Mohammed Shami: મોહમ્મદ શમીએ નેટ પ્રેક્ટીસ શરુ કરી, આ સિરીઝથી ટીમ ઈન્ડિયા માટે રમી શકે છે
બેંગલુરુ: ICC વર્લ્ડ કપ 2023માં મોહમ્મદ શમી (Mohammed Shami) ભારત માટે મેચ વિનર બોલર સાબિત થયો હતો, ODI વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન બદલ શમીને ભારત સરકાર તરફથી અર્જુન એવોર્ડ એનાયત કરવમાં આવ્યો હતો. શમી વર્લ્ડ કપમાં માત્ર 7 મેચ રમીને 24 વિકેટ ઝડપી હતી, આ સાથે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો હતો. ODI વર્લ્ડ કપ ફાઈનલ બાદ શમી ઈજાના કારણે હજુ સુધી મેદાનમાં પરત ફરી શક્યો નથી, જોકે તે ટૂંક સમયમાં ભારત માટે ક્રિકેટ રમતો જોવા મળી શકે છે.
હાલ શમી બેંગલુરુના નેશનલ ક્રિકેટ એકેડમી(National Cricket academy)માં છે અને ત્યાં તેણે નેટ્સમાં બોલિંગ શરૂ કરી દીધી છે. શમીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે નેટ્સ પર બોલિંગ કરતો જોવા મળી રહ્યો છે. જો કે શમી પૂર્ણ ક્ષમતા સાથે બોલિંગ કરી રહ્યો નથી, પરંતુ નેટ્સ પર તેની વાપસી સારા સંકેત આપી રહી છે.
એકહેવાલ મુજબ શમી સપ્ટેમ્બરમાં બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સિરીઝમાં વાપસી કરી શકે છે. BCCI સેક્રેટરી જય શાહે પણ શમી વિશે કહ્યું હતું કે તે બાંગ્લાદેશ સામેની હોમ સીરિઝથી વાપસી કરી શકે છે.
નોંધનીય છે કે શમીને 2023 ODI વર્લ્ડ કપ દરમિયાન એડીમાં ઈજા થઈ હતી. ODI વર્લ્ડ કપ પછી શમી ડિસેમ્બરમાં દક્ષિણ આફ્રિકા અને જાન્યુઆરીમાં ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ ચૂકી ગયો હતો. શમીની ફેબ્રુઆરીમાં સર્જરી થઈ હતી, જેના કારણે તે 2024 આઈપીએલ અને ટી20 વર્લ્ડ કપ ચૂકી ગયો હતો. જો કે હવે તેની વાપસીની ચર્ચાએ જોર પકડ્યું છે.
તાજેતરમાં BCCI સેક્રેટરીએ સ્પષ્ટ કર્યું હતું કે રાષ્ટ્રીય ટીમમાં રમી રહેલા ખેલાડીઓએ પોતાને ઘરેલુ ક્રિકેટ માટે ઉપલબ્ધ રાખવા. આવી સ્થિતિમાં શમી સંપૂર્ણપણે ફિટ થયા મેદાન પર જોવા મળી શકે છે. એ પહેલા શમી ડોમેસ્ટિક ક્રિકેટ રમશે, જેનાથી ફિટનેસ પાછી મેળવવી તેના માટે સરળતા રહેશે.
Also Read –