આપણું ગુજરાત

ભાજપના ગઢમાં જ ગાબડાં પડ્યા કે શું ? યુપીની સાથે ગુજરાતના રાજકારણમાં પણ છે નવાજૂનીના એંધાણ!

ગાંધીનગર: લોકસભાની ચૂંટણીમાં ભાજપને અપેક્ષા કરતાં મળેલી બેઠકોએ ભાજપને પોતાની તરફ એકવાર પાછું વાળીને નજર નાખવા મજબૂર કરી દીધા છે. હાલ ઉત્તર પ્રદેશમાં બદલાઈ રહેલા રાજનીતિના પ્રવાહોની અસર માત્ર એક રાજ્ય પૂરતી સીમિત નથી. ભલે ગુજરાતને ભાજપનો ગઢ ગણવામાં આવતો હોય પરંતુ અહી પણ સતત ઘટેલી દુર્ઘટનાઓના પરિણામે ભૂપેન્દ્ર પટેલની સરકારની સામે પણ પ્રશ્નો ઊભા થવાની ચર્ચા હાલ રાજકીય જગતમાં જોવા મળી રહી છે. જો કે ઘણા સમયથી સરકાર કે સંગઠન ફેરફાર વિહોણું બનીને યથાવત ચાલી રહ્યું છે પરંતુ હવે 15 મી ઓગષ્ટ સુધીમાં ફેરફારો થાય તેવા સંકેતો મળી રહ્યા છે.

2024 ની લોકસભા ચૂંટણીમાં ભાજપને તેના ધાર્યા કરતાં ઘણી ઓછી સફળતા મળી છે. ભાજપના ગઢ ગુજરાતમાંથી પણ એક બેઠક પર કોંગ્રેસનો પંજો મજબૂતીથી જીત્યો છે. આ બાદ સંસદન પહેલા જ સત્રમાં રાહુલ ગાંધીએ 2027માં ભાજપને ગુજરાતમાં હરાવવાની ચેલેન્જ આપી છે. હાલ સૌપ્રથમ તો બદલાવનો દોર ભાજપના સંગઠનથી શરૂ થાય તેવું માનવામાં આવી રહ્યું છે. પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટિલ હવે કેન્દ્રીય મંત્રી બની જતાં આ પદ પર નવો ચહેરો આવે તેવી શક્યતાઓ છે, જો કે હાલ સહકારી ક્ષેત્રની ચૂંટણીઓમાં ભાજપનો આંતરિક વિખવાદ બહાર ઝળકી આવ્યો હતો અને પાટીલની સામે આ એક પ્રકારનો બંડ હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે.

આ સાથે જ ભાજપમાં સતત ચાલેલા ભરતીમેળા બાદ હવે કોંગ્રેસ કે અન્ય પક્ષમાંથી કેસરિયા ધારણ કરેલા અને પેટા ચૂંટણીઓમાં જીતીને ધારસભ્ય પુનઃ ધારસભ્યો બનેલા નેતાઓને પણ સંતોષ આપવા માટે કોઈ ખાતું આપવું પડશે. એક બીજું કારણ એ પણ છે કે વિપક્ષના નેતાઓ મંત્રીપદ આપવાની શરતે જ ભાજપમાં આવ્યા હતા. આ માટે હવે મંત્રીમંડળનું પણ વિસ્તરણ કરવામાં આવે તેવી શક્યતાઓ છે.

ભલે ગુજરાતની પ્રજાએ વિધાનસભામાં ભાજપને 156 બેઠકો આપી હોય અને હાલ કુલ મળીને 161 બેઠકોના સંખ્યાબળ સુધી પહોંચ્યું હોય પરંતુ રાજ્યમાં મોરબી દુર્ઘટના, હરણી બોટ દુર્ઘટના અને રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ જેવી ઘટનાઓએ સરકારની છબી ખરડી છે. આ ઘટનાઓ બાદ સરકારની સામે અનેક પ્રશ્નો તો ઊભા થયા જ છે. રાજ્યમાં પૂર્ણ બહુમત વાળી મજબૂત સરકાર હોવા છતા સ્થાનિક તંત્રની બેદરકારીને લઈને પ્રશ્નો ઉઠયા હતા. જો કે આ તમામ બાબતો પરથી આવનાર સમયના ગુજરાતના રાજકારણનું ચિત્રણ સ્પષ્ટ થાય તેવી ચર્ચા છે.

Also Read –

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?