Sunderdhunga case: ઉત્તરાખંડના દેવીકુંડમાં મંદિર નિર્માણની તપાસ માટે ટીમ રવાના
પિથોરાગઢઃ ઉત્તરાખંડમાં બાગેશ્વર જિલ્લા વહીવટીતંત્રે ૧૨,૦૦૦ ફૂટથી વધુની ઊંચાઇ પર સ્થિત સુંદરઢુંગામાં એક સ્વયંભૂ બાબા દ્વારા ઇકો-સેન્સિટિવ ઝોનમાં બાંધવામાં આવેલા ગેરકાયદે મંદિરનું નિરીક્ષણ કરવા માટે અધિકારીઓની એક ટીમને રવાના કરી છે.
અહીં નજીકના ગામોના રહેવાસીઓની ફરિયાદ અનુસાર આ મંદિરમાં રહેતા અને પોતાને ચૈતન્ય આકાશ તરીકે ઓળખાવતા બાબા મંદિરની નીચે વહેતા પવિત્ર તળાવ દેવી કુંડમાં સ્નાન કરે છે. ગ્રામજનોએ આને અપવિત્ર કૃત્ય ગણાવ્યું છે કારણ કે તેઓ વર્ષમાં એકવાર તેમના દેવતાઓને તળાવમાં સ્નાન કરાવે છે.
આ પણ વાંચો: ઉત્તરાખંડનાં પંચકેદારની દિવ્ય સફર
બાગેશ્વર જિલ્લા મેજિસ્ટ્રેટ(ડીએમ) અનુરાધા પાલે જણાવ્યું હતું કે સુંદરઢુંગા મોકલવામાં આવેલી ૧૪ સભ્યોની ટીમમાં પોલીસ અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એસડીઆરએફ)ના કર્મચારીઓ અને મહેસૂલ અને વન વિભાગના અધિકારીઓનો સમાવેશ થાય છે. બાબા તળાવમાં સ્નાન કરે છે અને પ્રવાસીઓને આમ કરવા માટે પ્રોત્સાહિત પણ કરે છે, એમ જણાવ્યું હતું.
આ પણ વાંચો: Uttarakhand: ઉત્તરાખંડમાં નદીઓ બે કાંઠે, ચારધામ યાત્રા સ્થગિત, ભારે વરસાદની આગાહી
પાલે જણાવ્યું હતું કે ટીમ એ પણ તપાસ કરશે કે નંદાદેવી બાયોસ્ફિયરનો મોટો ભાગ સુંદરઢુંગા પ્રદેશમાં આવે છે તેટલી ઊંચાઇએ માળખાના નિર્માણમાં અભયારણ્યના કાયદાનું ઉલ્લંઘન થયું છે કે કેમ. પોલીસના જણાવ્યા અનુસાર બાબાએ કેટલાક સ્થાનિક લોકોને લાકડા અને પથ્થરથી બનેલા મંદિરના નિર્માણમાં મદદ કરવા માટે સમજાવ્યા હતા. તેમણે લોકોને કહ્યું કે દેવી ભગવતી તેમના સ્વપ્નમાં આવ્યા હતા અને તેમને મંદિર બનાવવાનો આદેશ આપ્યો હતો.”