લાડકી

વેર- વિખેર -પ્રકરણ ૧૩

બોલ, આપણે કયા વિષય પર વાત કરીએ? વરસાદ… ફિલ્મ અમિતાભ - ઐશ્વર્યા - કે મારા જમાનાની ઝિન્નત કે પછી તારા જેવી યુવા આલિયા ભટ્ની ? હા, ચાલ ઝીણી ઝીણી આંખો કરીને કોઈની કૂથલી કરીએ!

કિરણ રાયવડેરા

‘હાં તો કાકુ, હમણાં સુધી આપણે બોલબોલ કરતાં રહ્યાં પણ આપણા મકસદમાં ફાવ્યાં

નહીં. હવે એક વાર એ વિષય પર વાત ન કરીને જોઈ લઈએ. બની શકે કે આપણી મુરાદ

જલદી પૂરી થઈ જાય.’

‘ઓ.કે. તો બોલ, આપણે કયા વિષય પર વાત કરીએ? વરસાદ… ફિલ્મ અમિતાભ –

ઐશ્વર્યા – કે મારા જમાનાની ઝિન્નત કે પછી તારા જેવી યુવા આલિયા ભટ્ની ? હા,

ચાલ ઝીણી ઝીણી આંખો કરીને કોઈની કૂથલી કરીએ?!’

ગાયત્રી ખડખડાટ હસી પડી.જગમોહન ગાયત્રીને જોતો રહ્યો.

‘કાકુ, તમે કેવી ફાઈન વાતો કરો છો, એમ થાય છે કે સાંભળતાં જ રહીએ.’

‘ગાયત્રી, તું ચહેરા પર એવા રોમેન્ટિક ભાવ નહીં લાવ કે આજુબાજુના લોકો આપણી સામે

જોવા લાગે! એ લોકોને ઈર્ષ્યા થશે કે આ બુઢ્ઢો આટલી ખૂબસૂરત છોકરીને ક્યાં ભટકાઈ

ગયો હશે!’
‘કેમ પેલો ધાબાવાળો યાદ નથી? એણે તો આપણને બાપ-દીકરી બનાવી દીધા.’

બંને હસતાં હસતાં વાતો કરતાં રહ્યાં. સમય વીતતો ગયો. ત્યારે એક નર્સે એ લોકોની પાસે

આવીને કહ્યું, ‘સર, છોકરો ભાનમાં આવતો હોય એવું લાગે છે.’
બંને ઝડપથી ઊભાં થઈ ગયાં.

હોસ્પિટલના બીજા માળે એક કેબિનમાં છોકરાને રાખવામાં આવ્યો હતો. જગમોહન દીવાન

અને ગાયત્રી અંદર દાખલ થયાં ત્યારે ડો. ચૌધરી પેશન્ટને તપાસતા હતા.
‘લ્યો, જગમોહન, તમારી અનામત…’ ડો. ચૌધરી બોલ્યા.

છોકરો આંખ પૂરી ખોલી નહોતો શકતો. જગમોહને એ બાળકના માથે હાથ ફેરવ્યો. છોકરાની

પાંપણ પર ભાર હોય એ રીતે એણે આંખ ખોલી.
જગમોહનને જોઈને એની આંખમાંથી આંસુ સરકી ગયા.

જગમોહને આંગળીથી છોકરાના આંસુને લૂંછી લીધાં.

‘બેટા, આ છે જગમોહન દીવાન. શહેરના મોટા ઈન્ડસ્ટ્રિયાલિસ્ટ છે. બહુ જ ભલા માણસ છે,

એણે જ તારો જીવ બચાવ્યો છે.. ભવિષ્યમાં ગમે ત્યારે તું એમની પાસે જઈશ તો એ તારી

મદદ કરશે.’
જગમોહન એમને રોકે એ પહેલાં ડો. ચૌધરીએ વાત પૂરી કરી નાખી.

કોઈ આપણી ઓળખાણ આપે ત્યારે મૂંઝવણભરી સ્થિતિ પેદા થઈ જાય એવી રીતે પરિચય

ન અપાવો જોઈએ. જગમોહને વિચાર્યું.

છોકરાએ જગમોહનનો હાથ પકડી લીધો.

