મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

પત્નીની ગેરહાજરીમાં તેનું ટેબ વાપરી રહેલાં પતિના હાથ લાગ્યું XX નામનું Hidden Folder અને….

કપલ્સ વચ્ચે ઘણી વખતે એક્સ્ટ્રામેરેટિયલ અફેરના સમાચારો કે ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે, અને આવા કિસ્સામાં ચિટિંગ થઈ હોય એવા પાર્ટનરની દુનિયા તહેસનહેસ થઈ જાય છે. પરંતુ હાલમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ ખૂબ જ વાઈરલ થઈ રહી છે. આ પોસ્ટમાં પત્નીના ટેબમાં રહેલાં સિક્રેટ ફોલ્ડરને ખોલ્યા બાદ પતિની દુનિયામાં ઉથલપાથલ મચી ગઈ હતી. ચાલો જોઈએ શું છે આખો ઘટનાક્રમ…

રેડિટ પર આ વ્યક્તિએ પોતાની સાથે બનેલી ઘટના વિશે પોસ્ટ કરતાં જણાવ્યું હતું કે જ્યારે હું મારી પત્નીની ગેરહાજરીમાં કોઈ કામ માટે એનો ટેબ યુઝ કરી રહ્યો હતો તો મને મારી પત્નીનું એક સિક્રેટ જીમેલ એકાઉન્ટની માહિતી મળી હતી. આની અંદર એક XX નામનું ફોલ્ડર મળ્યું હતું અને આ ફોલ્ડરમાં જે જોવા મળ્યું એ જોઈને પતિના પગ નીચેથી ધરતી ખસી ગઈ હતી.

આ ફોલ્ડર મળતાં જ પતિને એવું લાગ્યું કે તેની સામે હવે પત્નીની બેવફાઈ, ન્યુડ્સ કે અફેયરનો કાળો ચિઠ્ઠો ખૂલવાનો છે, પરંતુ થયું કંઈક અલગ જ. આ ફોલ્ડરમાં પતિની ગર્લફ્રેન્ડના ફોટો હતા. નવ વર્ષ પહેલાં આ ફોલ્ડર બનાવવામાં આવ્યું હતું અને તે આજની તારીખમાં પણ અપડેટ કરવામાં આવ્યું હતું.

36 વર્ષના આ શખ્સે જણાવ્યું હતું કે 9 વર્ષ પહેલાં મારી જૂની ગર્લફ્રેન્ડ સાથે મારું બ્રેકઅપ થઈ ગયું હતું અને ત્યારે જ હું મારી પત્નીને પહેલી વખત મળ્યો હતો. મને એની સાથે પ્રેમ થયો અને અમે લગ્ન કરી લીધા. મારી પત્ની મારી એક્સ વિશે જાણતી હતું અને આજે અમને સાથે 9 વર્ષ થઈ ગયા છે તેમ છતાં તે મારી ગર્લફ્રેન્ડને સ્ટોક કરી રહી છે. આ ફોલ્ડરમાં મારી ગર્લફ્રેન્ડની હાઈસ્કુલ સુધીના 348 ફોટો સ્ટોર કરવામાં આવ્યા હતા અને એમાંથી કેટલાક ફોટો તો ફેમિલી ફોટો હતા.

બાદમાં એ શખ્સને સમજાયું કે એની પત્ની બદલાયેલી બદલાયેલી કેમ લાગતી હતી? વાસ્તવમાં તેની પત્નીએ તેની એક્સ ગર્લફ્રેન્ડને કોપી કરવાનું શરૂ કરી દીધું હતું. તેણે પોતાની રહેણી કરણી પણ એના જેવી જ બનાવી દીધી હતી અને ત્યાં સુધી કે તેણે પોતાના કપડાં અને પાયજામા સુધ્ધા પતિની એક્સ જેવા ખરીદવાનું શરૂ કરી દીધું હતું. વાળની હેરસ્ટાઈલ પણ પત્નીએ ચેન્જ કરી હતી.

આ કપલને એક દીકરી પણ છે. પત્નીના ટેબમાં રહેલાં આ ફોલ્ડરની વિગતો જાણ્યા બાદ હવે પતિ મૂંઝાઈ ગયો છે અને તેને નથી ખબર પડતી તે તેણે શું કરવું જોઈએ. તેણે પોતાની પોસ્ટમાં આગળ લખ્યું હતું કે હું મારી દીકરી સામે જોઉં છું ત્યારે મને એવું લાગે છે કે મારી સાથે વિશ્વાસઘાત થયો છે. મેં મારી પત્નીને હજી સુધી આ વિશે કંઈ કહ્યું નથી, પરંતુ હું આ બધા ફોટો પ્રિન્ટ કરીને એના ટેબલ પર મૂકીને મારી દીકરી સાથે ક્યાંક ભાગી જવા માંગુ છું.

પતિની આ પોસ્ટ વાઈરલ થતાં જ નેટિઝન્સ તેની પોસ્ટ પર કમેન્ટ કરી રહ્યા છે. કેટલાક લોકોએ શખ્સની પત્નીને ટોક્સિક કહી છે તો કેટલાક લોકોએ તેને ઈર્ષાળુ ગણાવી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button