સુપ્રીમ કોર્ટ આ તારીખે ઇલેક્ટોરલ બોન્ડ્સ યોજનાની SIT તપાસ અંગે સુનાવણી કરશે
નવી દિલ્હી: રોજ ઇલેક્ટોરલ બોન્ડ્સ (electoral bonds) સ્કીમ દ્વારા થયેલી કથિત ગેરરીતીની તપાસ અંગેની અરજી પર સુપ્રીમ કોર્ટે 22 જુલાઈ સોમવારના રોજ સુનાવણી કરશે. અરજીમાં ઇલેક્ટોરલ બોન્ડ્સનો ઉપયોગ કરીને ઇલેક્ટોરલ ફાઇનાન્સિંગના કથિત કૌભાંડની ન્યાયિક દેખરેખ હેઠળ વિશેષ તપાસ ટીમ (SIT) દ્વારા તપાસની માંગ કરવામાં આવી છે. લોકસભા ચૂંટણી પહેલા સુપ્રીમ કોર્ટે 15 ફેબ્રુઆરના રોજ ઇલેક્ટોરલ બોન્ડ્સ (EBs) સ્કીમને ગેરબંધારણીય ગણાવી રદ કરી હતી.
અરજીઓમાં દાવો કરવામાં આવ્યો હતો કે રોજ ઇલેક્ટોરલ બોન્ડ્સનો ડેટા જે સુપ્રીમ કોર્ટના આદેશ પર જાહેર કરવામાં આવ્યો હતો તે દર્શાવે છે કે આમાંથી મોટાભાગનો હિસ્સો રાજકીય પક્ષોને નાણાકીય લાભ માટે ઉપયોગમાં લેવામાં આવ્યો હતો. ઉપરાંત સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI), એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને આવકવેરા વિભાગ જેવી કેન્દ્રીય એજન્સીઓના એક્શન ટાળવા માટે બોન્ડ ખરીદવામાં આવ્યા હતા.
એક અરજદારે આક્ષેપ કર્યો હતો કે “ડેટા દર્શાવે છે કે ખાનગી કંપનીઓએ રાજકીય પક્ષોને કેન્દ્ર સરકાર હેઠળની એજન્સીઓ સામે રક્ષણ માટે ‘પ્રોટેક્શન મની’ તરીકે અથવા અનુચિત લાભોના બદલામાં ‘લાંચ’ તરીકે કરોડો ફંડ ચૂકવ્યા છે. કેટલાક કિસ્સાઓમાં, એવું જોવામાં આવ્યું છે કે કેન્દ્રમાં અથવા રાજ્યોમાં સત્તામાં રહેલા રાજકીય પક્ષોએ જાહેર હિત અને જાહેર તિજોરીના ખર્ચે ખાનગી કોર્પોરેટ્સને લાભ આપવા માટે દેખીતી રીતે નીતિઓ અને/અથવા કાયદાઓમાં સુધારો કર્યો છે, ”
સુપ્રીમ કોર્ટની પાંચ જજની બેન્ચે 15 ફેબ્રુઆરીએ ચૂંટણી બોન્ડ યોજનાને ‘ગેરબંધારણીય’ ગણાવી હતી. કોર્ટે ચુકાદો આપ્યો હતો કે આ યોજના રાજકીય પક્ષોને મળતા ભંડોળ જાહેર કરતી નથી, જે બંધારણની કલમ 19નું ઉલ્લંઘન કરે છે.
જાહેર કરાયેલા ડેટામાં, 1,260 કંપનીઓ અને વ્યક્તિઓએ ₹12,769 કરોડના ઈલેક્ટોરલ બોન્ડ ખરીદ્યા હતા. ટોચની 20, તમામ કંપનીઓનો હિસ્સો ₹5,945 કરોડ હતો.
Also Read –