ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શુક્રવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.comળ પર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
મરાઠી – ગુજરાતી સમાનાર્થી શબ્દોની જોડી બનાવો
A B
पंचाईत ઉપકાર
पंतोजी કેડી
पांग મહેતાજી
पांढरा મુશ્કેલી
पांदी સફેદ
ઓળખાણ પડી?
૧૯૭૦ના દાયકાના ભારતીય મહિલા ક્રિકેટ સિતારાની ઓળખાણ પડી? ડાબોડી સ્પિન બોલર તરીકે પ્રભાવી સાબિત થઈ સફળતા મેળવી હતી.
અ) અંજુમ ચોપડા બ) ડાયેના એદલજી ક) નીતુ ડેવિડ ડ) સેન્ડ્રા બ્રેગેન્ઝા
ગુજરાત મોરી મોરી રે
અટપટી રીતે સમજાવતા સંબંધને ઓળખી કાઢો. સ્ત્રીના સાસુના એકમાત્ર વેવાઈના જમાઈનો દીકરો સ્ત્રીના સંબંધમાં શું થાય એ દિમાગ દોડાવી જણાવો જોઉં.
અ) ભત્રીજો બ) પુત્ર ક) પૌત્ર ડ) ભાણેજ
જાણવા જેવું
મુંડકોપનિષદમાં જણાવ્યા અનુસાર પરમાત્મા પ્રવચન, મેઘા શક્તિ કે શ્રવણથી પ્રાપ્ત નથી. એ સર્વ આવશ્યક છે;
પણ પથ પ્રદર્શક તરીકે જ. બાકી તો પરમાત્મા જેને પસંદ
કરે છે તેને તે જોવા મળે છે. અર્થાત્ પરમ કૃપાળુ પરમાત્મા પોતાની પસંદગીના ભક્ત આગળ પોતાનું સ્વરૂપ પ્રગટ કરી તેને દર્શન દે છે.
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
આપેલા વાક્યમાં શાક લપાઈને બેઠું છે એ શોધી કાઢો જોઉં.
તમે તો સાવ ટાણા વગરના એના ઘરે પહોંચી ગયા.
નોંધી રાખો
સ્મિતમાં એવો અનેરો ગુણ છે જે પોતાના કે બીજાના દિલમાં છવાયેલી ગંભીરતાને બહારથી રહીને પણ વિખેરે છે. સ્મિતનો પ્રભાવ ભીતર અને બહાર એક સાથે વર્તાય છે.
માઈન્ડ ગેમ
મહિલા માટેના લગ્નના કપડાંથી શરૂઆત કરી એમાં અનોખી આભા પ્રગટ કરી આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ફેશનમાં નામના મેળવનારનું નામ જણાવો.
અ) ઈન્દીરા નૂયી બ) ફાલ્ગુની નાયર
ક) રિતુ કુમાર ડ) અદિતિ ગુપ્તા
ગયા ગુરુવારના જવાબ
ભાષા વૈભવ
A B
खिंड ખીણ
खीळ ખીલી
खोगीर ઘોડાનું પલાણ
खोकला ઉધરસ
खेडे ગામડું
ગુજરાત મોરી મોરી રે
પતિ
ઓળખાણ પડી?
સોનલ માનસિંહ
માઈન્ડ ગેમ
ઉષા મહેતા
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
લાજ
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) નીતા દેસાઈ (૨) મુલરાજ કપૂર (૩) ભારતી પ્રકાશ કટકિયા (૪) ડૉ. પ્રકાશ કટકિયા (૫) પ્રતીમા પમાણી (૬) સુરેખા દેસાઈ (૭) કિશોરકુમાર જીવનણદાસ વેદ (૮) ભારતી બુચ (૯) તાહેર ઔરંગાબાદવાલા (૧૦) શીરીન ઔરંગાબાદવાલા (૧૧) અબ્દુલ્લા એફ. મુનીમ (૧૨) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૧૩) સુભાષ મોમાયા (૧૪) ખુશરૂ કાપડિયા (૧૫) શ્રદ્ધા આશર (૧૬) વિભા મહેશ્ર્વરી (૧૭) જ્યોતિ ખાંડવાલા (૧૮) મીની કાપડિયા (૧૯) નિખિલ બંગાળી (૨૦) અમીશી બંગાળી (૨૧) નયના ગિરીશ મિસ્ત્રી (૨૨) જયવંત પદમશી ચિખલ (૨૩) નંદકિશોર સંજાણવાળા (૨૪) મનીષા શેઠ (૨૫) ફાલ્ગુની શેઠ (૨૬) હર્ષા મહેતા (૨૭) મહેન્દ્ર લોઢાવિયા (૨૮) પુષ્પા પટેલ (૨૯) મહેશ દોશી (૩૦) જગદીશ ઠક્કર (૩૧) ભાવના કર્વે (૩૨) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૩૩) રજનીકાંત પટવા (૩૪) સુનીતા પટવા (૩૫) વિણા સંપટ (૩૬) દેવેન્દ્ર સંપટ (૩૭) કિશોર બી. સંઘરાજકા (૩૮) શિલ્પા શ્રોફ (૩૯) નિતીન બજરિયા (૪૦) અલકા વાણી (૪૧) દિલીપ પરીખ (૪૨) પુષ્પા ખોના (૪૩) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૪) મહેશ સંઘવી (૪૫) જ્યોત્સના ગાંધી (૪૬) રમેશ દલાલ (૪૭) ઈનાક્ષી દલાલ (૪૮) હિના દલાલ (૪૯) અરવિંદ કામદાર (૫૧) પ્રવીણ વોરા (૫૨) લજિતા ખોના