આમચી મુંબઈમહારાષ્ટ્ર

મહારાષ્ટ્રના બંને નાયબ મુખ્ય પ્રધાનનો જીવ માંડ બચ્યો…

મુંબઇ: નાગપુરથી હેલિકોપ્ટર દ્વારા પ્રવાસ કરી રહેલા મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારને મોટો અકસ્માત થતા રહી ગયો હોવાની જાણકારી મળી છે.

આ ઘટના બની ત્યારે ફડણવીસ અને પવારની સાથે સાથે મહારાષ્ટ્રના ઉદ્યોગ ખાતાના પ્રધાન ઉદય સામંત તેમ જ અજિત પવારના પુત્ર પાર્થ પવાર પણ હેલિકોપ્ટરમાં હાજર હતા. વાદળિયા અને વરસાદી વાતાવરણના કારણે હેલિકોપ્ટરનું સંતુલન બગડ્યું હોવાના કારણે આ ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે.

આ ઘટના તેઓ નાગપુરથી ગઢચિરોલી જઇ રહ્યા હતા એ દરમિયાન બની હતી. વાદળિયા અને વરસાદી વાતાવરણના કારણે હેલિકોપ્ટરે સંતુલન ગુમાવ્યું હતું. જોકે હેલિકોપ્ટરના પાયલટે સમયસૂચકતા દાખવીને હેલિકોપ્ટરને સુરક્ષિત રીતે લેન્ડ કરાવતા મોટો અકસ્માત સર્જાતા રહી ગયો હતો.

જોકે આ ઘટનામાં હેલિકોપ્ટરમાં હાજર કોઇને પણ કોઇપણ પ્રકારની ઇજા થઇ નહોતી. આ પૂર્વે પણ ફડણવીસના હેલિકોપ્ટરને દુર્ઘટના થતા થતા રહી ગઇ હોવાની ઘટના બની છે.

આ પણ વાંચો : કેમલિનના સ્થાપક સુભાષ દાંડેકરનું 86 વર્ષની વયે નિધન

હેલિકોપ્ટર અકસ્માતથી છઠ્ઠી વખત બચ્યા દેવેન્દ્ર ફડણવીસ
ફડણવીસ જ્યારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન હતા ત્યારે પણ તેમના હેલિકોપ્ટરમાં ખામી સર્જાઇ હોવાના કારણે અથવા વિષમ હવામાનના કારણે તેમના હેલિકોપ્ટરને અકસ્માત થતા રહી ગયો હોવાની ઘટના એક વખત નહીં, પરંતુ અનેક વખત બની છે. 11 જાન્યુઆરી 2018ના રોજ ભાયંદર ખાતે તેમના હેલિકોપ્ટરની એક પાંખ કેબલ વાયર સાથે અથડાતા અકસ્માત થતા બચ્યો હતો. તે પહેલાના વર્ષે 9મી ડિસેમ્બરે નાશિક ખાતે તેમના હેલિકોપ્ટરે ઓવરલોડિંગના કારણે તાત્કાલિક ઉતરાણ કરવાની ફરજ પડી હતી. એ જ વર્ષે સાતમી જુલાઇએ અલીબાગ ખાતે ફડણવીસ હેલિકોપ્ટરમાં બેઠા તે પહેલા પાયલટે એન્જિન શરૂ કરી દેતા હેલિકોપ્ટરની પાછળની પાંખ ફડણવીસને લાગતા રહી ગઇ હતી. આ છઠ્ઠો બનાવ છે જ્યારે ફડણવીસના હેલિકોપ્ટરને અકસ્માત થતા રહી ગયો હોય અને તે સુખરૂપ બચી ગયા હોય.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?