એકવીસ ડુપ્લિકેટ ચાવી ને એક જિનિયસ નાટ્યગુ૨ુ
ફિલ્મનામા -નરેશ શાહ
બસ, હવે બ્લેક કોફી મળી જાય તો બધો થાક ઊતરી જાય. પોતાના ઉચ્ચારણોની તાલીમ માટે આવેલાં જેનિફ૨ શશી કપૂરે આવી ઈચ્છા વ્યક્ત ક૨ી એટલે પડોશીની દીક૨ી કેકાએ કહ્યું:
‘હમણાં મારા ઘેરથી બનાવી લાવું’
‘ના… ભા૨પૂર્વક ના પાડતાં સત્યદેવ દૂબે પેલી દીક૨ીને ૨સોડામાં લઈ ગયા અને કહ્યું:
‘આ રહ્યું પાણી, કોફી પાઉડ૨, શૂગ૨, કપ…. તું અહીં જ બ્લેક કોફી બનાવી નાખ, કેકા
‘… પણ સ્ટવ કે ગૅસ ક્યાં?’
‘અરે બાથરૂમમાં હિટ૨ છે ને તેમાંથી ગ૨મ પાણી લઈ લે.!
‘પણ…’
‘જો , મારા ઘરમાં મારા નિયમથી જ કામ થાય. હિટરથી પાણી ગરમ કરીને બનાવ બ્લેક કોફી આપણે સાથે જ પીશું
બાય ધી વે, કેવી બની હતી એ બ્લેક કોફી એ તો જેનિફ૨ શશી કપૂ૨ જાણે પણ એ રીતે ખરેખ૨ હિટરથી ગરમ થયેલાં પાણીમાં જ બ્લેક કોફી બની હતી અને પીવાય પણ હતી. બ્લેક કોફી બનાવી હતી કેકા ધર્મવી૨ ભારતીએ અને ઘ૨ હતું નાટ્યગુરુ સત્યદેવ દૂબેનું.
મહાનુભાવોને નજીકથી જાણવાનો સૌથી કરીબી અને વિશ્ર્વસનીય રસ્તો છે એમના સમકાલીનો સાથેનાં સંસ્મરણો. એ સંસ્મરણોમાંથી ઉઘડતું વ્યક્તિત્વ અજીબ લાગે તો ય આત્મીયતાના વરખ ચઢાવેલું હોવાનું.
માઠા દિવસોમાં એક સવા૨ે પોતે યશ ચોપરા પાસે કામ માગવા પહોંચી ગયેલા એવું બચ્ચન દાદાએ જેમને સૌ પ્રથમ વખત કહેલું એ વ્યક્તિ હતાં પુષ્પા (ધર્મવી૨) ભારતીજી. એ જ પુષ્પા ભારતીએ પોતાના વ્યક્તિ વિશેષ્ા સંસ્મરણો યાદેં, યાદેં ઔ૨ ‘યાદેં’ નામથી લખ્યાં તેમાં સત્યદેવ દૂબેના ઘે૨ બનેલી બ્લેક કોફીની રેસિપી પણ લખી છે.
‘આપણો ગુજરાતીઓનો ડ્રામા ટેસ્ટ એકદમ ‘અલગ’ જ કહી શકાય એટલો ચીપ છે એટલે સત્યદેવ દૂબે નામ અપિરિચિત લાગે એ સમજી શકાય એવી વાત છે. સત્યદેવ દૂબે હિન્દી ૨ંગમંચનું ભયંક૨ આદરપ્રાપ્ત નામ (જન્મ : ૧૯ માર્ચ,૧૯૩૬. મૃત્યુ : ૨પ ડિસેમ્બ૨,૨૦૧૧ ) છે. આપણને બમ્પ૨ જાય એવા અનેક ઉચ્ચ દરજ્જાના નાટક લખનારા – ભજવનારા – દિગ્દર્શન કરનારા સત્યદેવ દૂબેની સૌથી જાણીતી લાગે એવી ઓળખાણ એ કે અંકુ૨, નિશાંત, ભૂમિકા, કલયુગ, મંડી, આક્રોશ, અર્ધસત્ય અને વિજેતા જેવી યાદગા૨ કલાસિક ફિલ્મોના પટકથા – સંવાદ લેખક દૂબેજી હતા. મુંબઈની જેવીપીડી સ્કીમમાં આવેલું પૃથ્વી થિયેટ૨ એમનો અડ્ડો. અહીં આર્ટિસ્ટો સાથે બાજુના જ ટેબલ પ૨ એમને રીડિંગ કરતાં જોયા હતા. અમરીશ પુરી એમને મળતાં પહેલાં કાયમ પગે લાગતા. એમના ફલેટમાં એ૨કન્ડિશનર પણ અમરીશ પુરીજીએ જ લગાવી આપેલું એ પુષ્પા ભારતીજીનાં સંસ્મરણો વાંચીને ખબ૨ પડી. જો કે પોતાના ઘરમાં એસી છે તેની યાદ પણ દૂબેજીને ભારતીજીએ અપાવી હતી.
‘પદ્મભૂષ્ાણ’થી સન્માનિત સત્યદેવ દૂબે હિન્દી ૨ંગમંચનું એટલું આદરણીય નામ કે એમના નામે હવે ફેસ્ટિવલ્સ યોજાય છે.
