હિન્દુ મરણ
મૂળ ગામ ભાયાવદર, હાલ-રાજકોટ, સ્વ. અમૃતલાલ લાધાભાઈ અમૃતિયાના ધર્મપત્ની તે શ્રી દિનેશભાઈ અમૃતિયા, અશોકભાઈ, બિપિનભાઈ અને પરેશભાઈના માતુશ્રી અને આનંદભાઈ તથા પ્રજ્વલભાઈના દાદીમા સ્વ. લાભકુંવરબેન અમૃતલાલ અમૃતિયા (ઉં.વ. ૮૬)નું તા. ૧૭-૭-૨૪ના અવસાન થયું છે. તેમનું બેસણું તા. ૧૯-૭-૨૪, શુક્રવારે પેરેડાઈઝ બેંકવેટ હોલ, રૈયા રોડ, બાપા સીતારામ મંદિર પાસે, ચંદન પાર્ક મેઈન રોડ, રાજકોટ ખાતે સવારે ૮થી૧૦ રાખવામાં આવ્યું છે.
દશા સોરઠિયા વણિક
સ્વ. જયશ્રીબેન (અનુ) અને કાંતિલાલ માંડવીયા (મૂળ વણી, હાલ મુંબઈ)નાં પુત્ર મનોજભાઈ તે ગીતાબેન અને કેતન માંડવીયા તથા રશ્મિ ઓઝાના ભાઈ. તે તેજલ કેતન માંડવીયાના જેઠ. ચિંતન ઓઝાનાં સાળા. તે મયંશના મોટાપપ્પા. તા.૧૬/૭/૨૪ના રોજ શ્રીજી ચરણ પામ્યા છે. સાદડી અને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
વરિયા પ્રજાપતિ
વડીયા, હાલ ગોરેગાંવ, રમેશચંદ્ર હરિભાઈ રાખસિયા (ઉં. વ. ૭૮) ૧૪-૭-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૧૯-૭-૨૪ના શુક્રવારે ૪ થી ૬. સિદ્ધ કો-ઓપ. હાઉસિંગ સોસાયટી લિમિટેડ, એ-૪/૧૪ સિદ્ધાર્થ નગર, દત્ત મંદિરની સામે, આનંદ વાટિકા સોસાયટી, ગોરેગાંવ (વેસ્ટ).
માથુર કાયસ્થ
વનિતાબેન મહેતા (ઉં. વ. ૮૯) ૧૬-૭-૨૪ ને મંગળવારના અવસાન પામ્યા છે. તે સ્વ. વિનોદરાય મગનલાલ મહેતાના પત્ની તથા સ્વ. ધીરજલાલ લાલશંકર મહેતાના દીકરી. સ્વ. ચન્દ્રાબેન, સ્વ. તરુણ તથા હિનાબેન ઓભાન, ભદ્રેશના માતા તથા શીલા તરુણ મહેતા અને સ્વ. વિજય ઓભાનના સાસુ તથા મેઘના (સોનિયા) વિશાલ જંપલ, માહી, વિવાનંશ જંપલના દાદી. પ્રાર્થનાસભા ૧૮-૭-૨૪, ગુરુવાર સમય ૫ થી ૭. સ્થળ: લક્ષ્મી નપૂ હોલ, ૩૧૧ ચંદાવરકર રોડ, માટુંગા, સેન્ટ્રલ રેલવે, મુંબઈ-૪૦૦૦૧૯.
ઘોઘારી લોહાણા
ચિ. શ્રેય (ઉં. વ. ૨૪) મૂળગામ ભાવનગર હાલ વસઈ નિવાસી ગં.સ્વ. મીનાબેન પ્રવિણચંદ્ર મહેતાના પૌત્ર. ગં.સ્વ. મનીષાબેન ધીરેન મહેતાના પુત્ર. અમીષા, દિપ્તેશ સેજપાલ અને તેજલ કશ્યપ મહેતાના ભત્રીજા. પ્રશાંત ગીરીષ કોટેચા અને બીનીતા સમીર રૂપારેલના ભાણેજ. સ્મીત, પ્રથમ, પીયા, ક્રિશા, કિયાન, કાયરાના ભાઈ મંગળવાર, ૧૬-૭-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. બંને પક્ષની લૌકિક પ્રથા બંધ
રાખેલ છે.
સુરતી દશા પોરવાડ વણિક જ્ઞાતિ
સાન્તાક્રુઝ નિવસી, ડૉ. રમેશ તોલાટ (ઉં. વ. ૯૪) ૬-૭-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે ધનવિદ્યા અને શાંતિલાલ તોલાટના સુપુત્ર. સ્વ. આશાના પતિ. ઉર્વી અને અંબરના પિતા. યશસ્વિન્ ટ્રેઝરર અને અમિષાના સસરા. ચિ. અર્ણવ અને ચિ. આન્યાના દાદા. લૌકિક બંધ છે.
