આમચી મુંબઈ

નવ મહિનાની બાળકીને ડામ દેનારી માતા સામે ગુનો

થાણે: નવ મહિનાની પુત્રીને ટૉર્ચર કરી ગરમ વસ્તુથી ડામ આપવા બદલ પોલીસે માતા વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ આરોપી મહિલા ભીક્ષુક છે અને થાણે શહેરના ભટવાડી પરિસરમાં રહે છે. પડોશીઓની ફરિયાદને આધારે મહિલા વિરુદ્ધ ગુરુવારે ગુનો નોંધવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : દહેજ મુદ્દે ગર્ભવતી મહિલાની હત્યા: પતિ, સાવકા પુત્રની ધરપકડ

પડોશીઓએ પોલીસને જણાવ્યું હતું કે મહિલા વારંવાર પુત્રીની મારપીટ કરી તેને અતિશય ત્રાસ આપતી હતી. તાજેતરમાં તેણે ગરમ વસ્તુથી બાળકીને ડામ પણ આપ્યા હતા, એમ શ્રીનગર પોલીસ સ્ટેશનના સબ-ઈન્સ્પેક્ટર નીતિન હાંગેએ જણાવ્યું હતું.

જખમી બાળકીને ડોમ્બિવલીના ચાઈલ્ડ કૅર સેન્ટરમાં દાખલ કરાવી પોલીસે આ પ્રકરણે તપાસ હાથ ધરી હતી. મહિલા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સુસંગત કલમો અને જુવેનાઈલ જસ્ટિસ ઍક્ટ હેઠળ ગુનો નોંધાયો હોવાનું પોલીસે જણાવ્યું હતું. (પીટીઆઈ

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button