મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

હેં, Anant-Radhikaના લગ્ન બાદ તરત જ આ કારણે સિમ્પલ આઉટફિટમાં જોવા મળી Isha Ambani!

અઠવાડિયા પહેલાં જ મુકેશ અંબાણી અને નીતા અંબાણી (Mukesh Ambani-Nita Ambani)ના નાના દીકરા અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટ (Anant Ambani-Radhika Merchant)ના લગ્ન સંપન્ન થયા. આ ગ્રેડ ગ્રાન્ડ ઈન્ડિયન વેડિંગમાં દેશ-વિદેશના મહેમાનોનો જમાવડો જોવા મળ્યો હતો. પરંતુ લગ્ન બાદ તરત જ ઈશા અંબાણી એકદમ સિમ્પલ લૂકમાં જોવા મળી હતી, જેની ચર્ચા સોશિયલ મીડિયા પર જોવા મળી રહી છે.

લગ્નમાં અંબાણી પરિવારના દરેક સભ્યે પોતાના ડિફરન્ટ અને મોંઘીદાટ ફેશન સ્ટાઈલથી લાઈમલાઈટ ચોરી લીધી હતી. પરંતુ હાલમાં જ સોશિયલ મીડિયા પર ઈશા અંબાણી (Isha Ambani)નો એક ફોટો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં ઈશા એકદમ સાદા કપડાં અને સિમ્પલ લૂકમાં જોવા મળી રહી છે. જોકે, ઈશાનું આ રીતે ભાઈ અનંતના લગ્ન બાદ તરત બાદમાં જ સિમ્પલ કપડાંમાં દેખાવવાનું કારણ કંઈક અલગ હતું, જેના વિશે આપણે અહીં વાત કરવાના છીએ-

વાત જાણે એમ છે કે અનંત-રાધિકાના લગ્ન અને રિસેપ્શન બાદ તરત જ નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (Nita Mukesh Ambani Cultural Center-NMACC)માં ‘ભક્તિઃકૃષ્ણ કી કલા’ નામનું એક્ઝિબિશન યોજાયું હતું. ભગવાન કૃષ્ણના જીવન પર આધારિત આ એક્ઝિબિશનમાં ઈશા અંબાણી મમ્મી નીતા અંબાણી સાથે પહોંચી હતી.

આ પણ વાંચો : Alia Bhatt To Parineeti Chopra અંબાણી પરિવારની વહુ Radhika Merchantએ મારી બાજી…

લગ્નમાં જ્યાં એક તરફ લોકોએ ઈશાને એકથી ચઢિયાતા એક લૂકમાં જોવા મળી હતી ત્યાં લગ્ન બાદ તરત જ આ ઈવેન્ટમાં પહોંચેલી ઈશા અંબાણી એકદમ સિમ્પલ લૂકમાં જોવા મળી હતી. આ વખતે ઈશાએ ગ્રે-ગ્રીન સેડનો સિમ્પલ સૂટ પહેર્યો હતો અને એની સાથે મેચિંગ દુપટ્ટો કેરી કર્યો હતો. જ્વેલરીમાં આ આઉટફિટ સાથે ઈશાએ નાની નાની બાલી પહેરી હતી અને વાળ ખુલ્લા રાખ્યા હતા. ઈશા આ સિમ્પલ લૂકમાં પણ ઈશા એકદમ બ્યુટીફૂલ અને ગોર્જિયસ લાગી રહી હતી.

નીતા અંબાણીના લૂકની વાત કરીએ તો નીતાએ જાંબુળી રંગની ગોલ્ડન પહોળી બોર્ડરવાળી બનારસી સાડી પહેરી હતી. એસેસરીઝની વાત કરીએ તો નીતા અંબાણી હાથમાં બંગડી, ગળામાં ભારે હાર અને કાનમાં મોટા ઈયરરિંગ્સ પહેર્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button