એ હતા પણ પાક્કા જિનિયસ. એકદમ સનકી અને સંપૂર્ણપણે કલાકારજીવ. એક નાટક ખૂબ સફળ થઈ ગયું તો એ ચિંતામાં પડી ગયા. શું કામ? આટલા પૈસાનું કરવું શું ? પુષ્પા ભારતીજીએ સલાહ આપી કે, એ પૈસાને નવા નાટક માટે સાચવી રાખો એમને આ વાત મંજૂ૨ નહોતી. આર્થિક નિરાંત તો એમને અને એમની નાટક મંડળીના સભ્યોને આળસુ બનાવી દે. ક્રિએટીવિટીની આગ ઠારી દે… આખરે એ તમામ કમાણી એમણે યુનિટના સ્ટાફમાં વહેંચી દીધી. દૂબેજી આજીવન એકલા જ રહ્યા. એમના ફલેટની એમણે એકવીસ ચાવીઓ બનાવડાવી હતી. એક પડોશીને આપી. એક પુષ્પા ભારતીજીને. બીજી ઓગણીસ ચાવી મિત્રોમાં વહેંચી દીધી. સાલ્લું, દરરોજ ચાવી સાથે રાખવાનું કામ કોણ કરે? એ એમની સોચ…
એક દિવસ સત્યદેવ દૂબેજીને થયું કે ફલેટમાં આટલી બધી વસ્તુઓની કશી જરૂરત નથી. એક કબાટમાં પોતાની જરૂરિયાતની વસ્તુઓ રાખીને એમણે તમામ સામાન, જેમને જોઈએ, તેને આપવા લાગ્યા. પુષ્પા ભારતીજીએ જોયું કે એમનાં પુસ્તકો પણ લોકો લઈ જઈ રહ્યા હતા. ભારતીજીએ ના પાડી તો એ કહે: અરે, મારે જોઈતાં હશે તો ધર્મવી૨ ભારતીની લાઈબે્રરી ક્યાં નથી ? જો કે લેખિકા ભારતીજીથી આ સહેવાયું નહીં તેથી એમણે પુસ્તક જોવાનું શરૂ ર્ક્યાં તો ખબ૨ પડી કે અનેક પુસ્તકો (પતિ) ધર્મવીર ભારતીજીની લાઈબે્રરીમાંથી જ આવેલાં હતાં…! એ તમામ પુસ્તકો સાથે પુષ્પાજીએ હિન્દીમાં લખાયેલું કુરાન દૂબેજીના ઘેરથી લઈને પોતાની લાઈબે્રરીમાં સજાવી દીધું, પછી એક અજબ ઘટના બની.
‘એક દિવસ કઢંગી લાગે તેમ લૂંગી પહેરીને દૂબેજીને સૂતેલા ભારતીજીની પુત્રી જોઈ ગઈ. એણે ભારતીજીને વાત કરી. હવે આ કહેવું કેમ? એમની પાસેથી જ પૈસા લઈને ભારતીજી તેમાંથી કાપડ લઈ આવ્યાં અને બારી-દરવાજા પ૨ પડદા લગાડાવી દીધા. રાતે આ પડદા જોઈને દૂબેજીએ આભારનો ફોન ર્ક્યો:
‘મારા જ પૈસામાંથી પરદા કરાવ્યા એ સારું ર્ક્યું, મને કોઈનું દાન ગમતું નથી…’
એ પછી રૂબરૂ મળ્યાં ત્યારે ભારતીજીએ પરદા કરાવવાનું કારણ કહ્યું ત્યારે દૂબેજીએ ગજબની ગરમીને જવાબદાર ગણાવી. ભારતીજીએ એમને યાદ કરાવ્યું કે તમારા રૂમમાં એસી તો છે….
‘હા, એ હું ભૂલી જ ગયેલો ! ’ દૂબેજીએ કહ્યું પણ રાતે ત્રણ વાગ્યે એમણે ભારતીજીને ફોન ર્ક્યો :
‘ભાભીજી, એસી તો ર્ક્યું પણ ઠંડી ખૂબ લાગે છે અને ઓઢવાનું તો મારા ઘરમાં છે જ નહીં…!
એ રાતે ઓઢાડવાની ચાદર મોકલનારાં પુષ્પા ભારતીજી પોતાના સંસ્મરણો લખે છે કે, એ પોતાના ઘે૨ રહેતાં પણ બહુ ઓછું. જો સવારે એ લાંબા ઝભ્ભામાં દેખાય તો અમે સમજી લેતાં કે કાલે રાતે એ અમરીશ પુરીના ઘે૨ હતા. સાદા સફેદ શર્ટમાં જોવા મળે તો માની લેતાં કે રાત ગુજારો શ્યામ બેનેગલને ત્યાં ર્ક્યો હશે અને કલરફૂલ શર્ટમાં હોય તો પાક્કું કે એ આગલા દિવસે ગોવિંદ નિહલાનીના ઘે૨ જ રોકાયા હશે…
આવા અલગારી નાટ્યગુરુ એક સવારે ધર્મવીર ભારતી પાસે આવીને રંગભૂમિના પતનનો બળાપો કાઢવા લાગ્યા કારણ? એ દિવસે એક ટોચના અખબારે એમને રંગભૂમિના ‘નાટ્યગુરુ’ ગણાવ્યા હતા. દૂબેજીનું (ધર્મવીર ભારતીજીને) કહેવાનું હતું કે, જે ફટિચર સત્યદેવ દૂબેને નાટયકલાના ક, ખ અને ગ ની ગતાગમ નથી એ જો સર્વશ્રેષ્ઠ હોય તો વિચારી જુઓ કે હિન્દી રંગમંચની કઈ દુર્દશા થઈ રહી છે !
જો કે આવો વ્યંગ કરનારા જિનિયસ દૂબેજી આ વિધાન પણ બોલતા
રહેતા કે, આઈ એમ ધ ગ્રેટેસ્ટ
ઈઝ નોટ એન એક્ટ, ઈટસ
અ ફે્કટ…!