નેશનલ

ઉત્તર પ્રદેશના રાજકારણમાં તોફાનના એંધાણની વચ્ચે પ્રદેશ અધ્યક્ષની વડાપ્રધાન સાથે મુલાકાત

નવી દિલ્હી: 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને પોતાની અપેક્ષા કરતાં મળેલા નબળી સફળતા બાદ હવે ભાજપે તેની સમીક્ષાની રાહ પર છે. આ દરમિયાન જ ઉત્તર પ્રદેશના પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે લગભગ બે કલાક સુધી બેઠક ચાલી હતી. આ બેઠકમાં ભાજપની હાર પર ચર્ચા કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર ભૂપેન્દ્ર ચૌધરીને પૂછવામાં આવ્યું હતું કે આપણને એ માહિતી હતી કે યુપીમાં આપણને ખૂબ ઓછા મતો મળવાના છે પણ આટલી ઓછી બેઠકો મળશે તેવો અંદાજો નહોતો. સમાજવાદી પાર્ટીને 40 જેટલી બેઠકો મળશે તેવી તો કલ્પના જ નહોતી કરવામાં આવી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હાલ ભાજપ હાઇકમાન્ડ હાલ લોકસભા ચૂંટણીના નબળા પ્રતિસાદને લઈને તેની સમીક્ષા કરવા માટે જુદા જુદા રાજ્યોના નેતાઓ સાથે બેઠકો કરી રહ્યા છે. ગઇકાલે 16 જુલાઇના રોજ ભાજપના કેન્દ્રીય નેતૃત્વએ યુપીના ડેપ્યુટી સીએમ કેશવ મૌર્ય અને યુપી બીજેપી અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરી સાથે મુલાકાત કરવામાં આવી હતી. જો કે આ ચર્ચામાં કાર્યકર્તાઓની અવગણના અને વહીવટીતંત્ર દ્વારા પાર્ટી વિરુદ્ધ કરવામાં આવેલા કામને ચૂંટણીમાં પાર્ટીના ખરાબ પ્રદર્શનનું કારણ ગણાવ્યું છે. ભાજપે તેના સમીક્ષા અહેવાલમાં આ હાર માટે વહીવટીતંત્રને જવાબદાર ગણાવ્યું છે.

આ પણ વાંચો: ઉત્તર પ્રદેશમાં ઉથલપાથલના એંધાણઃ કેશવ પ્રસાદ મૌર્યનું ટ્વીટ અને યોગીની બેઠક શું કહે છે?

સૂત્રોના જણાવ્યા અનુસાર નેતાઓએ હાઈકમાન્ડને જણાવ્યું હતું કે વહીવટીતંત્રની કાર્યશૈલીના કારણે કાર્યકરોની અવગણના થઈ રહી છે અને આ ઉપેક્ષાને કારણે ચૂંટણીમાં કાર્યકરો સક્રિય નહોતા દેખાયા. નેતાઓએ વધુ જણાવતા કહ્યું હતું કે વહીવટીતંત્ર દ્વારા મતદાર યાદીમાંથી ભાજપના મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા હતા. વહીવટીતંત્રે પક્ષ વિરુદ્ધ કામ કર્યું. દરેક સીટ પર ચોક્કસ પેટર્નને પગલે ભાજપની વોટબેંક ઘટી છે.

બીજી તરફ લોકસભા ચૂંટણીના પરિણામોને લઈને સમીક્ષા કરવા માટે આ મહિનાના અંત સુધીમાં ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓની એક મોટી બેઠક યોજાવાની છે. આ બેઠકમાં વડાપ્રધાન મોદી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહ મંત્રી અમિત શાહ પણ શામેલ થવાના છે. આ બેઠકમાં 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને મળેલા નબળા પ્રતિસાદને લઈને ચર્ચા કરવામાં આવશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button