વેપારશેર બજાર

વિક્રમી આગેકૂચની હેટટ્રિક: સેન્સેક્સ ૮૦,૭૦૦ની ઉપર, નિફ્ટીએ ૨૪,૬૦૦ની સપાટી વટાવી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: ટેલિકોમ અને પસંદગીના આઈટી તેમ જ એફએમસીજી શેરમાં નીકળેલી લેવાલી તેમ જ વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)ની સારી લેવાલીને પગલે સેન્સેક્સ અને નિફ્ટી બંને બેન્ચમાર્કે સતત ત્રીજા દિવસે વિક્રમી ઈંચી સપાટી હાંસલ કરી હતી. સત્રને અંતે સેન્સેક્સ ૫૧.૬૯ પોઈન્ટ અથવા ૦.૦૬ ટકા વધીને ૮૦,૭૧૬.૫૫ પોઇન્ટની નવી લાઈફ ટાઈમ હાઈ પર સેટલ થયો હતો. દિવસ દરમિયાન, તે ૨૩૩.૪૪ પોઈન્ટ અથવા ૦.૨૮ ટકા વધીને ૮૦,૮૯૮.૩૦ ની તાજી રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. એ જ રીતે, નિફ્ટી ૨૬.૩૦ પોઈન્ટ અથવા ૦.૧૧ ટકા વધીને ૨૪,૬૧૩ની સર્વકાલીન ટોચે બંધ રહ્યો હતો. ઈન્ટ્રા-ડે, આ બેન્ચમાર્ક ૭૪.૫૫ પોઈન્ટ અથવા ૦.૩૦ વધીને ૨૪,૬૬૧.૨૫ પોઇન્ટના નવા વિક્રમી શિખરે પહોંચ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટી શુક્રવારથી રેકોર્ડ બ્રેકિંગ રેલીમાં આગળ વધી રહ્યાં છે કારણ કે વિદેશી રોકાણકારોએ ૨૦૨૪-૨૫ માટે કેન્દ્રીય બજેટની રજૂઆત પહેલા ભારતીય ઇક્વિટીમાં એકાએક લેવાલી વધારી દીધી છે. બ્લુચિપ્સ દ્વારા પ્રોત્સાહક ત્રિમાસિક પરિણામોને કારણે રોકાણકારોએ ઊંચા મૂલ્યાંકનની ચિંતા બાજુએ મૂકીને લેવાલી વધારી હોવાથી તેજીને ટેકો મળ્યો છે.

સેન્સેક્સ શેર્સમાં હિન્દુસ્તાન યુનિલિવર, ભારતી એરટેલ, ટેક મહિન્દ્રા, ઇન્ફોસિસ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, આઇસીઆઇસીઆઇ બેંક, આઇટીસી અને એશિયન પેઇન્ટ્સ સૌથી વધુ વધનારા શેરોમાં સામેલ હતા. બીજી તરફ, કોટક મહિન્દ્રા બેંક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એનટીપીસી, અલ્ટ્રાટેક સિમેન્ટ અને પાવર ગ્રીડ ટોપ લૂઝર શેરોની યાદીમાં હતા.

વિવિધ શ્રેણીના પ્રોજેક્ટ્સ માટે વિઝ્યુઅલ ઇફેક્ટ્સ (વીએફએક્સ) પ્રોવાઇડર ડિજીકોર સ્ટુડિયો લિમિટેડે આઇકોનિક સ્ટાર ટ્રેક ફ્રેન્ચાઇઝી માટે સીબીએસ સ્ટુડિયો પાસેથી ગ્રાઉન્ડબ્રેકિંગ કોન્ટ્રાક્ટ હાંસલ કર્યો છે. આ વ્યૂહાત્મક કરાર અમેરિકન બજારોમાં ડિજીકોરના મહત્વાકાંક્ષી પ્રવેશને દર્શાવે છે. કંપની યુએસએ, કેનેડા અને ભારતમાં અધ્યતન ટેકનોલોજી સાથે વીએફએક્સ સોલ્યુશન્સ પૂરા પાડે છે.

એવેરરેડી ઇન્ડસ્ટ્રી લિમિટેડ તેના પ્રોડક્ટ એક્સ્પાનશન અંતર્ગત સાયરન ટોર્ચ બજારમાં લાવી રહી છે. મહિલાઓની સલામતીને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલી આ સાયરન ટોર્ચ એલાર્મ ધરાવે છે. ખાસ કરીને મુક બધિર મહિલાઓ માટે આ બહુ ઉપયોગી હોવાથી કંપનીએ ઇન્ડિયા શાઈનિંગ હેન્ડ સાથે સહયોગ સાધ્યો છે. કંપની એનએસઈ પર લિસ્ટેડ છે.

