એક એવી શાપિત ફિલ્મ કે જેણે ખરા અર્થમાં ફિલ્મ સાથે સંકળાયેલા લોકોને કરાવ્યો Horror Experience
અત્યાર સુધી તમે અનેક હોરર ફિલ્મો જોઈ હશે અને ઘણી વખત તો એવું પણ સાંભળવા મળ્યું હશે કે આવી ફિલ્મોના સેટ પર ઘણી વખત પેરાનોર્મલ એક્ટિવિટી પણ જોવા મળી હોય. પણ શું તમને ખબર છે કે હોલીવૂડની એક હોરર ફિલ્મના શૂટિંગ માટે સાચા માનવ હાડપિંજરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો? એટલું જ નહીં પણ આ ફિલ્મને શાપિત ફિલ્મ કહેવામાં આવે છે કારણ કે આ ફિલ્મના સેટ પર છ લોકોના મૃત્યુ પણ થયા હતા. ચાલો, જાણીએ કઈ છે આ ફિલ્મ…
આ ફિલ્મ છયે 1982માં આવેલી સ્ટીવન સ્પિલબર્ગે માઈકલ ગ્રેસ અને માર્ક વિક્ટર સાથે મળીને ધ પોલ્ટરગાઈસ્ટ નામની એક હોરર ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મની સ્ટોરી એવા પરિવાર પર આધારિત હતી કે જેની દીકરીઓ પર ભૂતોનો ઓછાયો હોય છે. આ ફિલ્મનું નિર્માણ એ મેકર્સ માટે પણ એક પડકાર સમાન હતું.
આ પણ વાંચો : મારી સાથે Cheating થઈ છે, લગ્નના 25 દિવસ બાદ જ Zahir Iqbalએ કરી પોસ્ટ…
આ ફિલ્મમાં જ એક સીન હતો જેમાં જોબેથ વિલિયમ્સને માનવ હાડપિંજરવાળા એક પૂલમાં કૂદવાનું હોય છે અને વિલિયમ્સને બિલકુલ અંદાજો નહોતો કે આ સીનમાં વપરાયેલા હાડપિંજર અસલી છે. બાદમાં તેને જાણ થઈ કે તે અસલી હાડપિંજરવાળા પૂલમાં કૂદી હતી. જોકે, એ દિવસોમાં અનેક ફિલ્મોમાં અસલી હાડપિંજર અને મૃતદેહનો ઉપયોગ કરવામાં આવતો હતો, કારણ કે નકલીની સરખામણીએ તે ખૂબ જ સસ્તા પડતાં હતા.
આ ફિલ્મને લઈને એવું પણ કહેવાય છે કે આ ફિલ્મમાં ઉપયોગમાં લેવાયેલા હાડપિંજર શાપિત હતા અને મૃતકોના અનાદરને કારણે ફિલ્મ પણ શાપિત થઈ ગઈ. આ ફિલ્મના સેટ પર જ ચાર કલાકારોના મૃત્યુ થયા હતા અને બે કલાકારના ફિલ્મ રિલીઝ થયાના તરત જ બાદ મૃત્યુ થયા હતા. કોઈ કેન્સરથી મૃત્યુ પામ્યું તો કોઈ ખોટી સારવાર અને કોઈની તો હત્યા કરીને તેમને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા.
એક્ટર વિલ સેમ્પસને પોલ્ટરગાઈસ્ટ 2માં એક જાદુગરની ભૂમિકા નિભાવી હતી. અભિનેતા રિયલ લાઈફમાં પણ જાદુગર છે અને તેમણે અનેક વખત ફિલ્મના મેકર્સને કહ્યું હતું કે તેમને એવું લાગે છે કે આ ફિલ્મના સેટ પર ભૂત-પ્રેત છે. કલાકારોના મૃત્યુની સાથે સાથે જ સેટ પર બનેલી કેટલીક અજીબોગરીબ ઘટનાઓને કારણે લોકોનો આ વાત પર વિશ્વાસ છે. જોકે બાદમાં નિર્માતાઓએ સેટ પર એક અનુષ્ઠાન કરાવ્યું હતું અને ત્યાર બાદ સેટ પર કોઈ અનહોની નહોતી થઈ. પરંતુ ચોંકાવનારી વાત તો એ છે કે એક વર્ષ બાદ સેમ્પસનનું કિડની ફેલ થઈ જવાને કારણે મૃત્યુ થયું હતું.