આ સપ્તાહ માં ટૂંકા ગાળાના બુધ,શુક્ર રાશિ પરિવર્તન કરવાથી આરોગ્ય બાબતે શુભા-શુભ અસરો જોવા મળશે
આરોગ્યનાં એંધાણ – જ્યોતિષી આશિષ રાવલ
સૂર્ય -ક્ધયા રાશિ(મિત્ર રાશિ)
મંગળ- ક્ધયા-(શત્રુ રાશિ)મધ્યમ ગતિ
બુધ-સિંહ-(મિત્ર રાશિ)તા.૧ ઓકટો.ક્ધયા રાશિ
ગુરુ -મેષ વક્રીભ્રમણ
શુક્ર-કર્ક રાશિ માં તા.૧ ઓકટો.
સિંહ રાશિ
શનિ- કુંભ(સ્વગૃહી)વક્રીભ્રમણ
રાહુ- મેષ વક્રીભ્રમણ
કેતુ- તુલા વક્રીભ્રમણ
રાશિ માં રહેશે.આ સપ્તાહમાં
ગણેશમહોત્સવ ચાલતો હોય તા.
૨૮ અનંત ચતુર્દશી ના રોજ વિસર્જન થશે.
તા.૨૯ શ્રાધ્ધ પક્ષની શરૂઆત થશે.આ સપ્તાહ માં
ટૂંકા ગાળાના બુધ,શુક્ર રાશિ પરિવર્તન કરવાથી શારીરિક,માનસિક તેમજ આરોગ્ય બાબતે શુભા-શુભ અસરો જોવા મળશે.સૂર્ય ક્ધયાસંક્રાંતિ માં અંગારાત્મક યોગ થવાથી વાદ-વિવાદ વકરે, ઝધડાઓ વધે તેની સીધી અસર ઊંઘ,આહાર પર પડવાથી આરોગ્ય બગાડે.બી.પી.ના દર્દીઓએ વિશેષ સંભાળવું.મહીલા વર્ગ ને કમરમચકોડની ફરિયાદ રહે.યુવાવર્ગ માં કબજિયાત સાથે શરીર ઝકડાઇ જવાની સામાન્ય ફરીયાદ મળે.સમય ની અનુકૂળતા મુજબ મૌન રહેવાનો વિનમ્ર પ્રયાસ કરવો.ભગવાન વિષ્ણુ નામ-સમરણ કરવું. લાંબા સમય થી પીડીત રોગીષ્ટ જાતકો ની રોગ,માંદગી હળવાશ માટે વાસી ખોરાક કે દહીં ખાવુ નહીં. સૂર્યોદય સમયે પ્રત્યક્ષ સૂર્યદેવતા ને શુદ્ધ પાણી માં ભરપુર કંકુ સાથે પુષ્પ નાખીને અર્ગ આપવાથી પણ અસાધ્ય બિમારીઓ માં રાહત જણાશે.શ્રાદ્ધ પક્ષમાં નિત્ય જીવદયા કરશો તેનાથી અસાધ્ય બીમારીમાંથી રાહત જણાશે.
(૧) મેષ (અ,લ,ઇ):-
નોકરી-ધંધા માં વધુ કામના ભારણને કારણે ઊંઘ પૂરતી ન થવાથી આરોગ્ય બગાડે.છાતી માં દુખાવો જણાય.યુરીન માં ઇન્ફેક્શન સંભવ.ગણેશજી ઉપાસના સાથો-સાથ ઇષ્ટ ઉપાસના કરવી.રામાયણ ની ચોપાઇ વાંચવી.
(૨) વૃષભ (બ,વ,ઉ):-
તાવ આવી શકે.બી.પી વધી શકે.સપ્તાહ ના અંતે ચક્કર આવવાની સંભાવના.ગરીબોને ભોજન કરાવવું.નિત્ય પૂજા સાથે કુળદેવીના મંત્ર જાપ અવશ્ય કરવા. આત્મવિશ્ર્વાસ ગુમાવવો નહીં.
(૩)મિથુન (ક,છ,ધ):-
આકસ્મિક મુસાફરી કરવાથી પગ દુખવા સાથે તાવ ચડી શકે. એસીડીટી માટે કાળજી આવશ્યક.
ખાનપાન માં સાવધાની રાખવી.શિવ મંદિર માં દેવાધિદેવ મહાદેવ ના દર્શન કરશો. મજૂરો ને જુના કપડા આપવાથી ધાત ટળશે.
(૪)કર્ક (હ,ડ):-
યુરીનમાં બ્લડ આવવાની સમસ્યાઓ આવી શકે.દાંત પડવાથી,વધુ પડતી ઊંઘ આવવાથી રૂટીન કામો ખોરંભે ચડે.માતાજીને ધૂપ દીપ કરીને આરતી અવશ્ય કરવી.રાત્રે સૂતી વખતે હનુમાન ચાલીસા નો પાઠ કરવો.