જગમોહનનું મન ભરાઈ ગયું. લોકો એની પાસેથી કેટકેટલી આશાઓ રાખે છે.

આ છોકરો ભવિષ્યમાં એને મળવા આવશે અને સાંભળશે કે જગમોહન દીવાન હવે આ

દુનિયામાં હયાત નથી તો…
જગમોહન છોકરાના માથા પર હાથ ફેરવીને કેબિનની બહાર નીકળી ગયા.

‘ચાલ ગાયત્રી, હવે મારો અહીંયા દમ ઘૂંટાય છે.’ જગમોહન બોલ્યો.

‘તો હવે ક્યાં જવું છેહંમેશ માટે દમ તોડવા… ?’

ગાયત્રી બોલવા જતી હતી પછી એને જગમોહન સાથે થયેલી સમજૂતી યાદ આવી.

‘ચાલ, મેટ્રો સ્ટેશન પહોંચીએ.’ જગમોહન બોલ્યો.ગાયત્રીને ઊભેલી જોઈને એ પાછળ

ફર્યો.

‘શું ગાયત્રી, વાત કરવાની મનાઈ છે, કાર્ય કરવાની નહીં. તેં તારો વિચાર ફેરવી નાખ્યો

કે શું?’
ગાયત્રી હજી જવાબ આપે એ પહેલાં એક પોલીસ ઈન્સપેકટર બંનેની નજીક આવ્યો.

‘સર, મને ફરિયાદ મળી છે કે તમે કાર- અકસ્માત કર્યો છે પરિણામે એક છોકરો ગંભીર

રીતે ઝખ્મી થયો છે. તમારે પોલીસ સ્ટેશને આવવું પડશે!…’
‘તમારે મારી સાથે પોલીસ સ્ટેશન આવવું પડશે.’

ઈન્સપેકટરે એ જ વાક્ય ફરી્ ભારપૂર્વક કહ્યું અને હોસ્પિટલના કોરિડોરમાં એ જગમોહન

અને ગાયત્રીનો માર્ગ આંતરીને ઊભો રહી ગયો ત્યારે જગમોહનનાં લમણાં ફાટફાટ થવા

લાગ્યાં હતાં.

ખૂબ જ અગત્યના કામે ક્યાંક તાકીદે પહોંચવાનું હોય એ વખતે કોઈ કારણ વગર રોકી

રાખે તો કેવી અકળામણ થાય! જગમોહન એવી જ અકળામણ અને ગુસ્સો અનુભવતો હતો.

ગાયત્રી આગળ આવી :
‘ઇન્સ્પેકટર, અમે જો અકસ્માત કર્યો હોય તો અમારી કાર ક્યાં ગઈ? અમે તો આ છોકરાને

બચાવ્યો. તમારી કોઈ ગેરસમજ થાય છે. આ સદ્ગૃહસ્થ એમને પોતાના હાથે ઊંચકીને અહીં

લઈ આવ્યા છે.’ ગાયત્રીના અવાજમાં ઉશ્કેરાટ હતો.

‘જુઓ, આ બધા ખુલાસા કરવા માટે તો હું આપને પોલીસ સ્ટેશને પધારવા કહું છું.’

ઇન્સ્પેકટર દાઢમાં બોલ્યો. ગાયત્રીને લાગ્યું કે એના હોઠના ખૂણા પર એક અકળ સ્મિત

રમતું હતું.

‘કાકુ, હું ઉપર જઈને ડો. ચૌધરીને બોલાવી લાવું.’

‘વેઇટ, ગાયત્રી, અનિવાર્ય ન હોય ત્યાં સુધી કોઈની મદદ લેવી મને રૂચતું નથી. હવે

આજે જ્યારે બધું ઊંધું જ થવા બેઠું છે તો આ પણ સહી લેશું. ચાલો ઇન્સ્પેકટર… માત્ર મને

એક ગેરન્ટી આપશો? હું જો કબૂલી લઉં કે મેં આ અકસ્માત કર્યો છે તો શું તમે તમારી

રિવોલ્વરથી મને મારી નાખવાની ખાતરી આપો છે?’

‘વ્હોટ નોનસેન્સ… તમે મારી મજાક કરો છો!’ ઇન્સ્પેકટર ખિજાઈ ગયો.

