આપણું ગુજરાત

સહકારી ક્ષેત્ર માટે ગુજરાત સરકારની મહત્વની પહેલ, 33 જિલ્લામાં આ પહેલ લાગુ કરવામાં આવશે

ગાંધીનગર: સહકારી ક્ષેત્ર(Co-operative sector)ને બધું સક્ષમ બનાવવા ગુજરાત સાકારે (Government of Gujarat) મહત્વની પહેલ શરુ કરી છે. બે જિલ્લાઓમાં પ્રાયોગિક ધોરણે “સહકારી મંડળીઓ વચ્ચે સહકાર” પહેલ સફળતાપૂર્વક શરૂ કર્યા પછી, રાજ્ય સરકારે આ પહેલને તમામ 33 જિલ્લામાં લાગુ કરવાનો નિર્ણય લીધો છે. આ પહેલનો ઉદ્દેશ ગુજરાતની હજારો સહકારી મંડળીઓમાં તેમના બેંક ખાતાઓ અને વિવિધ જિલ્લા અને રાજ્ય સહકારી બેંકોમાં જમા નાણાનું કેન્દ્રિયકરણ કરીને સહકાર વધારવાનો છે.

રાજ્ય સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ પહેલની કલ્પના કેન્દ્રીય સહકાર પ્રધાન અમિત શાહ દ્વારા કરવામાં આવી હતી. ગત વર્ષે ગુજરાતના બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લામાં પ્રાયોગિક ધોરણે આ પહેલ શરૂ કરવામાં આવી હતી. ગુજરાતના સહકાર પ્રધાન જગદીશ વિશ્વકર્મા(Jagdish Vishwakarma)એ જણાવ્યું હતું કે પ્રાયોગિક ધોરણે શરૂ કરાયેલા આ પ્રોજેક્ટની સફળતા બાદ સરકારે આ પહેલને ગુજરાતના તમામ 33 જિલ્લામાં લાગુ કરવાનો નિર્ણય લીધો છે.

જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે બે જિલ્લાઓમાં આ પ્રોજેક્ટ હેઠળ સહકારી મંડળીઓ અને તેમના સક્રિય સભ્યો દ્વારા જિલ્લા સહકારી બેંકોમાં ચાર લાખથી વધુ નવા ખાતા ખોલવામાં આવ્યા હતા, જેના પરિણામે બેંક થાપણોમાં રૂ. 966 કરોડથી વધુનો વધારો થયો હતો. આ બે જિલ્લાઓની સહકારી મંડળીઓમાં 1,700 થી વધુ ‘માઈક્રો એટીએમ’ સ્થાપિત કરવામાં આવ્યા છે.

જગદીશ વિશ્વકર્માએ કહ્યું “આ પહેલ હેઠળ વિવિધ કોમર્શિયલ બેંકોમાં સહકારી મંડળીઓ અને તેમના સભ્યોના વર્તમાન બેંક ખાતાઓને એકીકૃત કરવામાં આવ્યા, અને તેમને એક કેન્દ્રીયકૃત જિલ્લા/રાજ્ય સહકારી બેંકો હેઠળ લેવામાં આવ્યા છે.”
પ્રધાને કહ્યું કે આનાથી કામકાજમાં સુધારો કરવામાં મદદ મળશે સહકારી મંડળીઓ ધિરાણની જરૂરિયાતો પૂરી કરવામાં મદદ થશે અને આ પહેલ ખાતરી કરે છે કે સહકારી મંડળીઓની સામૂહિક મૂડી અન્ય સહકારી મંડળીઓ દ્વારા ઉપયોગ માટે ઉપલબ્ધ છે.

સરકારે નિવેદનમાં કહ્યું કે આ પાયલોટ પ્રોજેક્ટ જૂન 2023 અને જાન્યુઆરી 2024 વચ્ચે બે જિલ્લામાં શરૂ કરવામાં આવ્યો હતો. નિવેદન મુજબ, પ્રોજેક્ટ સમયગાળા દરમિયાન, 1,048 દૂધ મંડળીઓના વર્તમાન બેંક ખાતાઓ જિલ્લા સહકારી બેંકો સાથે એકીકૃત કરવામાં આવ્યા હતા અને વધારાના ભંડોળ તેમના નવા બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button