ઘોઘારી લોહાણા
અ.સૌ. રાજશ્રી ભાવેશ ગઢીઆ (ઉં.વ. ૫૧) મૂળ ગામ ભેરાઇ હાલ કલ્યાણ તા. ૧૬/૭/૨૪ના ગોપાલશરણ પામ્યા છે. તે ભાવેશભાઈ ગઢીઆના ધર્મપત્ની. ગં.સ્વ. મૂકતાબેન રમણીકલાલ ગઢીયાના પુત્રવધૂ. કિંજલ અને કૃપાના માતુશ્રી. જયશ્રીબેનના દેરાણી. મુકેશભાઈ મધુબેન બુદ્ધદેવ ચેતનાબેન નગદીયાના ભાભી. સ્વ. સરસ્વતીબેન પ્રેમજીભાઈ ગણાત્રાની પુત્રી, પ્રાર્થનાસભા તા.૧૮/૭/૨૪ના ગુરુવાર ૪-૩૦ થી ૬. હાલાઈ લોહાણા મહાજન વાડી, આગ્રારોડ, કલ્યાણ (વેસ્ટ).
નવગામ વિસાનાગર વણિક
ચરાડા નિવાસી, હાલ કાંદિવલી મધુકાંતા શાહ (ઉં.વ. ૯૩), તે સ્વ. અમૃતલાલ વિ. શાહના ધર્મપત્ની. સ્વ. સુમનભાઈ, રમીલાબેન, ગીતાબેન, મહેશભાઈ, અલકાબેન, હર્ષાબેનના માતુશ્રી. સ્વ. ચુનીલાલ શાહ અને ગં.સ્વ. મણિબેનના પુત્રી. સ્વ. નાથાલાલ ચુનીલાલ અને સ્વ. સુંદરલાલ ચુનીલાલના બેન. શર્મિષ્ઠાબેન, રશ્મિબેન, સ્વ. હસમુખલાલ, સ્વ. શૈલેષભાઈ, પંકજભાઈ અને અતુલભાઈના સાસુ. મંગળવાર, તા. ૧૬.૭.૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૯.૭.૨૪ શુક્રવારના ૫ થી ૭. બાલાશ્રમ હોલ, મથુરાદાસ રોડ, અતુલ ટાવર પાસે, કાંદિવલી (વેસ્ટ). લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી ભાટિયા
શ્રીમતી જ્યોતિ પ્રતાપ ભાટિયા તે સ્વ. પ્રતાપ ચંદ્રસિંહ ભાટિયાના ધર્મપત્ની. મણીબેન ચંદ્રસિંહ ભાટિયાના પુત્રવધૂ. ચંપકલાલ મહેતાના દીકરી. દીપક-મિત્તલ, કશ્યપ-શીવાનીના માતુશ્રી. દેવના દાદી. તે ૧૬/૭/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
શિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયારસે બ્રાહ્મણ
ગામ તણસા નિવાસી, હાલ કાંદિવલી સ્વ. મહીપતરાય જોષી (ઉં.વ. ૮૩) તે ૧૩/૭/૨૪ના ગુરુશરણ પામ્યા છે. તે હંસાબેનના પતિ. સ્વ. જયાબેન દુર્ગાશંકર જોષીના પુત્ર. વંદના, કલ્પેશ, બીજલના પિતા. કિરણબેન, ચેતનકુમાર વ્યાસ, ગૌરવકુમાર કક્કડના સસરા. સ્વ. હરીબેન અમૃતલાલ રાવળના જમાઈ. પ્રાર્થનાસભા ૧૮/૭/૨૪ના ૫ થી ૭. લોહાણા મહાજનવાડી, પહેલે માળે, શંકરમંદિર પાસે, એસ. વી. રોડ, કાંદિવલી વેસ્ટ.
કચ્છી ભાટિયા
હીરજી પ્રેમજી જાવા (ઉં.વ. ૯૩) તે મૂળ નિવાસી ગોંડલ હાલ કાંદિવલી સ્વ. પ્રેમજી રામદાસ જાવા તથા સ્વ. પ્રેમાબાઈના પુત્ર. સ્વ. પરષોત્તમદાસ કુંવરજી આશરના જમાઈ. અર્ચના રાજેશ વૈદ, પ્રતિમા મુકેશ સંપટ, સ્વ. અનિતા મુકેશ સંપટના પિતા. ભાવિન, ભવ્ય, કૃપાલી શુભમ મિત્તલ, શુભમ અને જીતના નાના. ૧૫/૭/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૧૮/૭/૨૪ના ૫ થી ૬. લોહાણા મહાજનવાડી, બીજે માળે, શંકરમંદિર પાસે, એસ.વી. રોડ, કાંદિવલી વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
પંચાલ સુથાર
અ.સૌ. નિર્મળાબેન, જે રમેશભાઈ મિસ્ત્રીના ધર્મપત્ની. ગંગાબેન નરોતમદાસના પુત્રી. શૈલેષ, દેવેન્દ્ર અને નીતાના માતા. રશ્મિ, વર્ષા અને નરેન્દ્રકુમારના સાસુ. નિતેશ, જુગલ અને અંજની, પ્રિયા, દીપા, ધ્રુવીનના બા. તા. ૧૩-૭-૨૪ના દેવચરણ પામ્યા છે. સાદડી શુક્રવાર, તા. ૧૯-૭-૨૪ના ૫.૦૦ થી ૭.૦૦. : દેવેન્દ્ર મિસ્ત્રી, ડી -૪૦૪, શ્રીકૃષ્ણ કોમ્પ્લેક્સ, વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે, નેશનલ પાર્કની સામે, બોરીવલી ઇસ્ટ.
