આપણું ગુજરાતટોપ ન્યૂઝ

Gujarat માં ભારે વરસાદની આગાહી, છ જિલ્લામાં રેડ એલર્ટ

અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat)આજે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. જેમાં આજે વલસાડ, પોરબંદર, દ્વારકામાં રેડ એલર્ટ આપવામાં આવી છે. સુરત, નવસારી, દાદરાનગર હવેલી દમણ, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ કચ્છ, જામનગર, રાજકોટ, ભાવનગર, વડોદરા, છોટાઉદેપુર, ડાંગ, નર્મદા, ભરૂચ અને તાપીમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

શનિવાર અને રવિવારે પણ ભારે વરસાદની આગાહી

જ્યારે શનિવારે 20મીના રોજ અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ અને દમણ, દાદરાનગર હવેલી અતિ ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ છે. ભરૂચ, તાપી, ડાંગ, ગીર સોમનાથ, દીવ, જુનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકામાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. 21મી જુલાઈના રોજ સુરત, ડાંગ, દમણ, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી, સાબરકાંઠા, અરવલ્લી, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે.

ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

22મી જુલાઈના રોજ સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, ડાંગ, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

બે કલાકમાં કલ્યાણપુરમાં પાંચ ઇંચ વરસાદ

જ્યારે ગુરૂવારે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડ્યો હતો. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ અને અમરેલી સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાથી નદીઓ બે કાંઠે થઈ હતી. ત્યારે મોડી રાત્રે બે વાગ્યાથી ચાર વાગ્યા સુધીના બે કલાકમાં કલ્યાણપુરમાં પાંચ ઇંચ, પોરબંદરમાં 2.3 ઇંચ અને રાણાવાવમાં 1.4 ઇંચ વરસાદ પડ્યો છે. દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં ગુરૂવારે રાત્રિના બે કલાકમાં છ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદથી કલ્યાણપુરના હરીપર ગામમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા.

Also Read –

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે… Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા…