મનોરંજન

ઐશ્વર્યા રાયથી અલગ થવાના સમાચાર વચ્ચે અભિષેક બચ્ચને આ શું કર્યું…?

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન બાદ ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન વચ્ચેના સંબંધો ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે . બંનેને લઈને વિવિધ વાતો ચાલી રહી છે. આ દરમિયાન તેમના અલગ થવાની અફવાઓ પણ જોર પકડી રહી છે. ઘણી વખત આવા અહેવાલો સામે આવ્યા હતા કે બંને વચ્ચે કંઈ જ બરાબર નથી થઈ રહ્યું. ઘણા પ્રસંગોએ, ઐશ્વર્યા રાય બચ્ચન પરિવાર વિના જોવા મળી હતી અને આનાથી અલગ થવાના સમાચારને વધુ બળ મળ્યું હતું. આ પહેલા પણ ઘણી વખત આરાધ્યા અને ઐશ્વર્યા એકલા જોવા મળ્યા હતા. ગયા વર્ષે, પેરિસ ફેશન વીકમાં પણ, બચ્ચન પરિવાર નવ્યા નંદાને ચીયર અપ કરતો જોવા મળ્યો હતો, પરંતુ આરાધ્યા એકલી ઐશ્વર્યાને સપોર્ટ કરતી હતી.

આ સમાચારો વચ્ચે અભિષેક બચ્ચને કંઈક એવું કર્યું છે જેના કારણે તે ચર્ચામાં આવી ગયો છે. અભિષેક બચ્ચને સોશિયલ મીડિયા પર એક ભગ્ન દિલની પોસ્ટને લાઈક કરી છે, જેના પછી લોકો તેને તેના અંગત જીવન સાથે જોડી રહ્યા છે. આ પોસ્ટ છૂટાછેડા અને તૂટેલા હૃદય સાથે સંબંધિત હતી. હવે આ પોસ્ટ પર અભિષેકની પ્રતિક્રિયાએ દરેક ફેન્સને ચોંકાવી દીધા છે.

અભિષેક બચ્ચને આ પોસ્ટ લાઈક કરી છે. હીના ખંડેલવાલ નામની લેખિકાએ આ પોસ્ટ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તેમાં લખ્યું છે કે… ‘હવે પરિણીત યુગલો અલગ થઈ રહ્યા છે. તેમના નિર્ણય પાછળનું કારણ શું છે અને ગ્રે ડિવોર્સ કેમ વધી રહ્યા છે? છૂટાછેડા કોઈના માટે આસાન નથી. સુખી કુટુંબ કોને ન જોઈએ? કોણ તેમની વૃદ્ધાવસ્થા તેમના દંપતિ સાથે પસાર કરવા માંગતું નથી? પરંતુ એવું હંમેશા થતું નથી કે તમે જે ઈચ્છો છો તે થાય છે.

જ્યારે લેખિકે આ પોસ્ટ શેર કરી, ત્યારે અભિષેક બચ્ચનને તેને લાઇક કરી હતી. હીનાએ આ લાઇકનો સ્ક્રીન શોટ પણ તેના એકાઉન્ટ પર શેર કર્યો હતો. આ પોસ્ટ વાયરલ થઈ રહી છે. લોકો આના પર કોમેન્ટ કરી રહ્યા છે. જો કે આ મામલે અત્યાર સુધી કપલ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button