‘નેવર માઇન્ડ… તમે જો સમજતા હોત તો મને પોલીસ સ્ટેશને લઈ જવાની ભૂલ ન કરતા

હોત. એની વે… ચાલો. ગાયત્રી, હવે તારે જ્યાં જવું હોય ત્યાં જા… મને લાગે છે કે મારાં

તકદીર આજે આડાં ચાલે છે. હવે મારા કારણે તું વધુ પરેશાન થાય એવું હું ઇચ્છતો

નથી.’

‘અરે કાકુ, શું વાત કરો છો! અરે, તમે જો એક્સિડેન્ટ કર્યો હોય તો કારમાં તમારી પડખે તો

હું જ બેઠી હોઉંને! કમ ઓન ઇન્સ્પેક્ટર, અમને અમારી કાર શોધી આપો!’

ઇન્સ્પેકટર સમજી નહોતો શકતો કે આ બંને શું કહેવા માગે છે. એને વારંવાર શંકા જતી

હતી કે બંને એની મજાક કરે છે.એ અવડવમાં હતો.

‘તમે એક વાર પોલીસ સ્ટેશનનાં દર્શન કરશો તો એક મિનિટમાં જ બધો ફાંકો ઊતરી

જશે, મિસ્ટર…’

‘મને એ વાતનો અફસોસ નથી કે તું મારું અપમાન કરે છે. મને માત્ર એ ચિંતા છે કે થોડી

વાર પછી તને જ્યારે ભાન થશે કે તેં કોનું અપમાન કર્યું છે ત્યારે તારો ફાંકો ઊતરી

જશે..’ જગમોહન વિચારતો હતો.

ત્રણેય પોલીસ જીપમાં ગોઠવાયા. પાંચેક મિનિટમાં એ પોલીસ સ્ટેશને પહોંચી ગયા.

‘પાંડે, બડાબાબુ કહાં હે?’ પોતાની ચેરમાં બેસતાં ઇન્સ્પેકટરે હવાલદારને હાંક મારી.

‘ઉપર આરામ કરવા ગયા છે. થોડી વાર બાદ આવશે તેમ કહીને ગયા છે.’

ઇન્સ્પેક્ટરે જગમોહન અને ગાયત્રીને સામેની ખુરશી પર બેસવા ઇશારો કર્યો. જગમોહને

એક નજર આજુબાજુ નાખી અને પછી ખુરશી પર બેસી ગયો.
‘હાં, હવે બોલો, તમારું નામ?’ ઇન્સ્પેકટરે રજિસ્ટર ખોલીને ઉપર જોયા વિના પૂછ્યું.

‘જગમોહન… જગમોહન દીવાન…’
ઇન્સ્પેક્ટરે એક આંચકા સાથે ઉપર જોયું. એક પળ માટે એના ચહેરા પર ભયની રેખા ફરી

વળી, પણ પછી એના પર હાસ્ય ફેલાઈ ગયું.

‘ઓ… બુઢ્ઢે… ઇસ શહેર મેં હર આદમી અપને આપકો જગમોહન દીવાન કહેલાના ચાહતા

હૈ! તુમ જાનતા હૈ વો કિતના બડા આદમી હૈ?’

જગમોહન ચૂપ રહ્યો. લોકો એને ઓળખતા નથી, પણ એના આર્થિક અને સામાજિક

મોભાથી વાકેફ છે. ગાયત્રીને ગુસ્સો ચડતો હતો અને ગમ્મત પણ પડતી હતી. હવે

જગમોહન શું કરશે એ જાણવાની એને ઉત્કંઠા હતી.

‘જુઓ, તમે મારું નામ પૂછ્યું અને મેં મારું નામ કહ્યું.’ જગમોહનના અવાજમાં ઉત્તેજના

નહોતી, સ્થિરતા હતી.

‘અરે પણ તું એમ કહે કે તું અમિતાભ બચ્ચન છે તો શું મારે માની લેવાનું? સમજી

વિચારીને તો ખોટું બોલો, યાર. તારું નામ હરિ ગુપ્તા હોઈ શકે, રવિ શર્મા હોઈ શકે,

અશોક પાંડે હો તબ ભી હમકો એતરાઝ નહીં હૈ, પર જગમોહન દીવાન? યહ થોડા જ્યાદા

નહીં હો ગયા? તમને ખબર છે કે એ કેટલો મોટો માણસ છે, તારા જેવાને તો એ ચપટીમાં

ખરીદી લે.’

