આપણું ગુજરાત

Junagadh: ગીર નજીકથી વધુ એક એક સિંહણ અને બે બાળ સિંહનો શંકાસ્પદ મૃતદેહ મળ્યો

જુનાગઢઃ જિલ્લામાં સિંહોની માઠી દશા બેઠી હોય તેમ એક બાદ એક સિંહ કમોતે મરી(Death of lions in Gir) રહ્યા છે. થોડા સમય પહેલા વિસાવદર પંથકમાં ઓઝત નદીના પટમાંથી સિંહનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો હતો. ત્યારે જુનાગઢ જિલ્લામાં માળીયાહાટીના તાલુકાના ખોરાસા ગીર નજીકથી એક સિંહણ અને બે બચ્ચાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યાની ઘટના બની છે. ત્રણેયના મોત શા કારણે થયા તે અંગેની હજુ વન વિભાગ તપાસ કરી રહી છે. પોલીસ અને વન વિભાગે ઘટના સ્થળે પહોચી મૃતદેહ મળ્યા એ જગ્યાનો રસ્તો બંધ કરી સમગ્ર ઘટના અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

સૂત્રોના પાસેથી મળતી મહિતી મુજબ જુનાગઢ જિલ્લામાં ખોરાસા ગીરથી જુના પાતળાના રસ્તા પર એક સિંહણ અને બે બચ્ચા મૃત હાલતમાં મળતા સ્થાનિકોએ તંત્રને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા પોલીસ અને વન વિભાગનો સ્થાનિક સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.

| Also Read: ભાજપના ગઢમાં જ ગાબડાં પડ્યા કે શું ? યુપીની સાથે ગુજરાતના રાજકારણમાં પણ છે નવાજૂનીના એંધાણ!

વન વિભાગના ઉચ્ચ અધિકારીના જણાવ્યા પ્રમાણે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી અને આસપાસના રેન્જમાંથી વન વિભાગનો સ્ટાફ બોલાવી તપાસ કરવામાં આવી રહી છે, અને સ્થાનિક પોલીસની મદદ લઈ બનાવ સ્થળની આસપાસના વિસ્તારમાં સ્કેનિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. વન વિભાગના જણાવ્યા પ્રમાણે ત્રણેય મૃતદેહનું પેનલ ડોક્ટર દ્વારા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ થશે ત્યારબાદ મોતનું ચોક્કસ કારણ સામે આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button