એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે...
જીવવા માટે તમામ હ્યુમન ઓર્ગન્સ ખૂબ જ જરૂરી હોય છે, અને આજે આપણે અહીં આવા જ એક ઓર્ગન વિશે વાત કરવા જઈ રહ્યા છીએ
એક વ્યક્તિને ભગવાને બે કિડની આપી હોય છે એ તો તમામ લોકો જાણે છે
પણ શું તમને એ ખ્યાલ છે કે એક કિડની પર માણસ કેટલું જીવી શકે? ચાલો તમને આજે જણાવીએ
એક કિડની પર કેટલો સમય જીવી શકાય એ વિશે વાત કરીએ એ પહેલાં બોડીમાં કિડની શું કામ કરે છે એના વિશે વાત કરીએ
કિડની શરીરમાં રહેલાં નકામા પદાર્થોને બહાર કાઢવાનું કામ તો કરે જ છે, પણ એની સાથે સાથે મેટાબોલિઝમને રેગ્યુલેટ પણ કરે છે
ઘણી વખત કિડની ડોનેશન કે કોઈ બીમારીને કારણે વ્યક્તિ પાસે એક જ કિડની રહી જાય છે
નિષ્ણાતોની વાત પર વિશ્વાસ કરીએ તો એક વ્યક્તિને જીવવા માટે એક જ કિડની પૂરતી હોય છે
કેટલાક લોકોને તો જન્મજાત જ એક કિડની પર જીવન વિતાવવાનો વારો આવે છે
એક કિડની સાથે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારની મુશ્કેલી વિના નોર્મસ લાઈફ જીવી શકે છે
ઘણા લોકોમાં એવી માન્યતા પ્રવર્તે છે કે એક કિડની બાદ વ્યક્તિનું જીવન કપરું બની જાય છે
વ્યક્તિને જીવનમાં એક કિડનીને કારણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, પરંતુ હકીકતમાં એવું નથી હોતું