નેશનલ

‘કેજરીવાલ ચૂંટાયેલા મુખ્ય પ્રધાન છે, આતંકવાદી નહીં…’, દિલ્હી હાઈ કોર્ટમાં જામીન અંગે સુનાવણી

દિલ્હી લીકર પોલિસી સાથે જોડાયેલા કથિત મની લોન્ડરિંગ મામલે CBIએ પણ દિલ્હના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) વિરુદ્ધ કેસ નોંધ્યો છે, આ કેસમાં તેમની જામીન અરજી પર બુધવારે દિલ્હી હાઈ કોર્ટ(Delhi High court)માં સુનાવણી થઈ. કેજરીવાલ વતી હાજર રહેલા એડવોકેટ અભિષેક મનુ સિંઘવીએ દિલ્હી હાઈ કોર્ટમાં CBIની ધરપકડ પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, કેસ નોંધ્ય બાદ છેલ્લા બે વર્ષમાં CBI કેજરીવાલની ધરપકડ કરી ન હતી, પરંતુ જ્યારે તેમને ED કેસમાં રાહત મળવાની હતી ત્યારે તેણે તેમની ધરપકડ કરવામાં આવી. સિંઘવીએ કહ્યું કે, કેજરીવાલ ચૂંટાયેલા મુખ્યપ્રધાન છે, કોઈ આતંકવાદી નથી.

કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ હાઈ કોર્ટને જણાવ્યું કે તેઓ કોર્ટ સમક્ષ ત્રણ આદેશોની કોપી લઈને આવ્યા છે, જેમાં નીચલી અદાલત દ્વારા કેજરીવાલને આપવામાં આવેલા વચગાળાના જામીન, ચૂંટણી પ્રચાર માટે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા વચગાળાના જામીન અને તાજેતરમાં ED કેસનો મંજૂર કરાયેલા વચગાળાના જામીનના આદેશનો સમાવેશ થાય છે.

વરિષ્ઠ વકીલ સિંઘવીએ કહ્યું કે, જ્યારે કેજરીવાલને જામીન મળવાના હતા ત્યારે CBI દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી. જ્યારે CBIએ 2 વર્ષ સુધી તેમની ધરપકડ કરી ન હતી. તેમનું નિવેદન નોંધ્યા બાદ પણ સીબીઆઈએ ધરપકડની જરૂર ન ગણી. ED દ્વારા નોંધાયેલા કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મળી ચૂક્યા છે. SC એ જામીન મંજૂર કર્યા છે, જેનો અર્થ છે કે SC સંતુષ્ટ છે કે જામીન દરમિયન કેજરીવાલ પુરાવા સાથે છેડછાડ કરશે નહીં અથવા સાક્ષીઓને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરશે નહીં.

સિંઘવીએ આ દરમિયાન પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાનને પણ ટાંક્યો હતો. તેમણે કહ્યું કે, ઈમરાન ખાનને ત્રણ દિવસ પહેલા એક કેસમાં મુક્ત કરવામાં આવ્યા. આ વાત બધાએ અખબારમાં વાંચી હતી પરંતુ બાદમાં બીજા કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. આપણા દેશમાં આવું ન થઈ શકે.

સિંઘવીએ કહ્યું કે, આ કેસમાં કેજરીવાલની ધરપકડ એ બંધારણની કલમ 14, 21, 22 હેઠળ આપવામાં આવેલા મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે. સીબીઆઈએ તેમની પ્રથમ પૂછપરછ માટે ટ્રાયલ કોર્ટમાં અરજી કરી હતી, પરંતુ ટ્રાયલ કોર્ટે કેજરીવાલને નોટિસ આપવાનું જરૂરી ન સમજ્યું. સીબીઆઈએ ધરપકડ માટે ટ્રાયલ કોર્ટને એક જ કારણ આપ્યું હતું કે કેજરીવાલ તેમના પ્રશ્નોના સંતોષકારક જવાબો આપી રહ્યા ન હતા. તપાસ એજન્સીને ઇચ્છિત જવાબ ન આપવા બદલ કોઈની ધરપકડ કરી શકાય?

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button