મુંબઈ-પુણે એક્સપ્રેસ-વે પર એક્સિડન્ટના મૃતકના પરિવારજનોને રૂ. પાંચ લાખની મદદ: એકનાથ શિંદે
અકસ્માતગ્રસ્તોની પુછપરછ કરવા માટે મુખ્ય પ્રધાન હોસ્પિટલમાં પહોંચી ગયા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ડોંબિવલીથી ખાનગી બસમાં પંઢરપુર જવા નીકળેલા યાત્રાળુઓને 15 જુલાઈએ મુંબઈ-પુણે એક્સપ્રેસ-વે પર નડેલા અકસ્માત નડ્યો હતો. આ બસના મૃતક યાત્રાળુઓના પરિવારને રાજ્ય સરકાર તરફથી રૂ. પાંચ લાખની મદદ આપવાની જાહેરાત મહારાષ્ટ્રના સંવેદનશીલ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મંગળવારે કરી હતી. આ અકસ્માતમાં જખમી યાત્રાળુઓની સારવાર રાજ્ય સરકાર તરફથી મફતમાં કરવામાં આવશે.
કળંબોળી-નવી મુંબઈ ખાતેની મહાત્મા ગાંધી મિશન હોસ્પિટલમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અકસ્માતગ્રસ્ત યાત્રાળુઓની પૃચ્છા કરવા માટે દોડી ગયા હતા. તેમણે સારવાર મેળવી રહેલા જખમીઓની પુછપરછ કરી હતી. તેમને આપવામાં આવી રહેલી સારવાર અંગે તબીબી અધિકારીઓ પાસેથી જાણકારી મેળવી હતી અને આઈસીયુમાં સારવાર મેળવી રહેલા ગંભીર યાત્રાળુઓને આવશ્યકતા હોય તો અન્ય હોસ્પિટલમાં ખસેડવાનું આવશ્યક જણાય તો તેમને ખસેડવા એમ પણ જણાવ્યું હતું.
આ પણ વાંચો : મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની હરિત થાણે ઝુંબેશ: 3 હજાર વિવિધ પ્રજાતિના વૃક્ષોનું વાવેતર
ખાનગી બસ અને ટ્રેક્ટર વચ્ચે થયેલા અકસ્માતમાં 46 લોકો જખમી અને સાત અત્યંત ગંભીર અવસ્થામાં હોવાનું મુખ્ય પ્રધાનની કચેરી દ્વારા જણાવવામાં આવ્યું હતું.
આ એક્સિડન્ટની ઊંડી તપાસ કરવાનો આદેશ તેમણે સંબંધિત પોલીસ અધિકારીઓને આપ્યો હતો.