આમચી મુંબઈ

મુંબઈમાં આગામી બેથી ત્રણ કલાકમાં ભારે વરસાદની શક્યતા

મુંબઇઃ મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. બે દિવસના આરામ બાદ ફરી વરસાદ શરૂ થયો છે. હવામાન વિભાગે આગામી બેથી ત્રણ કલાકમાં મુંબઈમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે.

મુંબઈ અને તેના ઉપનગરોમાં વહેલી સવારથી જ ભારે વરસાદ પડી રહ્યો છે. દરમિયાન, હવામાન વિભાગે માહિતી આપી છે કે મુંબઈમાં આગામી બેથી ત્રણ કલાકમાં ભારે વરસાદ પડી શકે છે.

આજે સવારે 5:30 વાગ્યા સુધી શહેરમાં 51.8 મિમી અને ઉપનગરોમાં 27 મિમી વરસાદ નોંધાયો હતો. વહેલી સવારથી બોરીવલી, દહિસર, વિલેપાર્લે, ગોરેગાંવ, ખાર અને બાંદ્રાના ઉપનગરોમાં વરસાદે જોર પકડ્યું છે. છેલ્લા એક બે કલાકથી સતત વરસાદ પડી રહ્યો છે. શહેરના મલબાર હિલ, ચર્ચગેટ, કોલાબા, નરીમાન પોઈન્ટ વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે.

દરમિયાન રાજ્યભરમાં વરસાદની સંભાવના છે. કોંકણ અને ઘાટ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ચોમાસાનું લો પ્રેશર વિસ્તાર દક્ષિણ તરફ છે અને પશ્ચિમ બંગાળની ખાડી સુધી નીચા દબાણનો વિસ્તાર સક્રિય છે. ગુજરાતથી ઉત્તર કેરળના દરિયાકાંઠે સમાંતર નીચા દબાણનું ક્ષેત્ર યથાવત હોવાથી આગામી બેથી ત્રણ દિવસ રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે, એમ હવામાન ખાતાએ જણાવ્યું છે અને લોકોને સાવધાની વર્તવાની પણ સૂચના આપી છે.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button