જ્હાન્વી કપૂરની તબિયત લથડી, હૉસ્પિટલમાં દાખલ
બોલિવૂડ એક્ટ્રેસ જ્હાન્વી કપૂરના ફેન્સ માટે ખરાબ સમાચાર છે. ફૂડ પોઈઝનિંગના કારણે અભિનેત્રીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી અભિનેત્રીની તબિયત સારી ન હતી. તેની તબિયતમાં સુધારો ન થતો જોઈને પરિવારજનો ચિંતિત થઈ ગયા અને તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા. અભિનેત્રીના નજીકના મિત્રોએ આ વાતની પુષ્ટિ કરી છે. અભિનેત્રીને દક્ષિણ મુંબઈની એચએન રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
તેના પરિવારના સૂત્રોએ જણાવ્યું હતું કે તે છેલ્લા ઘણા દિવસોથી ખૂબ જ નબળાઈ અનુભવી રહી હતી. જે બાદ તેની તબિયત વધુ બગડતાં તેના પરિવારે તેને હોસ્પિટલમાં દાખલ કરવાનો નિર્ણય લીધો હતો. કહેવામાં આવી રહ્યું છે કે તેની હાલત હવે સ્થિર છે અને એક-બે દિવસમાં તેમને રજા આપવામાં આવશે.
આ પણ વાંચો: Ulajh Trailer: જ્હાન્વી કપૂરનો અલગ અવતાર, ટ્રેલર ઈમ્પ્રેસિવ, પિક્ચર અભી બાકી હૈ
જ્હાન્વી હાલમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં જોવા મળી હતી. તે તેના બોયફ્રેન્ડ શિખર પહાડિયા સાથે આવી હતી. અભિનેત્રી અહીં ખૂબ જ મસ્તી કરતી અને ડાન્સ કરતી જોવા મળી હતી. જ્હાન્વી અને રાધિકા સારા મિત્રો છે. અભિનેત્રીએ પણ લગ્નમાં પરફોર્મન્સ આપ્યું હતું.
વર્ક ફ્ર્ન્ટની વાત કરીએ તો જ્હાન્વીની ફિલ્મ ‘ઉલ્જ’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મ બીજી ઑગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થશે. સુધાંશુ સારિયાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં જ્હાન્વી કપૂરની સાથે એક્ટર ગુલશન દેવૈયા લીડ રોલમાં જોવા મળશે. આ સિવાય રોશન મેથ્યુ અને આદિલ હુસૈન પણ આ ફિલ્મનો ભાગ હશે. ‘ઉલ્જ’ બોક્સ ઓફિસ પર વિક્રાંત મેસીની ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ સાથે ટકરાશે.