સ્પોર્ટસ

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર આવ્યો પડખે અને બોલ્યો…‘હાર્દિકે કંઈ ખોટું કર્યું જ નથી તો પછી કેમ તેને….’

નવી દિલ્હી: આગામી 27મી જુલાઈએ પલ્લેકેલમાં શ્રીલંકા સામે શરૂ થતી ત્રણ મૅચની ટી-20 સિરીઝ અને ત્યાર બાદ બીજી ઑગસ્ટે શરૂ થનારી ત્રણ મૅચની વન-ડે સિરીઝ માટે બીસીસીઆઇ દ્વારા ગુરુવારે 15-15 ખેલાડીની ટીમ જાહેર કરી અને એ સાથે નવા હેડ-કોચ ગૌતમ ગંભીરની નવી ઇનિંગ્સનો આરંભ થઈ ગયો. જોકે સૌથી વધુ નામ જો ચર્ચામાં હોય તો એ છે ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાનું. ભારતના એક ભૂતપૂર્વ ખેલાડીએ હાર્દિકને કૅપ્ટનપદેથી દૂર રખાયો છે એ મુદ્દો ઉઠાવ્યો છે.
સર્બિયાની ઍક્ટ્રેસ-પત્ની નતાશા સ્ટૅન્કોવિચ સાથેના ડિવૉર્સને કારણે હાર્દિક અત્યારે માનસિક રીતે ડિસ્ટર્બ્ડ જરૂર હશે, પણ શનિવારે શ્રીલંકામાં શરૂ થનારી ટી-20 સિરીઝમાં તે રમવાનો જ છે. હા, ત્યાર પછીની વન-ડે શ્રેણીમાં તે કોઈક અંગત કારણસર જ નથી રમવાનો. ટી-20 વર્લ્ડ કપમાં હાર્દિક વાઇસ-કૅપ્ટન હતો, પણ શ્રીલંકા સામેની સિરીઝમાં તેને બદલે શુભમન ગિલને વાઇસ-કૅપ્ટન બનાવાયો છે.

ટી-20 ટીમનું સુકાન સૂર્યકુમાર યાદવને સોંપાયું છે. ગૌતમ ગંભીર અને ચીફ સિલેક્ટર અજિત આગરકર આ હોદ્દા માટે સૂર્યકુમારની જ તરફેણમાં હતા. બન્નેનું એવું માનવું હતું કે 2026માં ટી-20નો વર્લ્ડ કપ સંયુક્ત રીતે ભારત અને શ્રીલંકામાં રમાવાનો છે એટલે અત્યારથી જ લાંબા ગાળાને ધ્યાનમાં રાખીને ટી-20 ટીમની કૅપ્ટન્સી વિશે વિચારવું જોઈએ અને એ સ્લૉટમાં તેમને સૂર્યકુમાર બંધબેસતો લાગ્યો હતો.

આ પણ વાંચો : શું Hardik Pandya સાથે પણ Natasa Stankovic કરશે Aly Goniવાળી? જાણો શું થયું હતું એ સમયે…

જોકે હાર્દિકને ટી-20ની કૅપ્ટન્સીથી વંચિત રખાયો એ વિશે ભૂતપૂર્વ બૅટર-ફીલ્ડર મોહમ્મદ કૈફે આઇએએનએસને કહ્યું છે કે ‘ભારતના ટીમ-મૅનેજમેન્ટે હાર્દિકના પડખે રહેવું જોઈતું હતું. વર્લ્ડ કપ સહિતની ટી-20 મૅચોમાં તેનું જે યોગદાન રહ્યું છે, અગાઉ ટી-20 સિરીઝોમાં જે રીતે સફળતાપૂર્વક સુકાન સંભાળી ચૂક્યો છે તેમ જ આઇપીએલમાં ગુજરાત ટાઇટન્સને એક ટાઇટલ અપાવવાની સાથે બૅક-ટુ-બૅક ફાઇનલમાં પહોંચાડી ચૂક્યો છે એ બધુ લક્ષમાં રાખીને ટી-20 કૅપ્ટન તરીકે તેને સપોર્ટ કરવાની જરૂર હતી. તેને કૅપ્ટન્સી ઑફર ન થાય એવું કંઈ ખોટું તેણે કર્યું જ નહોતું.’

કૈફે ઇન્ટરવ્યૂમાં એવું પણ કહ્યું કે ‘હાર્દિક હજી થોડા જ દિવસ પહેલાં ટી-20 વર્લ્ડ કપમાં વાઇસ-કૅપ્ટન હતો. હવે નવા કોચનું આગમન થયું છે એટલે પ્લાનિંગ પણ નવું હશે. સૂર્યા ઘણા વર્ષોથી રમે છે અને તે પણ ખૂબ સારો પ્લેયર છે, ટી-20ના રૅન્કિંગમાં નંબર-વન રહી ચૂક્યો છે અને સુકાન સારી રીતે સંભાળશે એવી આશા રાખું છું. જોકે મને લાગે છે કે ટીમ-મૅનેજમેન્ટે હાર્દિકની પડખે રહેવું જોઈતું હતું. ગંભીર અનુભવી કૅપ્ટન અને કોચ છે અને ક્રિકેટ વિશે તેનામાં બહુ સારી સમજ છે એ વાત ખરી, પણ હાર્દિક વિશે વિચારવું જ જોઈતું હતું. હાર્દિકને ઐસા કોઈ ગલત કામ નહીં કિયા કે ઉનકો કૅપ્ટન્સી ના મિલે.’

હાર્દિક પંડ્યા ભારત વતી ત્રણ વન-ડે અને 16 ટી-20માં કૅપ્ટન્સી સંભાળી ચૂક્યો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…