આમચી મુંબઈ

યાત્રીગણ કૃપયા ધ્યાન દેઃ આવતીકાલે સીએસમટીથી છેલ્લી લોકલ આટલા વાગે રવાના થશે

મુંબઈઃ મધ્ય રેલવે દ્વારા આવતી કાલે કર્ણાક બ્રિજના કામ માટે સ્પેશિયલ નાઈટ બ્લોક હાથ ધરવામાં આવશે. આ બ્લોકને કારણે મધ્ય રેલવે પર સીએસએમટી-ભાયખલા (Train Cancel Between CSMT-Byculla) અને હાર્બર લાઈન પર સીએસએમટી-વડાલા (Train Cancel Between CSMT-Wadala) વચ્ચે ટ્રેન વ્યવહાર બંધ રહેશે. આ બ્લોકની અસર સીએસએમટી, કલ્યાણ અને પનવેલથી રવાના થનારી છેલ્લી લોકલ અને લાંબા અંતરની ટ્રેનો પર પણ જોવા મળશે.

મળી રહેલી માહિતી પ્રમાણે છેલ્લાં બે વર્ષથી કોર્ણાક બ્રિજનું કામ ચાલી રહ્યું છે અને આ કામકાજ માટે જ આવતીકાલે એટલે કે શનિવારે મધ્ય રેલવે પર સ્પેશિયલ નાઈટ બ્લોક હાથ ધરવામાં આવશે. શનિવારે રાતે 12.30 કલાકથી વહેલી સવારે 4.30 કલાક સુધી આ બ્લોક હાથ ધરવામાં આવશે, જેને કારણે સીએસએમટી-ભાયખલા અને હાર્બર લાઈન પર સીએસએમટી-વડાલા વચ્ચે ટ્રેનવ્યવહાર સંપૂર્ણપણે બંધ રહેશે.

બ્લોકને કારણે આવતીકાલે સીએસએમટીથી છેલ્લી લોકલ 12.14 કલાકે રવાના કરવામાં આવશે આ લોકલ કસારા લોકલ હશે. એ જ રીતે કલ્યાણથી સીએસએમટી માટે 10.34 કલાકે દોડાવવામાં આવશે. હાર્બર લાઈન પર સીએસએમટીથી 12.13 કલાકે રવાના કરવામાં આવશે અને પનવેલથી સીએસએમટી માટે છેલ્લી લોકલ 10.46 કલાકે રવાના કરવામાં આવશે, એવું મધ્ય રેલવેના અધિકારીએ વધુમાં જણાવ્યું હતું.

આ પણ વાંચો : વિના ‘બ્લોક’ મધ્ય રેલવેમાં લોકલ ટ્રેનોની રફતાર પર બ્રેક, જાણો કેમ?

શનિવારે હાથ ધરવામાં આવનાર આ સ્પેશિયલ મેગા બ્લોકની અસર લાંબા અંતરની મેલ એકસપ્રેસ ટ્રેનો પર પણ જોવા મળશે અને કેટલીક ટ્રેનો દાદર ખાતે જ શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે જેમાં હાવડા- સીએસએમટી સુપર ફાસ્ટ એક્સપ્રેસ, અમૃતસર- સીએસએમટી એક્સપ્રેસ, મડગાંવ- સીએસએમટી જનશતાબ્દી એક્સપ્રેસ, મડગાંવ- સીએસએમટી તેજસ એક્સપ્રેસ, ભુવનેશ્વર-સીએસએમટી કોણાર્ક એક્સપ્રેસ, હાવડા- સીએસએમટી મેઇલનો સમાવેશ થાય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button