Augustમાં આટલા દિવસ હશે Bank Holiday, અત્યારે જ જોઈ લો…
મુંબઈઃ આજકાલ દરેક વ્યક્તિ બેંકમાં જાય છે અને રોજબરોજના અનેક બેંક સંબંધિત કામ કરવા માટે આપણને બેંક જવું જ પડે છે. ડિજિટલ ઈન્ડિયાના જમાનામાં અનેક કામ એવા પણ હોય છે કે જે ઘરે બેઠા ઓનલાઈન જ થઈ જાય છે તો કેટલાક કામ એવા પણ હોય છે કે જેના માટે ફરજિયાત બેંક જવું જ પડે એમ હોય છે.
જુલાઈ મહિનો અડધો પૂરો થઈ ગયો છે અને થોડા જ દિવસોમાં ઓગસ્ટ મહિનો શરૂ થઈ જશે. જો તમે પણ ઓગસ્ટ મહિનામાં બેંક સંબંધિત કામ પતાવવાનું વિચારી રહ્યા હોવ તો આ સમાચાર તમારા માટે જ છે. ઓગસ્ટ મહિનામાં આવી રહેલાં બેન્ક હોલીડે (Bank Holiday In August)ની યાદી વાંચી લો, જેથી તમારે ધક્કો ના ખાવો પડે-
આ પણ વાંચો: શું આવતીકાલથી સળંગ ત્રણ દિવસ Bank Holiday રહેશે? RBIએ આ સ્પષ્ટતા…
આ દિવસે બેંકોમાં હશે બેંકોમાં હશે રજા (Bank Holiday)-
ચોથી ઓગસ્ટના રવિવારની રજાને કારણે દેશભરમાં બેંકો બંધ રહેશે
10મી ઓગસ્ટના મહિનાનો બીજો શનિવાર હોવાથી દેશભરમાં બેંકોમાં રજા રહેશે
11મી ઓગસ્ટના રવિવારની રજાને કારણે બેંકો બંધ રહેશે
15મી ઓગસ્ટના સ્વતંત્રતા દિવસ હોવાથી દેશભરની બેંકોમાં રજા આપવામાં આવી છે
18મી ઓગસ્ટના પણ રવિવારની રજા નિમિત્તે બેંકો બંધ રહેશે
19મી ઓગસ્ટના રક્ષાબંધનના તહેવાર નિમિત્તે ઉત્તરાખંડ, દમણ, દીવ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, હરિયાણા, ગુજરાત, ચંદીગઢ અને ઉત્તર પ્રદેશમાં બેંક હોલીડે રહેશે
24મી ઓગસ્ટના ચોછો શનિવાર હોવાથી દેશભરમાં બેંકોમાં રજા રહેશે
25મી ઓગસ્ટના રવિવારની રજાને કારણે બેંકો બંધ રહેશે
26મી ઓગસ્ટના જન્માષ્ટમી હોવાને કારણે આંદામાન અને નિકોબાર, પંજાબ, ઝારખંડ, જમ્મુ-કાશ્મીર, મધ્ય પ્રદેશ, દિલ્હી, રાજસ્થાન, બિહાર, હરિયાણાસ હિમાચલ પ્રદેશ, તેલંગણા, ઉત્તર પ્રદેશ, દમણ અને દીવ, નાગાલેન્ડ, ચંદીગઢ, તમિલનાડુ, ઉત્તરાખંડ, ઓડિશા, સિક્કીમ, ગુજરાત, મેઘાલય, છત્તીસગઢ, આંધ્ર પ્રદેશ અને ત્રિપુરાની બેંકો બંધ રહેશે.