સ્પોર્ટસ

ભારત-પાકિસ્તાનના નવા ક્રિકેટ-જંગનો દિવસ નજીક આવી ગયો

દામ્બુલા: મેન્સ ક્રિકેટમાં ભારતીય ટીમે ગયા વર્ષે વન-ડે વર્લ્ડ કપમાં અને ગયા મહિને ટી-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનને જોરદાર પછડાટ આપી ત્યાર પછી હવે ભારતની મહિલા ક્રિકેટરોએ પાકિસ્તાની વિમેન્સ ટીમને પાઠ ભણાવવાનો દિવસ નજીક આવી ગયો છે. શુક્રવાર, 19મી જુલાઈએ શ્રીલંકામાં મહિલાઓનો ટી-20 એશિયા કપ શરૂ થઈ રહ્યો છે અને એ જ દિવસે ભારત-પાકિસ્તાન વચ્ચે મુકાબલો (સાંજે 7.00 વાગ્યાથી) છે.

હરમનપ્રીત કૌર ભારતની કેપ્ટન અને સ્મૃતિ મંધાના વાઈસ-કેપ્ટન છે. નિદા દર પાકિસ્તાની ટીમનું સુકાન સંભાળશે.
પાકિસ્તાન સામે ભારતની મહિલા ટીમ છેલ્લે ઓક્ટોબર, 2022ના ટી-20 એશિયા કપમાં હારી ગઈ હતી. જોકે પછીથી ભારતે એ એશિયા કપ શ્રીલંકાને ફાઇનલમાં હરાવીને જીતી લીધો હતો. ભારતે હવે પાકિસ્તાન સામે બે વર્ષ પહેલાંના પરાજયનો બદલો શુક્રવારે લેવાનો છે.

આ મહિલા એશિયા કપમાં કુલ આઠ ટીમ રમશે. ભારત અને પાકિસ્તાનના ગ્રૂપ ‘એ’માં નેપાળ અને યુએઇ પણ છે. ગ્રૂપ ‘બી’માં શ્રીલંકા, બંગલાદેશ, મલેશિયા અને થાઈલેન્ડની ટીમ સામેલ છે.

ભારતીય મહિલા ટીમમાં કોણ કોણ છે?

હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઇસ કેપ્ટન), શેફાલી વર્મા, રિચા ઘોષ (વિકેટકીપર), ઉમા ચેટ્રી (વિકેટકીપર), દયાલન હેમલત્તા, જેમાઈમા રૉડ્રિગ્ઝ, શ્રેયંકા પાટીલ, સજીવન સજના, દીપ્તિ શર્મા, આશા શોભના, અરૂંધતી રેડ્ડી, રેણુકા સિંહ, પૂજા વસ્ત્રાકર અને રાધા યાદવ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button