જાણીતા અભિનેતાની યુવાન પુત્રીનું નિધન, 21 વર્ષની વયે દુનિયાને કર્યું અલવિદા

બોલિવૂડમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. નેવુંના દાયકામાં કેટલીક ફિલ્મોમાં અભિનય કરનાર અભિનેતા અને T-Seriesના સહ-માલિક કૃષ્ણ કુમાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. તેમની યુવાન પુત્રી તિશાનું અવસાન થયું છે. તિશા ભૂષણ કુમારની પિતરાઈ બહેન છે. હવે આ મુશ્કેલ સમયમાં પરિવારના તમામ સભ્યો એકબીજાને ટેકો આપવાનો પ્રયાસ કરી રહ્યા છે.
તિશા માત્ર 21 વર્ષની હતી અને કેન્સર સામે ઝઝૂમી રહી હતી. તિશાને કેન્સરની સારવાર માટે મુંબઈથી જર્મની લઈ જવામાં આવી હતી. પરંતુ તેની હાલતમાં કોઇ સુધારો થયો નહતો. તિશાનું ગઈકાલે જર્મનીની એક હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. પુત્રી તિશાના મૃત્યુથી સમગ્ર પરિવાર શોકમાં ગરકાવ છે. આ સમાચારથી સમગ્ર મનોરંજન ઉદ્યોગ પર ઉદાસી છવાઇ ગઇ છે.
કૃષ્ણ કુમાર મ્યુઝિક કંપની ટી-સીરીઝના દિવંગત સ્થાપક અને ફિલ્મ નિર્માતા ગુલશન કુમારના નાના ભાઈ છે. કૃષ્ણ કુમાર ભારતની સૌથી મોટી સંગીત નિર્માણ કંપની, T-Seriesના સહ-માલિક તરીકે જાણીતા છે.
તેમણે 1993માં ‘આજા મેરી જાન’ નામની ફિલ્મથી અભિનયની દુનિયામાં પોતાના કરિયરની શરૂઆત કરી હતી. 1993માં જ તેની ફિલ્મ ‘કસમ તેરી કસમ’ અને ‘શબનમ’ પણ રિલીઝ થઈ હતી. આ પછી 1995માં તેની ફિલ્મ ‘બેવફા સનમ’ રીલિઝ થઈ અને અહીંથી કૃષ્ણાને સૌથી વધુ લોકપ્રિયતા મળી હતી. કૃષ્ણા છેલ્લે 2000માં રિલીઝ થયેલી ફિલ્મ ‘પાપા ધ ગ્રેટ’નો ભાગ બન્યા હતા. જો કે, તેઓ પોતાના અભિનયથી દર્શકો પર વધારે જાદુ નથી પાથરી શક્યા, પરંતુ નિર્માતા તરીકે કૃષ્ણ કુમારની કારકિર્દી હિટ રહી હતી.
Also Read –