જગમોહનને આશ્ર્ચર્ય થતું હતું કે એની પોતાની સિદ્ધિઓ પર આ ઇન્સ્પેક્ટર શા માટે ગુમાન

કરે છે! જોકે જગમોહન માટે આવું પહેલી વાર નહોતું બન્યું. એ જ્યાં પહોંચે એ પહેલાં એની

છાપ- એની ઈમેજ પહોંચી જતી હતી.

‘બોલો, તુમ્હારા અસલી નામ બોલો…’ ઇન્સ્પેકટર પોતાના પ્રશ્ર્નને વળગી રહ્યો.

‘અરે કહ્યું તો ખરું, હું જગમોહન દીવાન છું.’ જગમોહનની ધીરજ ખૂટતી હતી.

‘અરે પાંડે… આ લુખ્ખો પોતાને જગમોહન દીવાન કહેવડાવે છે. અરીસામાં મોઢું જોયું છે?

જગમોહન જેવો ઉદ્યોગપતિ એટલો નવરો છે કે સવાર સવારમાં કોઈ ફટાકડી સાથે લટાર

મારવા નીકળે! ?’
ગાયત્રીનો ચહેરો ગુસ્સાથી લાલચોળ થઈ ગયો. આ બદમાશ ઇન્સ્પેકટર પોતાની જાતને શું

સમજે છે! જગમોહન થોડી ક્ષણો ચૂપ રહ્યો, પછી ગાયત્રી તરફ ઝૂકીને ગણગણ્યો :
‘ગાયત્રી, હું આ માણસને બે તમાચા મારું તો શું થાય?’

‘નહીં કાકુ,’ ગાયત્રી ત્વરાથી બોલી: એવી ભૂલ નહીં કરતા. તમે હિન્દી ફિલ્મો નથી

જોતા? એક પોલીસવાળા પર હાથ ઉપાડો કે આખી ફોર્સ તમારી દુશ્મન થઈ જશે. નાહકનો

તમારો સમય વેડફાશે.’
‘ઓ.કે. ઇન્સ્પેકટર, તમે શું ઇચ્છો છો? હું જગમોહન દીવાન ન હોઈ શકું? ફાઈન, તો મારું

નામ હરિ ગુપ્તા… ના… ના… મારું નામ રવિ શર્મા… હવે ખુશ ઇન્સ્પેકટર?’

‘તમે ફરી મારી મજાક કરવા લાગ્યા, મિસ્ટર.’
હવે ગાયત્રી વચ્ચે પડી:
‘અરે પણ એ શું કરે? તમે એનું સાચું નામ સ્વીકારવા તૈયાર નથી અને એ ખોટું નામ

આપે તો એ તમને મંજૂર નથી તો એ શું કરે?’

‘બીજું એ કે સ્ત્રી સાથે કેવી રીતે વ્યવહાર કરવો જોઈએ એનું તમને ભાન નથી.’

જગમોહને સંભળાવ્યું, થોડી ક્ષણના મૌન બાદ જગમોહને ઉમેર્યું:
‘ઇન્સ્પેકટર, મને એ રંજ નથી કે તમે મને ન ઓળખી શક્યા. સ્વાભાવિક છે, હું ટી.વી. કે

અખબારોથી માઈલો દૂર રહું છું. મને ફિકર એ છે કે તમે જ્યારે મને ઓળખશો ત્યારે મારી

માફી માગી માગીને મારો બીજો અડધો કલાક બગાડશો!’

ઇન્સ્પેકટરના કપાળ પર ચિંતાની રેખાઓ ખેંચાઈ ગઈ. આ માણસ સાચું નથી બોલતો ને?
‘જુઓ ઇન્સ્પેક્ટર, તમારું નામ શું?’