(૫)સિંહ (મ,ટ):-
કમળો થવાની સંભાવના. વધુ પડતી કસરત કરવાથી શારીરિક થાક વધે.ઓચિંતા તાવ ચડે.કબજિયાત ની જૂની ફરીયાદ હશે તો વધી શકે.ગાયત્રી મંત્રની માળા ત્રણ કરવી. આદિત્ય પૂજન સવારે કરવું.
(૬)ક્ધયા (પ,ઠ,ણ):-
પેટમાં ચાંદા પડી શકે. કોઈપણ જૂની બીમારીઓ વધી શકે, સતત કાળજી રાખવી.કમર પર શારીરિક ઇજા સંભવ. કાળા કૂતરાને દુધ-બિસ્કીટ આપશો.કંજૂસાઈનો અવગુણ છોડવો. શનિ ગ્રહના જાપ નિયમિત કરવા.
(૭)તુલા (ર,ત):-
ભગંદર ની સમસ્યાઓ આવી પડે. હરસ ની તકલીફ હશે તો વધી શકે.ચશ્માના નંબર વધી શકે.ખોડીયાર માતાજી ના દર્શન કરશો.બહાર ગામના ગામતરા ટાળજો. મોડી રાત્રિએ મોબાઇલ ઉપયોગ ના કરશો.
(૮)વૃશ્ચિક (ન,ય):-
આરોગ્ય બાબતે મસા ની સમસ્યા હશે તો વધી શકે.ગુપ્ત અવયવો ઉપર ચામડીને તકલીફ આવે. સપ્તાહ ના અંતે પાણીજન્ય રોગ થી સાવધાન.આયુર્વેદિક દવા ચાલુ રાખો. રેલવે કે પ્લેન પ્રવાસ ના કરશો. દૈવી કવચ નો પાઠ કરશો.
(૯)ધન (ભ,ધ,ફ,ઢ):-
યુવાવર્ગ ને ડાયાબિટીસ આવી શકે. જુના માં જુની બીમારીઓમાંથી રાહત લાવશે.સમય ની અનુકૂળતા મુજબ યોગ વશિષ્ઠ મહા-રામાયણ નું પઠન કરજો.ગાય ને ગોળ સાથે ચણા ની દાળ ખવડાવશો.
(૧૦)મકર (ખ,જ):-
દારૂના સેવન કરનારને કીડની ની સમસ્યાઓ વધે. મોં પર કાળા રંગ ના કુંડાળા જોવા મલે. કંજુસાઈવાળો વ્યવહાર છોડવો. ગરીબો કે ભિક્ષુકોને યથાશક્તિ મદદ કરવી. કૂતરાને દૂધ પીવડાવશો.
(૧૧) કુંભ (ગ,શ,સ):- ગઢીયો વા વધે.વધુ પડતા ખાટા, વાસી તેમજ મફત મળેલ ચીજવસ્તુઓ ખાવી નહીં. હનુમાનજી ના દર્શન કરીને મંદિર માં હનુમાન ચાલીસા પાઠ કરવો.
(૧૨)મીન રાશિ:-
માથા ઉપર શારીરિક ઇજા સંભવ. સીટીઝન બિમારીઓ ભેટમાં મળે. કમરમાં મચકોડ આવે. કનકધારા સ્તોત્ર પઠન કરવું. વારંવાર દાક્તર બદલવા નહીં. દેવાધિદેવ મહાદેવ ને નિત્ય જળાભિષેક કરશો.આર્થિક સ્થિતિ મુજબ શ્રાધ્ધ પક્ષમાં બ્રહ્મ ભોજન સાથે દક્ષિણા અર્પણ કરવી.દેવમંદિરના દર્શન કરવા જવુ. રીંગણા,મેથી,ભાજી,ફુદીનો આ સપ્તાહમાં ખાવા નહીં.આરોગ્ય માટે યોગ્ય નથી.મીઠાઈ ખાવાની બંધ કરશો તો ઊંઘ સારી આવશે. યુવા તેમજ મહિલા વર્ગ માટે આ સમય આરોગ્ય માટે એકંદરે સાનુકૂળ બની રહેશે.દરેક રાશિના જાતકોએ સૂર્યોદય સમયે શુદ્ધ જળના અર્ગ સાથે આદિત્ય નારાયણ સ્તોત્ર નું પઠન કરશો.આયુ,આરોગ્યમાં રાહત ચોક્કસ જણાશે. ઈષ્ટદેવ નો નિત્ય શુધ્ધ ધી નો દીપ પગટાવવાનુ ભૂલશો નહીં.