મનોરંજન

‘એને શરમ આવવી જોઇએ,’ રણબીર કપૂર સાથે કંઇક એવું કરી બેસી ઐશ્વર્યા કે સાસુ જયા….

બોલીવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાય ઇન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રીઓમાં ગણાય છે. હાલમાં અભિનેત્રી ફિલ્મોથી દૂર છે અને તેની પુત્રીના ઉછેરમાં સંપૂર્ણ ધ્યાન આપી રહી છે. ઐશ્વર્યા રાયની ફિલ્મ ‘એ દિલ હૈ મુશ્કિલ’ વર્ષ 2017માં રીલિઝ થઈ હતી, જેમાં તેણે રણબીર કપૂર સાથે ઘણા ઈન્ટીમેટ સીન્સ આપ્યા હતા. જેના કારણે બચ્ચન પરિવાર નારાજ થઈ ગયો હતો.

કરણ જોહર દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘એ દિલ હૈ મુશ્કિલ’માં રણબીર કપૂર અને ઐશ્વર્યા રાયની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રીની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. આ ફિલ્મમાં બંનેએ ઘણા ઇન્ટિમેટ સીન્સ આપ્યા હતા. ફિલ્મ હિટ રહી હતી. બંનેની ઓન સ્ક્રીન કેમિસ્ટ્રી વખાણવામાં આવી હતી, પરંતુ પુત્રવધૂની આ ફિલ્મ જોઈને જયા બચ્ચન ગુસ્સે થઈ ગયા હતા.

ફિલ્મ ‘એ દિલ હૈ મુશ્કિલ’ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ. પરંતુ ઐશ્વર્યા રાયના અંગત જીવનમાં ભૂકંપ આવી ગયો. આ ફિલ્મ જોયા બાદ જયા બચ્ચને પોતાનો પિત્તો ગુમાવ્યો હતો અને મીડિયાની સામે ઐશ્વર્યાનું નામ લીધા વગર જ પોતાનો રોષ ઠાલવ્યો હતો. જયા બચ્ચને કહ્યું હતું કે, ‘આજની ​​ફિલ્મોમાં કોઈ શરમ જેવુ રહ્યું જ નથી. પહેલા દિગ્દર્શકો તેમની કળા રજૂ કરતા હતા, પરંતુ હવે તેઓ ફિલ્મોને માત્ર વ્યવસાય બનાવીને તેના આધારે ફિલ્મો બનાવે છે. જયા બચ્ચને આ નિવેદનથી ઐશ્વર્યા પર સીધો હુમલો નહોતો કર્યો, પણ બધા જ જાણતા હતા કે તેમણે ઐશ્વર્યા માટે જ આવું નિવેદન કર્યું છે. જાહેર છે કે તેમની પુત્રવધુની ફિલ્મોમાં આવી હરકત તેમને પસંદ નહોતી આવી. એક જાજરમાન ખાનદાનની પુત્રવધુએ આવા ઇન્ટિમેટ સીન આપવાથી દૂર રહેવું જોઇએ, એવું તેમનું માનવું હતું.

જયાના આ નિવેદનને ઐશ્વર્યા રાયની ફિલ્મ સાથે જોડવામાં આવ્યું હતું. આ ફિલ્મ પછી ઐશ્વર્યાએ ફરીથી કોઇ ફિલ્મમાં ઈન્ટિમેટ સીન કર્યા નથી. ઐશ્વર્યા રાયના સસરા અને બોલિવૂડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચને ફિલ્મ રિલીઝ થયા બાદ કહ્યું હતું કે, ‘મેં હજુ સુધી આ ફિલ્મ જોઈ નથી, જોકે, મેં ફિલ્મની જે ટૂંકી ક્લિપ્સ જોઈ છે, તેમાં તે એકદમ અદભૂત લાગી રહી છે. હું તેને શુભેચ્છા પાઠવું છું.

ઐશ્વર્યા રાયે વર્ષ 2007માં અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા હતા. લગ્નના ચાર વર્ષ પછી કપલને ત્યાં 2011 માં પુત્રી આરાધ્યા બચ્ચનનો જન્મ થયો. જોકે, છેલ્લા કેટલાક સમયથી અભિષેક અને ઐશ્વર્યા વચ્ચે અણબનાવના સમાચારો આવી રહ્યા છે. હાલમાં જ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં બંને અલગ-અલગ પહોંચ્યા હતા. જે બાદ બંને અલગ થઈ ગયા હોવાના સમાચાર વધુ તેજ બન્યા છે. જો કે હકીકત શું છે એ કોઇ કહી શકે તેમ નથી. આ મામલે ઐશ્વર્યા અને અભિષેક બંને મૌન ધરીને બેઠા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર! આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker