આપણું ગુજરાતરાજકોટસૌરાષ્ટ્ર

આ વર્ષે રાજકોટ લોકમેળામાં રાઈડની સંખ્યા ઘટી; 18મીથી સ્ટોલ-પ્લોટનું ફોર્મ વિતરણ શરૂ

રાજકોટ: સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતું રાજકોટ તેના જન્માષ્ટમીના મેળા માટે ખૂબ જ પ્રખ્યાત છે. સાતમ આઠમ પર રાજકોટમાં ભરાતા લોકમેળામાં લાખો માણસો ભાગ લે છે. આ વર્ષે મેળામાં રાઈડોની સંખ્યામાં ઘટાડી દેવામાં આવી છે જેના લીધે આ મેળો માણવા આવનાર લોકોના ખિસ્સા પર સીધી અસર પડે તેવી આશંકા સેવાય રહી છે.

આ વર્ષે આગામી તા.24થી 28 ઓગસ્ટ દરમિયાન રેષકોર્ષ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર સાતમ આઠમના મેળાને લઈને સ્ટોલ સહિત વેચાણ માટેના ફોર્મનું વિતરણ આગામી 18 મીથી કરવામાં આવનાર છે. લોકમેળાના સ્ટોલ અને પ્લોટના ભાડામાં ઓણસાલ 10 ટકાથી વધુનો ભાવવધારો કરવામાં આવે તેવા સંકેતો હાલ મળી રહ્યા છે.

આ પણ વાંચો : Gujarat માં 200 થી વધુ તાલુકામાં વરસાદ, આજથી બે દિવસ ભારે વરસાદની આગાહી

રાજકોટમાં સર્જાયેલ TRP ગેમઝોનની દુર્ઘટના બાદ સુરક્ષાના ભાગરૂપે આ મેળાને શહેરની અંદર ભરવાને બદલે કણકોટ કે અટલ સરોવરમાં આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ અટલ સરોવર અને કણકોટ કોલેજ નજીક જમીન સમતલ ન હોવાથી આખી યોજનાનું બાળમરણ થવા પામ્યું હતું. આ વર્ષે આ લોકમેળો રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે જ યોજાવાનો છે.

સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીનું વિશેષ મહત્વ છે, સાતમ આઠમ દરમિયાન અહી મીની વેકેશન જેવો માહોલ હોય છે. રાજકોટમાં ભરાતો જન્માષ્ટમીનો મેળો માત્ર સૌરાષ્ટ્રનો જ નહિ પરંતુ ગુજરાતભરમાંથી આવતા લોકો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર છે. અહી જુદી જુદી રાઈડ, સ્ટંટ અને ખાણી પીણીને લઈને ખાસ આકર્ષણનું કેન્દ્ર રહે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button