Augustથી Central Railwayના પ્રવાસીઓનો પ્રવાસ બનશે આરામદાયક, જાણો કઈ રીતે?

મુંબઈઃ લોકલ ટ્રેન એ મુંબઈગરાની લાઈફલાઈન છે અને મુંબઈગરાનો પ્રવાસ આરામદાયક બને એ માટે રેલવે દ્વારા સતત પ્રયાસો કરવામાં આવયા છે. થોડાક સમય પહેલાં જ રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણને (Railway Minister Ashwini Vaishnaw)એ લોકલ ટ્રેનોની સંખ્યા વધારવાના આદેશ આપ્યા હતા. આ આદેશને પગલે જ મધ્ય રેલવેના પ્રવાસીઓનો પ્રવાસ આરામદાયક બને એ માટે ઓગસ્ટ મહિનાથી નવું ટાઈમટેબલ (New Timetable In August)અમલમાં મૂકાય એવી શક્યતા છે. આ નવા ટાઈમટેબલ અનુસાર દાદર સ્ટેશનથી 10 લોકલ દોડાવવાનો નિર્ણય રેલવે (Railway Announce 10 Dadar Local Train)દ્વારા લેવામાં આવ્યો છે.
રેલવે અધિકારી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર દાદરથી 10 લોકલ ટ્રેન શરૂ કરવાનો નિર્ણય મધ્ય રેલવે દ્વારા લેવામાં આવ્યો છે જ્યારે પરેલથી 24 એડિશનલ સર્વિસ શરૂ કરવાનો નિર્ણય પણ રેલવે દ્વારા લેવામાં આવ્યો છે. સીએસએમટીથી રવાના થનારી 10 લોકલ ટ્રેન દાદર દોડાવવામાં આવશે, જેમાં પાંચ અપ અને પાંચ ડાઉન લોકલ ટ્રેનનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત પરેલ સ્ટેશન પરથી પણ 22 સર્વિસ દોડાવવામાં આવી રહી હોઈ હવે નવી એડિશનલ સર્વિસ સાથે પરેલથી રવાના થનારી લોકલ ટ્રેનની સંખ્યા 46 જેટલી થઈ ગઈ છે. કસારા-કર્જતથી પ્રવાસ કરનારા મોટાભાગના પ્રવાસીઓ દાદર ઉતરે છે અને દાદરથી પ્રવાસ કરનારા પ્રવાસીઓની સંખ્યા પણ ખૂબ જ મોટી છે. જેને રેલવે દ્વારા દાદરથી લોકલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયને કારણે દાદરથી પ્રવાસ કરનારા પ્રવાસીઓનો પ્રવાસ આરામદાયક બનશે.
આ પણ વાંચો : Central Railwayમાં ટ્રેનોની અનિયમિતતા અને અન્ય સમસ્યાના ઉકેલ માટે પ્રવાસી સંગઠને કરી આ અપીલ
દાદર ઉપરાંત કલવા અને મુંબ્રાથી પ્રવાસ કરનારા પ્રવાસીઓને પણ નવા ટાઈમટેબલને કારણે આરામ મળશે. સવાર-સાંજના ધસારાના સમયે એક એડિશનલ લોકલને આ સ્ટેશન પર હોલ્ટ આપવામાં આવ્યો છે. જ્યારે થાણા સુધી દોડાવવામાં આવતી છ લોકલ ટ્રેનોને કલ્યાણ સુધી લંબાવવામાં આવી છે.
ટૂંકમાં કહીએ તો નવા ટાઈમટેબલ કરવામાં આવેલી જોગવાઈઓને જોતા મધ્ય રેલવે પર પ્રવાસ કરતાં પ્રવાસીઓની હાલાકીનો અંત આવશે અને તેમનો પ્રવાસ આરામદાયક બનશે, એવો વિશ્વાસ વ્યક્ત કરાઈ રહ્યો છે