. જો તમે ઉતાવળમાં કોઈ પણ નિર્ણય લેશો તો આજે તમને એને કારણે પરેશાની થઈ શકે છે. સંતાનને આજે સતત સમસ્યાઓનો સામનો કરવો પડશે અને એને કારણે તેમના વર્તનમાં ફેરફાર જોવા મળશે.
![](https://bombaysamachar.com/wp-content/uploads/2023/11/kumbh-1.webp)
કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ લાભદાયી રહેવાનો છે. જો તમે આજે સાસરિયાઓ પાસેથી પૈસાની મદદ માંગશો તો તેમને સરળતાથી એ મદદ મળી જશે. આજે તમારું મન બીજી કેટલીક બાબતોમાં પણ વ્યસ્ત રહેશે, પણ તેમ છતાં તમારા કામ પર એની અસર નહીં જોવા મળે. આજે તમારી આવકમાં પણ વધારો થવાની પૂરેપૂરી શક્યતા છે. પ્રોપર્ટીમાં રોકાણ કરશો તો તમારા કામમાં થોડા અવરોધ આવી શકે છે. આજે માતાને સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક સમસ્યા સતાવી શકે છે.
![](https://bombaysamachar.com/wp-content/uploads/2023/11/meen-1.webp)
મીન રાશિના જાતકો માટે આજનો દિવસ કામના સ્થળે મોટી સિદ્ધિઓ લઈને આવી રહ્યો છે. રાજકારણ સાથે સંકળાયેલા લોકોએ આજે ખાસ સાવધાનીથી આગળ વધવું પડશે. આજે પરિવારના દૂરથી રહેતાં કોઈ સંબંધી પાસેથી આજે સારા સમાચાર સાંભળવા મળી શકે છે. આજે તમે જે પણ કામ હાથ ધરશો એમાં ચોક્કસ તેમને સફળતા મળી રહી છે, કરાણ કે તમને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. ઘરેલું જીવનમાં પ્રેમ અને સહકાર જળવાઈ રહેશે.