લેવા પટેલ
ઉષાબેન છગનલાલ પટેલ (ઉં.વ. ૭૮) તા. ૧૫/૭/૨૪ના પ્રભુશરણ પામેલ છે. તે ગામ નાના ભમોદ્રા હાલ મુંબઈ બોરીવલી ભગવાનભાઇ પટેલના સુપુત્રી. ચિ. અનુપ તથા કેતનના માતા. ચિ. અપેક્ષા તથા પૂર્વીના સાસુ. મોનીલ, વિધી, નીધિ, ધ્વનીના દાદી. વીધિના વડસાસુ. શ્રધ્ધાંજલી સભા ગુરૂવાર, તા. ૧૮.૭.૨૪ના ૫ થી ૬.૩૦, લોટસ બેંકવેટસ, રધુલીલા, કાંદિવલી (વેસ્ટ).
કચ્છી ભાટિયા
રમેશ દુતિયા (ઉં.વ. ૭૫) મધુકાંતા માધવજી દુતિયાના સુપુત્ર. તે જ્યોતિબેનના પતિ. કોમલ તથા પિંકેશના પિતા. શીતલ, મનીષ કાપડિયાના સસરા. સ્વ. ભૂપેન્દ્ર, રણજીત, દિનેશ, નીતિન, પ્રતિમા, પ્રમિલા, ઉર્વશી તથા જયશ્રીના ભાઈ. ભારતીબેન ભગવાનદાસ સુરૈયા (કાલિકટવાળા)ના જમાઈ. તા. ૧૬/૭/૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૧૯/૭/૨૪ના ૫-૭. લાયન્સ કમ્યૂનિટી હોલ, ગરોડીયા નગર, ઘાટકોપર (પૂ). લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
અમરેલીવાળા હાલ મુંબઈ નિવાસી સ્વ. કાશીબેન ગુલાબરાય સંઘવીના પુત્ર કનૈયાલાલ (ઉં.વ. ૮૯), તે ઇન્દિરાબેનના પતિ. નિપુણ – ટ્વીંકલ, નેહા – પરેશના પિતા. પ્રીત, મૌલિક, ધ્રુવિલના દાદા/નાના. હર્ષદભાઈ અને કુંદનબેન પ્રવિણચંદ્ર પારેખના ભાઈ. ઈજ્જતરાય નંદલાલ મહેતાના જમાઈ તા. ૧૩-૭-૨૪ને શનિવારે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌકિક ક્રિયા બંધ છે.
હાલાઈ લોહાણા
મૂળ ગામ નાંદરખી હાલ બોરીવલી નિવાસી સ્વ. લાધાભાઈ જીવન દેવાણીના પુત્ર મકનજી દેવાણી (ઉં.વ. ૧૦૦) તે સ્વ. નંદલાલભાઈ, સ્વ. ઓધવજીભાઈ, સ્વ. હરજીવનભાઈ, સ્વ. પ્રેમીલાબેન, સ્વ. લલિતાબેન, સ્વ. દેવીબેનના ભાઈ. રાજકોટવાળા સ્વ. ભગવાનજીભાઈ પ્રેમજી ગણાત્રાના જમાઈ. સ્વ. મંજુલાબેનના પતિ. પ્રકાશ, સુધીર, ભારતીબેન દિલીપ જસાણી, તરલાબેન અજય ઉનડકટના પિતાજી. કેયુર, નિરવ, સોહીલ, ગૌરવ, ગુંજન, નેહલ, જીગ્નેશ, અમીત, રિશી, દીવીર, ધનવીન, નાયશા, કાયરાના દાદા, તા. ૧૭-૭-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
પરજીયા સોની
મૂળ ગામ સાવરકુંડલા હાલ કાંદિવલી સ્વ. સોની ભીખાલાલ ગોવીંદભાઈ સાગરના ધર્મપત્ની ગં.સ્વ. કાન્તાબેન તે રૂપાવટીવાળા સ્વ. ઓઘડભાઈ હાથીભાઈ સલ્લાના દિકરી. રજનીભાઈ ગોવીંદભાઈ સાગરના ભાભી. મુકેશભાઈ, યોગેશભાઈ, કેતનભાઈ, ભાવનાબેન, નીતાબેન, મનીષાબેનના માતુશ્રી. ભાવનાબેન, જયશ્રીબેન, હરીશકુમાર, પ્રકાશકુમાર, કમલેશકુમારના સાસુ તથા પ્રતિક, મોહીત, માનસી, મનાલી, રીયાના દાદી. પ્રાર્થનાસભા તા. ૧૮-૭-૨૪ ગુરૂવારના ૧૦ થી ૧૨. સ્થળ- સોની વાડી, સીંપોલી રોડ, બોરીવલી-વેસ્ટ.