મનોરંજન

Alia Bhatt To Parineeti Chopra અંબાણી પરિવારની વહુ Radhika Merchantએ મારી બાજી…

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નએ દેશ નહીં પણ દુનિયામાં પણ હેડલાઈન્સમાં સ્થાન મેળવ્યું હતું. આ લગ્નને લોકોએ એશિયાની સૌથી મોટા લગ્ન તરીકે ઓળખાતા આ લગ્નમાં ફેશન અને ગ્લેમરનો ગજબનો સંગમ જોવા મળ્યો હતો. બોલીવૂડ-હોલીવૂડની હસીનાઓએ પોતાના ગ્લેમરનો જલવો બિખેર્યો હતો. જોકે, દુનિયાભરની આ રૂપસુંદરીઓ વચ્ચે સેન્ટર ઓફ અટ્રેક્શન બનીને લાઈમ લાઈટ ચોરી લીધી હતી બ્રાઈડ રાધિકા મર્ચન્ટ (Bride Radhika Merchant)એ.
રાધિકાએ પોતાની ક્યુટ સ્માઈલથી જ આ હસીનાઓને ટક્કર આપી હતી. હાલમાં જ્યાં જુઓ ત્યાં રાધિકાના બ્રાઈડલ લૂકની ચર્ચા જ થઈ રહી છે અને એવું કહેવાઈ રહ્યું છે કે રાધિકાએ પોતાના બ્રાઈડલ લૂકથી આલિયા ભટ્ટથી લઈને પરિણીતી ચોપ્રાના બ્રાઈડલ લૂકને ફિક્કો પાડીને એક નવી સ્ટાઈલ સેટ કરી છે.

ચાર-પાંચ વર્ષ પહેલાં સુધી રાણી હાર એ બ્રાઈડ્સની પહેલી પસંદ ગતું એને આલિયા, પરિણીતી અને રકુલપ્રીત જેવી એક્ટ્રેસે સાઈડલાઈન કર્યું હતું. આલિયાએ તો પોતાના લગ્નમાં માત્ર એક સિંગલ નેકપીસ પહેર્યું હતું. પરિણીતીએ પણ આલિયાના લૂકને કોપી કર્યું હતું. પરંતુ રાધિકાએ કંઈક અલગ કરીને રાનીહાર અને એક નાનું ચોકર પહેરીને પોતાના લૂકને આ તમામ એક્ટ્રેસ થી અલગ બનાવ્યો હતો.

આ પણ વાંચો : Viral Video: પ્રેમથી પત્નીને આ નામે બોલાવે છે Anant Ambani…

રાધિકા મર્ચન્ટનો આ બ્રાઈડલ લૂક અને જ્વેલરીને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આ સિવાય રાધિકાએ પહેરેલા બાજુબંધ, હાથફૂલ, માંગટીકા અને ઈયરિંગ્સે પણ તેના લૂકને હટકે બનાવ્યો હતો અને એની સુંદરતામાં ચાર ચાંદ લગાવ્યા હતા.
રાધિકા મર્ચન્ટના બ્રાઈડલ લૂકમાં તમને એક ટિપિકલ ઈન્ડિયન બ્રાઈડ્સનો લૂક જોવા મળશે, જે આજથી 8-10 વર્ષ પહેલાં જોવા મળતા હતા. પહેલાંના સમયમાં બ્રાઈડલ સિંપલ માંગ ટીકો અને ગળામાં એન નાનો અને એક મોટો રાની હાર પહેરતી હતી. એવું કહેવાઈ રહ્યું છે કે આવનારી વેડિંગ સિઝનમાં બ્રાઈડલ રાધિકા મર્ચન્ટથી ઈન્સ્પાયર થઈને આ જ પ્રકારની જ્વેલરી પહેરવાનું પસંદ કરશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button