આમચી મુંબઈ

જીઆરપી કમિશનરે સલામતીની ચેતવણીને અવગણી, ગેરકાયદે હોર્ડિંગને મંજૂર આપી

એસઆઇટી સમક્ષ સસ્પેન્ડેડ આઇપીએસ ઓફિસરનો દાવો

મુંબઈ: જીઆરપી કમિશનર રવીન્દ્ર શિસવેએ ઘાટકોપરમાં મહાકાય ગેરકાયદે હોર્ડિંગ વિશે ફરિયાદ પર કોઇ પગલાં લીધાં નહોતાં અને તેની સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી પણ તપાસી નહોતી, એવો દાવો સસ્પેન્ડેડ આઇપીએસ ઓફિસર કૈસર ખાલીદે હોર્ડિંગ દુર્ઘટનાની તપાસ કરી રહેલી એસઆઇટી સમક્ષ કર્યો હતો.

ઘાટકોપરમાં મે, 2024માં હોર્ડિંગ તૂટીને પેટ્રોલ પંપ પર પડ્યું હતું અને આ દુર્ઘટનામાં 17 જણનાં મોત થયાં હતાં. એ સમયે કૈસર ખાલીદ ગવર્નમેન્ટ રેલવે પોલીસ (જીઆરપી)ના કમિશનર હતા. ખાલીદે એવો દાવો કર્યો હતો કે ઓફિસ નોટ્સ થકી શિસવે સામે આ ફરિયાદ ઉપસ્થિત કરવામાં આવી હતી. ખાલીદને વહીવટી બેદરકારી અને ડીજીપી કાર્યાલયની મંજૂરી લીધા વિના પોતાની મેળે હોર્ડિંગની પરવાનગી આપવામાં અનિયમિતતા બદલ સસ્પેન્ડ કરાયા હતા.

ખાલીદનું નિવેદન ગયા સપ્તાહે મેજિસ્ટ્રેટ સમક્ષ એસઆઇટી દ્વારા દાખલ કરાયેલા આરોપનામાનો હિસ્સો છે. ખાલીદે એસઆઇટીને જણાવ્યું હતું કે તેમણે 200 સ્કવેર ફૂટ સુધીના મહત્તમ આકારના જ હોર્ડિંગને મંજૂરી આપી હતી. સ્થાનિક માટી અને હવામાનની સ્થિતિઓને ધ્યાનમાં લેતાં સાઇટ પર અન્ય હોર્ડિંગ્સ માટે જરૂરી સુરક્ષાની શરતોને આધારે આ મંજૂરી આપી હતી.

આ પણ વાંચો: આ કારણથી જાહેરાતના હોર્ડિંગ્સના નિયમોનું પાલન રેલવેને ફરજિયાત કરવું પડશે

હોર્ડિંગને મંજૂરી આપતી વખતે બાજુના પેટ્રોલ પંપને પણ ધ્યાનમાં લેવાયું હતું. હોર્ડિંગ લગાવનારી ઇગો મીડિયા પ્રા.લિ.ને ટેન્ડર ફાળવણીના આદેશમાં બીપીસીએલ દ્વારા મુકરર વધારાની શરતો પણ લાદવામાં આવી હતી.

19 ડિસેમ્બર, 2022ના રોજ ઇગો મીડિયા દ્વારા હોર્ડિંગનો આકાર 33,600 ચો. ફૂટ કરવાનો પ્રસ્તાવ મૂકી સુધારિત ભાડાં માટે અરજી કરાઇ હતી. જોકે મારા ટ્રાન્સફરનો ઑર્ડર આવ્યો હોવાથી કોઇ પણ નિર્ણય લેવાનો ઇનકાર કરી દીધો હતો અને આ બાબત આગામી જીઆરપી કમિશનર, એટલે કે શિસવે સમક્ષ રાખવા કાર્યાલયને જણાવ્યું હતું, એમ ખાલીદે કહ્યું હતું. (પીટીઆઇ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે… Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા…