ઇન્ટરનેશનલ

Earthquake in Chile: ચિલીમાં 7.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો

સેન્ટીઆગો: દક્ષીણ અમેરિકાના ચિલીના એન્ટોફાગાસ્તા(Antofagasta)માં 7.3ની તીવ્રતાનો ભૂકંપ(Earthquake) આવ્યો હતો. યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે(USGS)એ આ માહિતી આપી હતી. USGS એ જણાવ્યું હતું કે આ ભૂકંપ ચીલીના દરિયાકાંઠાના શહેર એન્ટોફાગાસ્તાથી 265 કિલોમીટર પૂર્વમાં 128 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો.

અહેવાલ મુજબ, ભૂકંપ સ્થાનિક સમય મુજબ રાત્રે 9:51 વાગ્યે આવ્યો હતો અને નુકસાનના કોઈ અહેવાલો નથી. ત્યાર સુધી સુનામીની કોઈ ચેતવણી આપવામાં આવી નથી.

આ પહેલા જાન્યુઆરી મહિનામાં તરાપાકાના ઉત્તરી ચિલી પ્રદેશમાં 5.3 તીવ્રતાનો ભૂકંપ 118 કિમીની ઊંડાઈએ આવ્યો હતો. તે સમયે પણ કોઈ નુકસાન નોંધાયું ન હતું.

ચિલી એ વિશ્વના સૌથી વધુ ધરતીકંપની સંભાવના વાળા દેશોમાંનો એક છે. તે પેસિફિક મહાસાગરના “રિંગ ઓફ ફાયર” પર આવોલું છે, જે ધરતીકંપની રીતે સેન્સેટીવ પ્રદેશ છે, ચીલીમાં જ્વાળામુખીઓ આવેલા છે.

વિશ્વના કેટલાક સૌથી ભયંકર ભૂકંપ ચીલીમાં આવી ચુક્યા છે, જેમાં 1960 માં દક્ષિણી શહેર વાલ્ડિવિયામાં 9.5 તીવ્રતાના ભૂકંપનો સમાવેશ થાય છે.

વર્ષ 2010 માં, 8.8-તીવ્રતાનો ભૂકંપ અને ત્યારબાદ સુનામીમાં 500 થી વધુ લોકો માર્યા ગયા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button