તું હંમેશા મારી માટે…… Hardik Pandya સાથે ડિવોર્સની જાહેરાત બાદ Natasaની પોસ્ટ
છેલ્લા ઘણા દિવસોથી નતાસા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યાના છૂટાછેડાના સમાચાર ચર્ચા જગાવી રહ્યા હતા, પરંતુ લાંબા સમય બાદ આ અફવાઓ સાચી પડી. ગઈકાલે, હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિચે તેમના ચાર વર્ષના સંબંધોનો અંત લાવવાની જાહેરાત કરી દીધી. બંનેએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક પોસ્ટ દ્વારા ખુલાસો કર્યો હતો કે બંને પરસ્પર સહમતિથી છૂટાછેડા લેવા જઈ રહ્યા છે.
નતાશા બે દિવસ પહેલા તેના પુત્રને લઇને સર્બિયા પાછી જતી રહી છે. ત્યાંથી તે સોશિયલ મીડિયા પર ફોટા પોસ્ટ કર્યા કરે છે. તેણે તેના ઘરની બહારનો નઝારો પણ બતાવ્યો હતો. 18 જુલાઈએ હાર્દિક પંડ્યાના ભાઈ કૃણાલ પંડ્યાના પુત્રનો જન્મદિવસ હતો. આ ખાસ અવસર પર કુણાલ પંડ્યાની પત્નીએ તેના ઈન્સ્ટા પર ઘણી તસવીરો શેર કરી હતી. નતાશાનું કુણાલ પંડ્યાના પુત્ર સાથે સારું બોન્ડ હતું, તેથી જ આ મુશ્કેલ સમયમાં પણ તે તેને તેના જન્મદિવસ પર શુભેચ્છા આપવાનું ભૂલી નહોતી. તેણે એક બાળકની તસવીર પોસ્ટ કરીને લખ્યું હતું કે, હેપ્પી બર્થ ડે કાઉલી બાઉલી. ભગવાન હંમેશા તને આશિર્વાદ આપે. તુ હંમેશા મારા માટે little pumpkin જ રહેશે. નતાશાએઓ ફોટોની ક્રેડિટ તેના પુત્ર અગસ્ત્યને આપી હતી.
સોશિયલ મીડિયા પર ડિવોર્સની જાહેરાત કરતા બંનેએ લખ્યું હતું કે, પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે ‘અમે આ સંબંધને બચાવવા માટે તમામ પ્રયાસ કર્યા હતા. અમે ખુશીઓ વહેંચી, એક પરિવાર બનાવ્યો અને તે પછી અમારા માટે અલગ થવું મુશ્કેલ નિર્ણય હતો. અમારો એક પુત્ર અગસ્ત્ય છે, જેને અમે બંને સાથે મળીને ઉછેરીશું અને તેને દુનિયાની બધી ખુશીઓ આપવાનો પ્રયત્ન કરીશું. મુશ્કેલની આ ઘડીમાં અમે લોકોને અમારી ગોપનીયતાનું સન્માન કરવા વિનંતી કરીએ છીએ.
જોકે, કંઇ પણ હોય, પણ આ સમાચાર હાર્દિકના ચાહકો માટે ચોંકાવનારા હતા. કોઇનું પણ ઘર તૂટે, પરિવારનો સાથ છૂટે એ ઘટના દુઃખદાયક જ હોય છે.