ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને મોડેલ નતાશા સ્ટેનકોવિક (Hardik Pandya And Natasa Stankovic)એ ગઈકાલે જ ઓફિશિયલી છુટાછેડાની જાહેરાત કરી છે. દરમિયાન આ જ અઠવાડિયે નતાશા સર્બિયા જવા માટે રવાના થઈ ગઈ હતી અને મુંબઈ એરપોર્ટ તે દીકરા અગસ્ત્ય સાથે જોવા મળી હતી. જોકે, હવે છુટાછેડા બાદ નતાશાએ સોશિયલ મીડિયા પર પહેલી પોસ્ટ કરી છે અને આ પોસ્ટ જોઈને હાર્દિક પંડ્યાનું દિલ પણ એકદમ ગાર્ડન ગાર્ડન થઈ જશે. ચાલો જોઈએ આખરે એવું તે શું પોસ્ટ કર્યું નતાશાએ-
નતાશાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટની સ્ટોરી પર દીકરા અગસ્ત્ય પંડ્યાની એક ઝલક દેખાડી છે. ચોક્કસ જ હાર્દિક નતાશાની સ્ટોરી પર પોતાના ચાર વર્ષના દીકરા અગસ્ત્યની ઝલક જોઈને હેપ્પી હેપ્પી થઈ જશે. છુટાછેડાની જાહેરાત બાદ આ નતાશાની પહેલી સોશિયલ મીડિયા પોસ્ટ છે. નતાશાએ પોસ્ટ કરેલાં વીડિયો અગસ્ત્ય રમતો જોવા મળી રહ્યો છે. આ સાથે સાથે નતાશાએ પોતાની સ્ટોરી પર એક પમ્પકીન અને સાઈકલનો ફોટો પણ શેર કર્યો છે.
અહીંયા તમારી જાણ માટે કે છેલ્લાં કેટલાય સમયથી નતાશા અને હાર્દિક પંડ્યા વચ્ચે કંઈક પણ ઠીક નહોતું ચાલી રહ્યું છે. એટલું જ નહીં પણ અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નમાં પણ હાર્દિ પંડ્યા એકલો જ પહોંચ્યો હતો અને ફેન્સ પણ હાર્દિક એકલો જોવા મળતાં ચિંતામાં મૂકાઈ ગયા હતા.
નતાશા પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સતત ક્રિપ્ટિક પોસ્ટ શેર કરતી હતી. જોકે, બંને જણે આટલા સમય સુધી પોતાની પર્સનલ લાઈફને લઈને કંઈ ખુલાસો નહોતો કર્યો. પરંતુ ગુરુવારે આખરે એક લાંબી પોસ્ટ મૂકીને કપલે પોતાના ડિવોર્સની ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કરી હતી. નતાશાએ આજે શેર કરેલાં અગસ્ત્યના વીડિયોમાં તે હસતો રમતો જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો : શું Hardik Pandya સાથે પણ Natasa Stankovic કરશે Aly Goniવાળી? જાણો શું થયું હતું એ સમયે…
અત્રે ઉલ્લેખનીય છે કે હાર્દિક પંડ્યા અને નતાશાએ 31મી જુલાઈ, 2020ના લગ્ન કર્યા હતા અને જુલાઈ, 2020ના જ અગસ્ત્યનો જન્મ થયો હતો. નતાશા અને હાર્દિેકે હિંદુ અને ક્રિશ્ચિયન બંને પદ્ધતિથી લગ્ન કર્યા હતા