Jammu Kashmir માં સુરક્ષા દળોને મળી મોટી સફળતા, આતંકીઓને આશ્રય આપનારની ધરપકડ

Doda: જમ્મુ-કાશ્મીરના(Jammu Kashmir)ડોડા જિલ્લાના જંગલ વિસ્તારમાં આતંકવાદીઓની વધતી ગતિવિધિઓ બાદ સુરક્ષા દળો આતંકવાદીઓને સક્રિયપણે શોધી રહ્યા છે. સેનાના 4 જવાનોને મારનાર આતંકવાદીઓની શોધમાં સુરક્ષા દળોએ પાંચમા દિવસે પણ સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યું છે. આ દરમિયાન ડોડામાંથી આતંકીઓના એક મદદગારની ધરપકડ કરવામાં આવી છે જેણે આતંકીઓને ઘણી સુવિધાઓ પૂરી પાડી હતી. શૌકત અલી નામના આ વ્યક્તિ પર સોમવારે એન્કાઉન્ટર પહેલા ઘણા દિવસો સુધી આતંકીઓને આશ્રય આપવાનો અને તેમને ઇન્ટરનેટ આપવાનો આરોપ છે.
પાકિસ્તાન સાથે Wi-Fi દ્વારા વાતચીત કરવામાં આવી હતી
અહેવાલો અનુસાર શૌકતે આતંકીઓને તેના ઘરના વાઈ-ફાઈ દ્વારા પાકિસ્તાનમાં પોતાના હેન્ડલર સાથે વાત કરાવી હતી. આ સમગ્ર ઓપરેશનમાં શૌકતની ધરપકડ એ મોટી સફળતા છે કારણ કે આતંકી હજુ પણ ફરાર છે. ડોડામાં સેનાના કાફલા પર થયેલા આતંકી હુમલા બાદ સેનાએ આજે પાંચમા દિવસે પણ આ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. આતંકવાદીઓને નાબૂદ કરવા માટે સેનાના બે હજાર જવાનોએ 170 કિલોમીટરના વિસ્તારને કોર્ડન કરી લીધો છે અને દરેક ખૂણે ખૂણે સર્ચ કરવામાં આવી રહ્યું છે.
આતંકવાદીઓને ઠાર કરવામાં આવશે
આ ઓપરેશનમાં BSF અને જમ્મુ કાશ્મીર પોલીસની પણ મદદ લેવામાં આવી રહી છે. હેલિકોપ્ટર અને ડ્રોનની મદદથી ગાઢ જંગલોમાં આતંકીઓની શોધ કરવામાં આવી રહી છે. ડોડા કિશ્તવાડ રામબન રેન્જના ડીઆઈજી શ્રીધર પાટીલે કહ્યું કે સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસનું સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સંયુક્ત રીતે આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન ચલાવી રહ્યા છે. તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં આતંકવાદીઓ સાથે બે એન્કાઉન્ટર થઈ ચૂક્યા છે અને સુરક્ષા દળો આતંકવાદીઓની ખૂબ નજીક છે. ડીઆઈજીએ કહ્યું કે તેમને બહુ જલ્દી મારી નાખવામાં આવશે.
Also Read –