આમચી મુંબઈમહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર ભાજપ-એનસીપીમાં નવાજૂની થવાના એંધાણઃ આ નેતાએ કર્યો મોટો દાવો

નાગપુર: મહારાષ્ટ્રના રાજકારણમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે (Assembly Election 2024) અનેક નવા રાજકીય ફેરફારો થવાની શક્યતાઓ છે. મહાયુતિ અને મહાવિકાસ આઘાડી પક્ષોમાં અત્યારથી ખેંચાખેંચી જોવા મળી રહી છે. ભાજપના કેટલાક ધારાસભ્યો એનસીપી (એસપી)માં જોડાવવા ઉત્સુક છે એવો દાવો મહારાષ્ટ્રના પૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખે જણાવ્યું હતું કે શરદ પવારની આગેવાની હેઠળના સંગઠનમાં જોડાઈ જવાની પ્રક્રિયા ભૂતપૂર્વ નગરસેવકોના રૂપમાં શરૂ થઈ ગઈ છે.

અજિત પવારની આગેવાની હેઠળના એનસીપીના પિંપરી – ચિંચવડ એકમના વડા અજિત ગવ્હાણે તેમ જ બે ભૂતપૂર્વ નગરસેવકોને રાજીનામાનો ઉલ્લેખ કરી દેશમુખે આ જાણકારી આપી હતી. ગવ્હાણેએ બુધવારે કહ્યું હતું કે તેઓ શરદ પવારના આશીર્વાદ લેશે.

એક વ્યક્તિના શાસનના દિવસો પૂરા થયા: શરદ પવાર

નાગપુરમાં એક પત્રકાર પરિષદ બાદ પત્રકારો સાથેની વાતચીતમાં એનસીપી (એસપી)ના વરિષ્ઠ નેતાએ દાવો કર્યો હતો કે ભાજપના કેટલાક વિધાનસભ્યો પણ તેમના પક્ષનો હિસ્સો બનવામાં રસ ધરાવે છે કારણ કે સરકારમાં પ્રતિનિધિત્વ નહીં મળવાથી તેઓ નિરાશ થયા છે.

અનિલ દેશમુખે વધુમાં જણાવ્યું હતું કે ‘એનસીપીના વિધાનસભ્યો (અજિત પવારની આગેવાની હેઠળના) પણ પાછા ફરશે. જોકે એનસીપી (એસપી)માં કોને લેવા અને કોને નહીં એનો નિર્ણય શરદ પવાર કરશે.’ પક્ષમાં જોડાવવા ઇચ્છુક લોકોમાં અજિત પવારનું નામ છે કે નહીં એવો સવાલ કરવામાં આવતા દેશમુખે કહ્યું હતું કે તેઓ પોતાનો પક્ષ બનાવી રહ્યા છે. તેમને તેનો વિસ્તાર કરવા દો.’

ભાજપ-એનસીપીના નેતાઓ 2019માં શિંદે સીએમ તરીકે ઈચ્છતા નહોતાઃ રાઉતનો દાવો

શરદ પવારે બુધવારે કહ્યું હતું કે તેમના પક્ષમાં કોઈપણ નેતાના સંભવિત પ્રવેશ અંગેનો નિર્ણય સામૂહિક સ્વરૂપે લેવામાં આવશે. તેમણે એ વાતની પુષ્ટિ કરવાનો ઇનકાર કર્યો હતો કે જો અજિત પવાર પાછા ફરવાનું પસંદ કરે તો તેમને સમાવવામાં આવશે કે નહીં.

અજિત પવારે જુલાઈ 2023માં શરદ પવાર દ્વારા સ્થાપિત એનસીપીને વિભાજીત કરી હતી. તેમણે તેમના પ્રત્યે વફાદાર કેટલાક વિધાનસભ્યોને એકનાથ શિંદેના નેતૃત્વવાળી મહાયુતિ સરકારમાં ભાગીદાર બનાવ્યા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે… Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા…