આપણું ગુજરાત
યાત્રીગણ કૃપયા ધ્યાન દે: વરસાદને કારણે પોરબંદરથી ઉપડતી કે આવતી ટ્રેનોને અસર, આ ટ્રેનો રદ
પોરબંદર: હાલ સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો છે, ખાસ કરીને પોરબંદરમાં વરસેલા ભારે વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં પાણી(Rain in Porbandar)ભરાઈ ગયા છે. પોરબંદર-કાનાલુસ સેક્શનમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ જતા, રેલ વ્યવહાર(Rail traffic)ને અસર પહોંચી છે. વેસ્ટર્ન રેલવે ભાવનગર ડિવિઝનના પોરબંદર-કાનલુસ સેક્શનમાં ભારે વરસાદ અને પાણી ભરાવાના કારણે પોરબંદર સ્ટેશનથી દોડતી અને પોરબંદર સ્ટેશન જતી ટ્રેનોને અસર થઈ છે, જેની વિગતો નીચે મુજબ છેઃ
રીશેડ્યુલ કરાયેલી ટ્રેનો:
- ટ્રેન નંબર 12949 પોરબંદર-સાંતરાગાછી સુપરફાસ્ટ ટ્રેન 19.07.2024ના રોજ તેના નિર્ધારિત સમય સવારે 9.10 વાગ્યાના બદલે 6 કલાક મોડી એટલે કે 15.10 કલાકે ઉપડશે.
- ટ્રેન નંબર 19119 ગાંધીનગર કેપિટલ-વેરાવળ એક્સપ્રેસ ટ્રેન 19.07.2024 ના રોજ તેના નિર્ધારિત સમય 10.30 કલાકને બદલે ગાંધીનગર કેપિટલ સ્ટેશનથી 11.30 કલાકે ઉપડશે.
શોર્ટ ટર્મિનેટ/શોર્ટ ઓરિજિનેટ/આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો:
- ટ્રેન નંબર 19571 રાજકોટ-પોરબંદર એક્સપ્રેસ ટ્રેન 19.07.2024 ના રોજ જેતલસર સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે. આમ આ ટ્રેન જેતલસર-પોરબંદર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- ટ્રેન નંબર 19572 પોરબંદર-રાજકોટ એક્સપ્રેસ ટ્રેન 19.07.2024 ના રોજ પોરબંદરને બદલે જેતલસર સ્ટેશનથી ચાલશે. આમ આ ટ્રેન પોરબંદર-જેતલસર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- ટ્રેન નંબર 20938 દિલ્હી સરાઈ રોહિલ્લા-પોરબંદર એક્સપ્રેસ ટ્રેન 19.07.2024 ના રોજ ભાણવડ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે.
સંપૂર્ણપણે રદ ટ્રેનો
- ટ્રેન નંબર 09550/09549 પોરબંદર-ભાણવડ-પોરબંદર ટ્રેનો 19.07.2024 ના રોજ સંપૂર્ણપણે રદ રહેશે.
- ટ્રેન નંબર 09565/09568 પોરબંદર-ભાવનગર-પોરબંદર ટ્રેનો 19.07.2024 ના રોજ સંપૂર્ણપણે રદ રહેશે.
- ટ્રેન નંબર 09516/09515 પોરબંદર-કાનાલુસ-પોરબંદર ટ્રેનો 19.07.2024ના રોજ સંપૂર્ણપણે રદ રહેશે.
રેલવે પ્રશાસને મુસાફરોને થઈ રહેલી અસુવિધા બદલ ખેદ વ્યક્ત કર્યો છે. રેલવેએ યાત્રીઓને ટ્રેનોના સ્ટોપેજ અને સમય વિશે વિગતવાર માહિતી માટે, વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લેવાની સલાહ આપી છે.
Taboola Feed