‘ઇન્સ્પેક્ટર અજય પરમાર…’
‘ઓ.કે. ઇન્સ્પેકટર પરમાર, આ એક્સિડેન્ટ અમે નથી ર્ક્યો. અમે તો ફૂટપાથ પર ચાલતાં

હતાં ત્યારે એક ટ્રકે આ છોકરાને ઉડાડી મૂક્યો. અમે એને હોસ્પિટલમાં ભરતી કર્યો. ધેટ ઈઝ

ઓલ! તમે ઘટનાસ્થળે તપાસ કરી હોત તો ખબર પડત કે એક ડ્રાઈવર પકડાયો છે!’

જગમોહને ઇન્સ્પેકટરને શાંતિથી સમજાવવાની કોશિશ કરી.

‘હા, એટલી ખબર પડી કે એક ડ્રાઈવર ત્યાંથી મોકાનો લાભ લઈને રફુચક્કર થઈ ગયો છે.

ટ્રક ફૂટપાથ પર ચડી ગઈ છે એ પણ જોયું પણ ત્યાં હાજર રહેલાં લોકોમાંથી એક-બેએ

અમને ફરિયાદ કરી કે તમે કોઈને પૂછ્યાગાછ્યા વગર છોકરાને લઈને નીકળી ગયા છો!

એ લોકોના કહેવા પ્રમાણે તમારી ગાડી હેઠળ આ છોકરો આવી ગયો હતો.’
‘પણ અમે તો ચાલીને જતાં હતાં!’

‘જગમોહન દીવાન પાસે ગાડી ન હોય! ખેર, સવાર સવારના આ છોકરી સાથે ક્યાં જવા

નીકળ્યા હતા?’ ઇન્સ્પેક્ટર ફરી એના અસલી સ્વરૂપમાં આવતો હતો.

‘મરવા, ઇન્સ્પેક્ટર મરવા… આવવું છે અમારી સાથે?’ જગમોહનનો પિત્તો ગયો.

ગાયત્રીએ જગમોહનના ખભા પર હાથ મૂકીને એને શાંત રહેવા કહ્યું.

‘જુઓ ઇન્સ્પેક્ટર, આ થાણાનો ઓ.સી. કોણ છે? હું એની સાથે વાત કરીશ. બાકી હવે એક

પણ વાહિયાત પ્રશ્ર્ન પૂછ્યો છે તો થપ્પડ મારી દઈશ.’
‘અરે પાંડે, આ તો મને મારવાની ધમકી આપે છે. આ બંનેને બે કલાક લોક-અપમાં પૂરી

દે.’

એ જ વખતે જગમોહનને ખિસ્સામાં રાખેલાં વિઝિટિંગ કાર્ડ્સ, ક્રેડિટ કાર્ડ્સ વગેરે યાદ

આવ્યાં. આત્મહત્યા બાદ ઓળખવિધિમાં વાર ન લાગે એટલે એણે આ કાર્ડ્સ સાથે રાખ્યાં

હતાં.
એણે વોલેટ કાઢીને બધાં કાર્ડ્સ ઇન્સ્પેકટર પરમારની સામે ટેબલ પર પાથરી દીધાં.

‘હવે કહેતા નહીં કે આ કાર્ડ્સ હું જગમોહન દીવાનના ઘરેથી ચોરીને લાવ્યો છું.’
કાર્ડ્સ જોઈને ઇન્સ્પેકટરના ચહેરા પરથી લોહી ઊડી ગયું.

‘ઓહ, તો તારું પણ નામ જગમોહન દીવાન છે. પાંડે, આ શહેરમાં કેટલા દીવાન છે?’
એ જ વખતે થાણાનો ઑફિસર-ઇન-ચાર્જ દાખલ થયો.

‘અરે, જગમોહનબાબુ, તમે અહીં ક્યાંથી? બહાર કેમ બેઠા છો? પરમાર, આ લોકો માટે

ચા-પાણીની વ્યવસ્થા કર.’
ઇન્સ્પેકટર પરમાર ખુરશી પરથી ગબડી પડતાં રહી ગયો.

‘તમે સાચે જ જગમોહન દીવાન છો સાહેબ, પહેલાં કેમ કહ્યું નહીં?’ પરમારનો ચહેરો

રડમસ થઈ ગયો. ઓ.સી. તરફ ફરીને એ બોલ્યો:
‘આજે સવારના આપણા એરિયામાં જે એક્સિડેન્ટ થયો હતો એમાં જગમોહનબાબુએ એક

છોકરાનો જીવ બચાવ્યો’ (ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button