જી કનેક્ટ લોજીટેક એન્ડ સપ્લાય ચેઇને રોયલ ટ્રાન્સપોર્ટ, ભાવનગર, ગુજરાત અને વેરા સિન્થેટિક લિમિટેડ, ભાવનગર, ગુજરાત તરફથી લોજિસ્ટિક અને મટિરિયલ હેન્ડલિંગ માટે બે ઓર્ડર મેળવ્યા છે. જેમાં મધુ સિલિકા પ્રાઈવેટ લિમિટેડના ઉત્પાદનોના પરિવહન અને પીપી ફિશિંગ નેટનું લોડિંગ, અનલોડિંગ અને પરિવહનનો સમાવેશ છે.

સેબી પાસે સાઇલાઇફ સાયન્સ લિમિટેડે મૂડીબજારમાં પ્રવેશવા માટે ડ્રાફટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ ફાઇલ કરાવ્યું છે. કંપની ગ્લોબલ ફાર્માસ્યુટિકલ ઈનોવેટર કંપનીઓ અને બાયોટેકનોલોજી ફર્મ્સને સ્મોલ મોલેક્યુલ ન્યુ કેમિકલ એન્ટિટીઝ માટે ઔષધની શોધ, વિકાસ અને ઉત્પાદન મૂલ્ય શૃંખલા સુધીની સેવાઓ પૂરી પાડે છે. કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ ખાતાના પ્રધાન સર્બાનંદ સોનોવાલે દીમાપૂર ખાતે યોજીત સ્ટેકહોલ્ડર્સ કોન્ફરન્સ દરમિયાન આંતરિક જળમાર્ગ વિકાસ અને નાગાલેન્ડના કાર્ગો અને પેસેન્જર ટ્રાન્સપોર્ટને સક્ષમ કરવા વિવિધ પગલાંની જાહેરાત કરી હતી. એક્સચેન્જ ડેટા અનુસાર વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ સોમવારે રૂ. ૨,૬૮૪.૭૮ કરોડની ઇક્વિટી ખરીદી હતી. એશિયન બજારોમાં, સિઓલ, ટોકિયો અને શાંઘાઈ પોઝિટિવ ઝોનમાં સ્થિર થયા હતા, જ્યારે યુએસ ફેડરલના ચેરમેન જેરોમ પોવેલ દ્વારા સપ્ટેમ્બર સુધીમાં દર ઘટાડવાની આશાને પ્રોત્સાહન આપતા ડોવિશ ટિપ્પણીઓ વચ્ચે હોંગકોંગ શેરબજારમાં પીછેહઠ જોવા મળી હતી. યુરોપિયન બજારો બપોરના સત્ર સુધી નીચા મથાળે ટ્રેડ થઈ રહ્યા હતા. સોમવારે યુએસ બજારો સકારાત્મક ક્ષેત્રમાં બંધ થયા હતા. ગ્લોબલ તેલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૮૦ ટકા ઘટીને ડોલર ૮૪.૧૩ પ્રતિ બેરલ થઈ ગયું છે. સોમવારે બીએસઇ બેન્ચમાર્ક ૧૪૫.૫૨ પોઈન્ટ અથવા ૦.૧૮ ટકા વધીને ૮૦,૬૬૪.૮૬ના નવા રેકોર્ડ હાઈ પર સેટલ થયો હતો. ગજઊ નિફ્ટી ૮૪.૫૫ પોઈન્ટ અથવા ૦.૩૫ ટકા વધીને ૨૪,૫૮૬.૭૦ની સર્વકાલીન ટોચે બંધ રહ્યો હતો. બુધવારે મોહરમ નિમિત્તે બજારો બંધ રહેશે.

શેરબજારે સતત છઠ્ઠા સપ્તાહે આગેકૂચ નોંધાવવા સાથે સપ્તાહના પ્રથમ બે દિવસમાં પણ નવું શિખર સર કર્યુુંં છે, બંને બેન્ચમાર્કે નવી ઓલ ટાઇમ હાઇ સપાટી નોંધાવી છે. વરસાદની સારી પ્રગતી, બજેટની આશાવાદી અટકળો, વિદેશી ફંડોના રોકાણ પ્રવાહ અને ફેડરલ દ્વારા રેટકટની અપેક્ષાને સહારે બજાર આગામી દિવસોમાં આંચકા ખાતાં ખાતાં પણ નવાં શિખરો સર કરતું રહશે, એવી આગાહી કરવા સાથે નિષ્ણાતો એવી ચેતવણી પણ આપી રહ્યાં છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button