નેશનલ

CM Yogi Adityanathની બેઠકમાં આ નેતા હાજર ન રહેતા અટકળોનું બજાર તેજ

લખનઉઃ છેલ્લા થોડા સમયથી ઉત્તર પ્રદેશનું રાજકારણ ગરમાયું છે. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે યોજેલી બેઠકમાં પણ ભારે તડાફડી થઈ ત્યારે આ બેઠકમાં એક મહિલા નેતાની ગેરહાજરી પણ ચર્ચાનો વિષય બન્યો છે. લોકસભાની ચૂંટણીના પરિણામો અને આવનારી પેટચૂંટણીની સમીક્ષા કરવા માટે આ બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં અનુપ્રિયા પટેલ અને તેમના પતિ આશિષ પટેલ હાજર રહ્યા ન હતા.

લોકસભા ચૂંટણી 2024માં ઉત્તર પ્રદેશમાં સારુ પ્રદર્શન ન કર્યા બાદ સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (BJP)ની છાવણીમાં હલચલ મચી ગઈ છે. તાજેતરમાં, ભાજપના રાષ્ટ્રીય સંગઠન મંત્રી બીએલ સંતોષે સીએમ યોગી આદિત્યનાથ સહિત પાર્ટીના ઘણા વરિષ્ઠ નેતાઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. આ દરમિયાન ભાજપના સહયોગી અને અપના દળ (એસ)ના વડા અનુપ્રિયા પટેલ હાજર રહ્યા ન હતા.

અનુપ્રિયા પટેલ લોકસભા ચૂંટણીના પરિણામો બાદ ભાજપ પર પ્રહાર કરતી જોવા મળી રહી છે. તાજેતરમાં સીએમ યોગીએ હારની સમીક્ષા કરવા માટે વિભાગીય સ્તરની બેઠક બોલાવી હતી, જેમાં અનુપ્રિયા પટેલ અને તેમના પતિ આશિષ પટેલ હાજર રહ્યા ન હતા. અનુપ્રિયા મોદી સરકારમાં મંત્રી છે જ્યારે તેના પતિ યોગી સરકારમાં મંત્રી છે. અનુપ્રિયા યોગી સરકારના ઘણા નિર્ણયોથી નારાજ છે ત્યારે હવે તેમનું અને તેમના પતિનું બેઠકમાં ગેરહાજર રહેવું ભાજપ માટે વધારે અકળાવનારું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button