નેશનલ

કોંગ્રેસે જે રીતે સરકાર ચલાવી છે

તેને 0 નંબર મળવો જોઇએ: પીએમ મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના જયપુરમાં એક વિશાળ જનસભાને સંબોધન કરતી વખતે અશોક ગહેલોત સરકાર પર નિશાન સાધ્યું હતું. વડા પ્રધાને જણાવ્યું હતું કે જે રીતે કોંગ્રેસે અહીં સરકાર ચલાવી છે, તેને 0 નંબર મળવો જોઇએ. રાજસ્થાનની જનતાએ કોંગ્રેસના કુશાસનમાંથી મુક્ત થવાનો નિર્ણય કર્યો છે. અશોક ગેહલોતે મહત્વના પાંચ વર્ષ વેડફી નાખ્યા છે. તેથી જ આ વખતે લોકો ભાજપને પરત લાવવાનું વિચારી રહ્યા છે, તેમ પીએમ મોદીએ જણાવ્યું.

જયપુરમાં સભા સંબોધતા પહેલા પીએમ મોદીએ વિશાળ રેલી યોજી હતી. તેમણે કહ્યું હતું કે ગુલાબી નગરીમાં આવા ભવ્ય આદર-સત્કાર બદલ રાજસ્થાનની જનતાને મારા નમન. હું પંડિત દીનદયાલ ઉપાધ્યાય અને ભૈરવસિંહ શેખાવતને શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું. હું જોઇ રહ્યો છું કે રાજસ્થાનમાં પરિવર્તન સંકલ્પ યાત્રાને ભારે સમર્થન મળ્યું છે. આ એક સંકેત છે.


હું તમને સેવાની ગેરંટી આપું છું. હું અહીં સંખ્યા જોઇ શકું છું. જેટલી લોકો અહીં બેઠા છે તેનાથી પણ વધુ પંડાલની બહાર બેઠા છે. યાદ રાખજો મોદી એટલે ગેરંટી. હું અહીં તમારી સેવા કરવા માટે છું. યાદ રાખો, મોદી એટલે ગેરંટી. હું તમારી સેવામાં સંપૂર્ણપણે સમર્પિત છું. હું જે કહું છું તે કરું છું. ‘I.N.D.I.A’ ગઠબંધનએ કહ્યું છે કે સનાતનને મૂળમાંથી ખતમ કરી દેવામાં આવશે. રાજસ્થાન તુષ્ટિકરણની પરાકાષ્ઠાને સમજી રહ્યું છે. રાજસ્થાન ઘમંડિયા ગઠબંધનને ઉખાડી ફેંકશે. કોંગ્રેસ પેપર લીક કરનારા માફિયાઓને રક્ષણ આપે છે. હું રાજસ્થાનના યુવાનોને ખાતરી આપું છું કે પેપર લીક માફિયાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે, તેમ પીએમ મોદીએ સંબોધનમાં કહ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button